ગુજરાત

gujarat

Surat Crime : કડોદરામાં કોપર સ્ક્રેપની દિલધડક લૂંટ, જીએસટીએ જપ્ત કરેલો કરોડનો જથ્થો લૂંટી ગયાં

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 7:54 PM IST

કડોદરાની એક ફેક્ટરીમાં લૂંટારુઓએ મેનેજર અને વોચમેન સહિતના સ્ટાફને બંધક બનાવી 1 કરોડથી વધુની સનસનીખેજ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ ટ્રક લઈને આવ્યા હતાં અને જીએસટી વિભાગે સીઝ કરેલ કોપરના જથ્થામાંથી 17 ટન જથ્થો લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં.

Surat Crime : કડોદરામાં કોપર સ્ક્રેપની દિલધડક લૂંટ, જીએસટીએ જપ્ત કરેલો કરોડનો જથ્થો લૂટી ગયાં
Surat Crime : કડોદરામાં કોપર સ્ક્રેપની દિલધડક લૂંટ, જીએસટીએ જપ્ત કરેલો કરોડનો જથ્થો લૂટી ગયાં

સુરત ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ

સુરત : સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ ધનલક્ષ્મી મેટલ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં લૂંટારુ ત્રાટક્યા હતા. લૂંટારુઓએ કંપનીના મેનેજર, વોચમેન સહિત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ધારદાર હથિયારની અણીએ બંધક બનાવી રૂ. 1 કરોડના કોપર સ્ક્રેપની દિલધડક લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ઘટના અંગે જાણ થતાં જ કડોદરા જીઆઇડીસી સહિત સુરત ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ફેક્ટરી માલિકની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. પોલીસે ફેકટરી માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ ગુનો ઉકેલવા માટે અલગ અલગ ટીમો કાર્યરત છે...હિતેશ જોયસર (સુરત જિલ્લા પોલીસ વડા)

10થી 15 લૂંટારું ધસી આવ્યાં :કડોદરામાં સિમેન્ટ ફેક્ટરીની પાછળ આવેલી ધનલક્ષ્મી મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધ્યરાત્રિ બાદ એકાદ વાગ્યાના અરસામાં 10 થી 15 લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. ગભરાયેલા વોચમેને અનુપભાઈએ તાત્કાલિક ફેક્ટરીના રૂમમાં જ પરિવાર સાથે રહેતા મેનેજર ઉમાશંકર કશ્યપના રૂમનો દરવાજો ખખડાવી ચોર ચોરની બૂમો પાડતા મેનેજર અને તેમનો પરિવાર જાગી ગયો હતો. દરવાજો ખોલતા જ વોચમેન અનુપની પાછળ આવેલા ચાર અજાણ્યા ઇસમોએ અનુપ અને ઉમાશંકરને ધારિયું બતાવી તેમના હાથ બાંધી રૂમમાં પૂરી દીધા હતા.

1 કરોડના કોપર સ્ક્રેપની દિલધડક લૂંટ

ટ્રક લઈને આવ્યા હતાં :ત્યારબાદ અન્ય સ્ટાફ સુનીલ ચંદ્રશેખર ગુપ્તા, આશિષ ગયાપ્રસાદ પ્રજાપતિ તથા કાલીશંકર અને રામખીલવાન કશ્યપને પણ પકડી લાવી તેઓના પણ હાથ પગ બાંધી રૂમમાં પૂરી દીધા હતા. રૂમની બહાર એક એક માણસો ધારિયું લઈને ઊભા રહી ગયા હતાં અને કોઈ અવાજ કરોગે તો આપકો જાન સે માર દેંગે એવી ધમકીઓ આપવા લાગ્યા હતાં. ત્યારબાદ 10થી 15 ઇસમો ફેક્ટરીમાં રાખેલ 17 ટન જેટલો કોપર સ્ક્રેપ ટ્રકમાં ભરી નાસી છૂટ્યા હતાં. તેમજ સ્ટાફના પાંચ જેટલા મોબાઇલ મળી કુલ 1 કરોડથી વધુની લૂંટ કરી નાસી છૂટ્યા હતાં.

પોલીસ દોડતી થઈ : લૂંટારુઓ નાસી છૂટ્યા બાદ ઉમાશંકરની પત્ની ગીતા, અનુપની પત્ની શિવલી, કાલીચરણની પત્ની સાવિત્રી રૂમનો દરવાજો ખોલી તમામના હાથપગ છોડ્યા હતાં. ત્યારબાદ ઉમાશંકરે સમગ્ર ઘટના અંગે ફેક્ટરી માલિક રાજ હુકમીચંદ કોઠારી (રહે2/એબી સિદ્ધકૃતિ એપાર્ટમેન્ટ, મેન્ટ સરેલાવાડી, ઘોડદોડ રોડ, સુરત, મૂળ રહે ફતેહપુર, ખમનોરમ, જી. રાજસમંદ, રાજસ્થાન)ને જાણ કરી હતી. લૂંટ થઈ હોવાની જાણ થતાં જ કડોદરા જીઆઇડીસી પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસ પણ દોડતી થઈ હતી અને લૂંટારુઓનું પગેરું શોધવાની શરૂઆત કરી હતી. પોલીસે રાજ કોઠારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જીએસટીએ સીઝ કરેલા જથ્થાની લૂંટ : ફેક્ટરીમાં જે કોપરનો જથ્થો હતો તે જથ્થો જીએસટી વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલો હતો. આ સીઝ જથ્થામાંથી જ લૂંટારુઓ 17 ટન જેટલા કોપરના જથ્થાનો લૂંટ કરી ગયા હતાં. લૂંટારુઓ ટ્રક લઈને આવ્યા હતાં અને ત્રણથી ચાર કલાક સુધી ત્યાં રહીને આરામથી લૂંટ ચલાવી હતી.

  1. Junagadh Crime : કેશોદ નજીક આંગડિયા પેઢીના સંચાલક લૂંટાયા, 12 લાખની લૂંટના કેસમાં પોલીસે હાથ ધરી તપાસ
  2. Narmada Crime News : નર્મદામાં તીક્ષ્ણ હથિયારની અણીએ 20 લાખની ચકચારી લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
  3. Surat Crime News: JCBથી ઓફિસને ભોંયભેગી કરીને કાટમાળ, ફર્નિચર, પતરાની લૂંટ ચલાવી

ABOUT THE AUTHOR

...view details