ગુજરાત

gujarat

Surat Crime ફ્રી ફાયર ગેમના કારણે કિશોરે ગુમાવ્યો જીવ, મિત્રએ ભાઈ સાથે મળી માર્યો ઢોર માર

By

Published : Jan 21, 2023, 6:39 PM IST

સુરતમાં ફ્રી ફાયર ગેમના (Free Fire game) ઝઘડામાં એક કિશોરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કિશોરના મિત્રએ પોતાના ભાઈ સાથે મળીને આ કિશોરની હત્યા કરી (Due to Free Fire game friend attacked minor child ) હતી. આ મામલે કિશોરની માતાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Surat Crime ફ્રી ફાયર ગેમના કારણે કિશોરે ગુમાવ્યો જીવ, મિત્રએ ભાઈ સાથે મળી માર્યો ઢોર માર
Surat Crime ફ્રી ફાયર ગેમના કારણે કિશોરે ગુમાવ્યો જીવ, મિત્રએ ભાઈ સાથે મળી માર્યો ઢોર માર

સુરતઃવર્તમાન ડિજિટલ યુગમાં લોકોને ઓનલાઈન અને ઓફલાઈન ગેમ્સનો અનોખો ચસ્કો લાગ્યો છે. તેના કારણે તો કેટલીક વાર ગુનાઓ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં. શહેરના ઉન ભીંડી બજારમાં 3 મહિના પહેલા ગેમ બાબતે એક કિશોરનો મિત્ર સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મિત્રએ કરાટેના જાણકાર પોતાના ભાઈ સાથે મળી યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. તો પોલીસે આ મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે કિશોરની માતાએ આરોપી બંને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોPorbandar murder case પોરબંદરમાં સામાન્ય બોલાચાલી પહોંચી હત્યા સુધી, આરોપી જેલહવાલે

કિશોર બેભાન થઈ ગયો હતોઃ17મી ઓક્ટોબર 2022ના દિવસે શહેરના ઉન ભીંડી વિસ્તારમાં કિશોર પોતાના મિત્ર સાથે ફ્રી ફાયર ગેમ રમતો હતો, પરંતુ આ ગેમમાં બંને વચ્ચે હારજીત બાબતે ઝઘડો શરૂ થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ઝઘડો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કિશોર તે સમયે બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે સમયે પાંડેસરા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો હતો અને તેનો પોસ્ટમ રિપોર્ટ પેન્ડિંગ હતો.

આ પણ વાંચોHarsha Sanghvi vnsgu seminar : ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત હત્યા પ્રકરણ અંગે ગૃહપ્રધાનની પ્રતિક્રિયા

હારજીત બાબતે ઝઘડોઃઆ અંગે SP ઝેડ. આર દેસાઈએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે આરોપી 2 ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતક અને તેના મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમમાં હારજીત બાબતે ઝઘડો થયો હતોય એટલું જ નહીં, મિત્રએ તે સમયે તેના પૂત્રને અપશબ્દો બોલી ભાઈ સાથે માર માર્યો હતો. મૃતકની માતા મુજબ આરોપીનો ભાઈ કરાટેમાં જાણકાર છે.

પોલીસે શરૂ કરી કાર્યવાહી તપાસમાં બહાર આવ્યું હતું કે, કરાટેના જાણકાર આરોપીના ભાઈએ મૃતકને માર માર્યો હતો. મૃતકની માતાએ જણાવ્યું હતું કે, ફ્રી ફાયર ગેમના વિવાદમાં બંને ભાઈઓએ તેને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ અને માતાએ આપેલી ફરિયાદના આધારે બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

ABOUT THE AUTHOR

...view details