ગુજરાત

gujarat

Surat Crime News : અપહરણ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલા કર્યો હતો કાંડ

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 10:24 PM IST

સુરત જિલ્લાના કડોદરામાં અપહરણ અને હત્યાના આરોપીઓએ મોટરસાયકલ સળગાવી હોવાની વિગત સામે આવી છે. મોટરસાઈકલના માલિકે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Surat Crime News
Surat Crime News

અપહરણ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ થોડા દિવસ પહેલા કર્યો હતો કાંડ

સુરત :કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીઓએ ઘટનાના 15 દિવસ પહેલા સોસાયટીના જ એક વ્યક્તિએ મોટરસાયકલ આપવાની ના કહેતા તેની મોટરસાયકલ સળગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસે 23 દિવસ બાદ ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ તાત્કાલિક ગુનો દાખલ ન કરવાની પોલીસની નીતિને કારણે કડોદરા સહિત જિલ્લામાં ગુનેગારોને ખુલ્લું મેદાન મળી ગયું છે. જેને કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે.

મોટરસાઇકલ સળગાવી :કડોદરામાં અપહરણ બાદ હત્યાની ઘટના પહેલા આરોપી મોનુ યાદવે ગત 21/8/2023 ના રોજ સત્યમનગર સોસાયટીમાં રહેતા અને દરજીકામ કરતા સમસેરઅલી ગરીબુલ્લા મોહંમદ હનીફ અન્સારી પાસે મોટરસાયકલની માંગ કરી હતી. પરંતુ સમસેર અલીએ મોટરસાયકલ આપવાની ના પાડી દીધી હતી. આથી મોનુ યાદવ ધમકી આપીને જતો રહ્યો હતો.

અપહરણ અને હત્યાના ગુનામાં સામેલ આરોપીઓએ થોડા દિવસ પહેલા એક બાઈક પણ સળગાવ્યું હતું. ફરિયાદીએ ફરિયાદ કરતા તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. -- હિતેશ જોયસર (જિલ્લા પોલીસ વડા, સુરત ગ્રામ્ય)

કાંડ કરીને આપી ધમકી : દરમિયાન 23/8/2023 ના રોજ મધરાત બાદ દોઢેક વાગ્યે મોનું ઉર્ફે ગૌતમ શ્રીરામ યાદવ તથા સોનુ યાદવ, સુમિત મહંતો તથા મોહન કુશ્વાહે તેની મોટરસાઇકલને આગ ચાંપી દીધી હતી. સમસેર અલીએ ઘરમાંથી પાણી નાખી આગ ઓલવી હતી. ત્યારબાદ 26/8/2023 ના રોજ મોનું યાદવ, સુમિત અને મોહન સમસેર અલીની દુકાને આવ્યા હતા. તેઓએ ધમકી આપી હતી કે, તું પોલીસ સ્ટેશન મેં હમારી કમ્પ્લેન કરને જાયેગા તો તુમ્હારે લડકે કો ઉઠા લે જાયેંગે. તેવી ધમકી આપતા સમસેર અલી ગભરાઈ ગયો અને પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યું હોવાનું તેણે આજે આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.

  1. Surat Crime News : ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી, પછી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  2. Surat Crime News : વાંકલ ગામના યુવકને સામાન્ય બાબતે જાનથી મારવાની ધમકી, બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details