ગુજરાત

gujarat

Surat Crime News: ઉત્તર પ્રદેશનો વોન્ટેડ ગેંગસ્ટર સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાંથી ઝડપી લીધો

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2024, 4:08 PM IST

ઉત્તર પ્રદેશનો વોન્ટેડ ગેંગસ્ટર સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે. આ આરોપી પર 10,000 રુપિયા ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી પરબત સિંહ પાંડેસરા વિસ્તારમાંથી પકડાઈ ગયો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Surat Crime News Wanted UP Gangster 10000 Rewards Surat Crime Branch

ઉત્તર પ્રદેશનો વોન્ટેડ ગેંગસ્ટર સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાંથી ઝડપી લીધો
ઉત્તર પ્રદેશનો વોન્ટેડ ગેંગસ્ટર સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરામાંથી ઝડપી લીધો

સુરતઃ ઉત્તર પ્રદેશમાં પરબત સિંહ નામક ગેંગસ્ટર વોન્ટેડ હતો. તેના પર 10,000 જેટલું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. આ પરબત સિંહની સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આ આરોપી પર ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ છે.

સમગ્ર ઘટનાક્રમઃ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો ગેંગસ્ટર સુરતથી પકડાયો છે. 10 હજારના ઈનામી આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે પાંડેસરા વિસ્તારથી ઝડપી લીધો છે. આ પરબત સિંહ વિરુદ્ધ આગ્રા શહેરના આત્માદદૈલા પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ અંતર્ગત ગુનો નોંધાયલે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને ગેંગસ્ટર પરબત સિંહ વિશે માહિતી મળી હતી. આ આરોપી પરબત સિંહ પાંડેસરાના દક્ષેશ્વરમાં ફરતો હોવાની માહિતી મળતા જ સત્વરે સુરત ક્રાઈમ બ્રાન્ચ સ્થળ પર ધસી ગઈ. સુરત ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો અને ઉત્તર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.

મોડસ ઓપરન્ડીઃઆ 32 વર્ષીય અઠંગ ગુનેગાર મૂળ નંદૂરબારનો વતની છે અને હાલ સારથી ટાઉનશિપ,કડોદરામાં રહેતો હતો. પરબત સિંહ નામક આરોપી ડુપ્લિકેટ ચાવી બનાવવાના બહાને લોકોના ઘરોમાં ઘુસી જતો. તે કિંમતી માલ સામાનની રેકી કરતો હતો. ત્યારબાદ તે નિશાન બનાવાયેલા ઘરમાં ઘરફોડ ચોરીના ગુના આચરતો હતો. આ આરોપી પુણા, ખટોદરા, ઉમરા, અઠવા અને કામરેજમાં ગુના આચરી ચૂક્યો છે. આ દરેક પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે. આગ્રામાં આ આરોપી વિરુદ્ધ કુલ 8 ગુના નોંધાયેલ છે. જેમાં આત્માદદૈલા પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.

આરોપી સારથી ટાઉનશીપ, કડોદરા(મૂળ નંદુરબાર)માં રહેતો હતો. આ રીઢો ગુનેગાર પરબતસીંગ ચાવી બનાવવાના બહાને લોકોના ઘરમાં ઘૂસી ચોરી કરવામાં માહેર છે. તેની સામે આગ્રામાં 8 ગુના નોંધાઈ ચૂક્યા છે. આગ્રા પોલીસે ગેંગસ્ટર એક્ટ અંતર્ગત ગુનો નોંધીને પરબત સિંહ પર રૂપિયા 10 હજાર ઈનામ પણ જાહેર કર્યુ હતું. આરોપીને સુરત પોલીસે પકડી યુપી પોલીસને કબજો સોંપવા કવાયત હાથ ધરી છે...લલિત વાઘડીયા(પીઆઈ, સુરત ક્રાઈમ બ્રાન્ચ)

  1. Surat Crime News: સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ATM તોડતી આંતરરાજ્ય ગેંગની ધરપકડ કરી
  2. Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details