ગુજરાત

gujarat

Surat News: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર ગંભીર આક્ષેપો કરનાર જિનેન્દ્ર શાહની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

By

Published : Jul 27, 2023, 4:05 PM IST

સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે રૂપિયા આઠ કરોડ વસૂલવા અંગે આક્ષેપો કરનારા અમદાવાદના જિનેન્દ્ર શાહની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સી.આર.પાટીલ સામે ગંભીર આરોપ મુકતા વિડીયો વાયરલ કરનાર જિનેન્દ્ર શાહ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ત્રણ દિવસ રિમાન્ડ પર છે. જ્યારે શાહને મદદ કરનારા વિજયસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર ગંભીર આક્ષેપો કરનાર જિનેન્દ્ર શાહની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર ગંભીર આક્ષેપો કરનાર જિનેન્દ્ર શાહની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

સુરત: વિધાનસભાની ચૂંટણી સમયે અમદાવાદના જિનેન્દ્ર શાહએ ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને જણાવ્યું હતું કે 80 કરોડ પાર્ટી ફંડ ઉઘરાણી તેને સીઆર પાર્ટીને આપ્યું હતું. તેમાંથી વાયદા અનુસાર 10% લેખે 8 કરોડ કમિશન આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં તેને ધમકાવવા માણસો મોકલવામાં આવે છે. જિનેન્દ્ર સાહેબ કોઈપણ પ્રકારના આધાર કે પુરાવા વગર આક્ષેપો કર્યા હતા. જેથી સુરતના ભટાર રોડ ખાતે રહેતા ભાજપ યુવા મોરચાના મંત્રી નિલેશ ઠાકોરે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં જિનેન્દ્ર શાહ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

વિડિયો વાયરલ:ફરિયાદમાં નિલેશ ઠાકોરએ જણાવ્યું હતું કે, "30 મી ઓગસ્ટ વર્ષ 2022ના રોજ તેમને વોટ્સએપ ઉપર એક લિંક સાથે વિડીયો મળ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો 80 કરોડનો કાંડ એવું લખેલું હતું. આ વીડિયોમાં જિનેન્દ્ર શાહ જણાવી રહ્યો હતો કે હું વીડિયો બનાવી જે વાત કહેવા માગું છું તે ખૂબ જ ગંભીર છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને તેઓ કઈ રીતે આ ભ્રષ્ટાચાર ના પુરાવા નાશ કરી રહ્યા છે તે અંગે હું વિડિયો થકી લોકોને જણાવવા માંગીશ".

ગુનો નોંધવામાં આવ્યો: નિલેશ ઠાકોર એ જણાવ્યું હતું કે, જિનેન્દ્ર શાહે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર સી.આર. પાટીલને બદનામ કરવા તેમજ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી તેમને રાજકીય હેતુ પાર પાડવા માટે આ ષડયંત્ર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય આ છે કે વિડીયો વાયરલ કરાયા ના 11 મહિના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જિનેન્દ્ર શાહ સામે ઇન્ડિયન પીનલ કોર્ટની કલમ 384, 469, 500, 504 તથા 501 બી અનુસાર ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ કરાઈ: સુરત ક્રાઈમ બ્રાન્ચએ તેની ધરપકડ પણ કરી છે. ત્રણ દિવસના રિમાન્ડ પર ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલ એફ આઈ આર મુજબ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પર ગંભીર આક્ષેપ મામલે સુરત ભાજપ યુવા મોરચાના મંત્રી નિલેશ ઠાકોરે અમદાવાદના જિનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની તપાસ બાદ જિનેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે. જ્યારે તેની મદદ કરનાર વિદેશી રાજપૂત સામે પણ ફરિયાદ કરાઈ છે.

  1. Surat Crime News : સરેઆમ આશાસ્પદ યુવકની ચકચારી હત્યા, હત્યારા વોન્ટેડ બુટલેગરનો ગુનાહિત ઈતિહાસ
  2. Surat News : સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નોંધાયું, મહિલાએ ઝેરી મેલેરિયાથી દમ તોડ્યો

ABOUT THE AUTHOR

...view details