ગુજરાત

gujarat

Surat Crime News : વાંકલ ગામના યુવકને સામાન્ય બાબતે જાનથી મારવાની ધમકી, બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 5:08 PM IST

સુરત જિલ્લાના માંગરોળમાં નજીવી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતો કિસ્સો સામે આવ્યો છે. વાંકલ ગામના એક યુવકને નજીવી બાબતે બે શખ્સોએ લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, યુવકે આ અંગે બંને ઈસમો વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Surat Crime News
Surat Crime News

વાંકલ ગામના યુવકને સામાન્ય બાબતે જાનથી મારવાની ધમકી

સુરત :જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામના યુવકને સામાન્ય બાબતે તમાચો મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા બે ઇસમો વિરુદ્ધ યુવકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતે હાલ આગળની તપાસ હાથ ધરી હતી.

શું હતો મામલો ? બનાવની મળતી માહિતી મુજબ વાંકલ ગામના બજેટ ફળિયામાં અરૂણભાઇ દશરથભાઈ વસાવા રહે છે. જે તારીખ 5 ઓગસ્ટના રોજ તેના અન્ય બે મિત્રો નીતિન વસાવા અને નિલેશ ગુણવંત વસાવા સાથે વાંકલ બજારમાંથી ખરીદી કરી બાઈક પર પરત આવી રહ્યો હતો. ત્યારે નાંદોલા તરફ જવાના રોડ ઉપર ભરાડીયા ગામનો બાઇકચાલક ભાવેશ ભગુ વસાવા પોતાની બાઈક ગફલત ભરી રીતે હંકારી અરુણ પાસે લઈ આવ્યો હતો. જેથી અરુણે બાઈક જોઈને ચલાવવા કહ્યું હતું. આ સમયે ભાવેશે ઉશ્કેરાઈને યુવકને તમાચો મારી દીધો હતો.

ઝગડો કરી ધમકી આપી : આ ઉપરાંત તેની સાથેના બીજા ઈસમ દીપક દિનેશ વસાવાએ પણ યુવકને ગંદી ગાળો આપી હતી. ઘટનાસ્થળે આસપાસના લોકો ભેગા થતા બંને ઈસમો નાસી ગયા હતા. ત્યારબાદ ફરી 18 તારીખના રોજ અરુણ દશરથ વસાવા તેના મિત્ર સાથે ભણભા ડુંગર જતો હતો. ત્યારે ફરી આ બંને ઈસમોએ અરુણ સાથે ઝઘડો કર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ અરુણે આ બંને ઈસમો વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવને પગલે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.-- એચ.આર. પઢિયાર (PSI, માંગરોળ પોલીસ મથક)

સુરતમાં પણ મારામારીની ઘટના : સુરતમાં છાસવારે બે જૂથ આમને સામને આવી જતાં હોવાના બનાવો બનતા રહે છે. ત્યારે સચિન વિસ્તારમાં કોળી અને ભરવાડ જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. અંગત અદાવતમાં લાકડાના ફટકા અને લોખંડના પાઈપ વડે અનિલ કોળીના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મારામારીના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વાત કરીએ તો સચિન વિસ્તારમાં બે જૂથના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. સચિન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. અનિલ કોળી અને તેના સાગરીતો દ્વારા સ્લમ બોર્ડ વિસ્તારમાં અમિત ભરવાડ પર હુમલો કરવામાં આવ્યો હતો. અમિત ભરવાડ અને અનિલ વચ્ચે જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હુમલો થતાં જ બાઈક પર આવેલા યુવાનો નાસતા ભાગતાં જોવા મળ્યાં હતાં. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

  1. Surat Crime News : દેલાડ ગામે પાણીના છાંટા ઉડવા જેવી બાબતે યુવકને માર માર્યો, સીસીટીવી કેમેરામાં ઘટના કેદ
  2. Surat Crime News : મોંઘી દારૂની બોટલો ખેપ મારવા બુટલેગરો નવી તરકીબ, વેસુ પોલીસે ભાંડો ફોડ્યો

ABOUT THE AUTHOR

...view details