ગુજરાત

gujarat

Surat mobile snatching: Bcomની ડિગ્રી ધરાવનારે કોંગ્રેસના ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ચોર્યો

By

Published : Jun 28, 2023, 11:33 AM IST

ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઇલ સ્ટેચિંગ કરનાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આખરે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સૌરભ મુન્દ્રા નામના યુવકની ધરપકડ કરી મોબાઈલ પણ કબજે કર્યો છે.

Surat mobile snatching: Bcomની ડિગ્રી ધરાવનારે કોંગ્રેસના ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ચોર્યો
Surat mobile snatching: Bcomની ડિગ્રી ધરાવનારે કોંગ્રેસના ધારાસભ્યની પત્નીનો મોબાઇલ ચોર્યો

સુરત: કોંગ્રેસના ધારાસભ્યની પત્ની પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીની આખરે ઉમરા પોલીસે ધરપકડ કરી છે. ધારાસભ્ય તુષાર ચૌધરીની પત્ની દિપ્તી ચૌધરી પાસેથી મોબાઈલ આંચકી લેનાર યુવક એમ.એસ.યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે પરંતુ નશાની લતના કારણે તેણે શહેરમાં મોબાઈલ છીનવી લેવાના બનાવોને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસે તેને સીસીટીવી ફૂટેજ ના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાળા રંગની મોપેડ ઉપર આવેલા અજાણ્યા ચોર: તારીખ 23મી જૂન ના રોજ ડોક્ટર દિપ્તીબેન ચૌધરી ઘોડદોડ વિસ્તાર ખાતે આવેલા આધારશીલા એપાર્ટમેન્ટ કેનોપસ મોલની સામે સર્વિસ રોડ પર ચાલી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ કાળા રંગની મોપેડ ઉપર આવેલા અજાણ્યા એ સમયે તેમના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરી નાસી ગયો. આ અંગે ડોક્ટર દીપ્તિબેન તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડોક્ટર દિપ્તીબેન ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર પટેલ ની પત્ની છે. ડોક્ટર તુષાર પટેલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છે અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે.

પોલીસે અલગ અલગ ટીમ પણ બનાવી હતી: ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઇલ સ્ટેચિંગ કરનાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આખરે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી સૌરભ મુન્દ્રા નામના યુવકની ધરપકડ કરી મોબાઈલ પણ કબજે કર્યો છે. 27 વર્ષીય આરોપી સુરત શહેરના સારોલી વિસ્તારમાં રહે છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમ પણ બનાવી હતી અને આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને નશાની લત લાગી ગઈ હતી જેના કારણે સહેલાઈથી પૈસા મળી શકે આ માટે તે મોબાઇલ સ્નેચિંગ કરતો હતો. આરોપી વડોદરાના એમએસ યુનિવર્સિટી માંથી બીકોમની ડિગ્રી ધરાવે છે. મોબાઈલ સ્નેચિંગના દિવસે તેને એક જ દિવસમાં બે મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ:સમગ્ર મામલે તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન.ચૌહાણના જણાવ્યા મુજબ ફરિયાદી ડોક્ટર દીપ્તિ ચૌધરીએ જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન જોગર્સ પાર્ક નજીકથી અજાણ્યા ઈસમ દ્વારા તેમના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગ કરવામાં આવી છે. ફરિયાદ લીધા પછી સીસીટીવી ફૂટેજના આધારે અમે આરોપી સુધી પહોંચ્યા હતા અને તેની પાસેથી આઇફોન મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

  1. Ahmedabad Crime News: ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી લાખોના દાગીના લૂંટતી ઈરાની ગેંગ ઝડપાઈ
  2. Amreli Murder: માતા પુત્રની હત્યામાં અમરેલી SPએ 11 ટીમો બનાવી હત્યારાને શોધવા કવાયત
  3. Coast guard resque: પોરબંદરથી 90 નોટિકલ માઈલ વિદેશી શિપના કેપ્ટનને એટેક આવતા કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું

ABOUT THE AUTHOR

...view details