ગુજરાત

gujarat

Surat News : દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ

By

Published : Mar 21, 2023, 11:12 AM IST

દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. સુરતની VNSGUએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા નવયુગ કોલેજને મંજૂરી આપી છે. આ કોર્સ કોણ કરી શકે, કેટલી ફીસ, કેટલા સમયમાં થાય છે જૂઓ.

Surat News : દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ
Surat News : દેશમાં પહેલીવાર કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ

સુરતની VNSGUએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

સુરત : દેશમાં પહેલીવાર સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવતી નવયુગ કોલેજને આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સ કર્યા બાદ અગ્નિપથ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ત્રણેય શાખામાં ભારતી માં મદદરૂપ થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે એ માટે વર્તમાન સમયની જરૂરિયાતને જોતા VNSGUએ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ શરૂ કર્યા છે.

નવયુગ કોલેજને મંજૂરી : યુનિવર્સિટીએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે નવયુગ કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતના યુવક યુવતીઓ ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓને તેની માટે જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન ના અભાવે તેઓ જઈ શકતા નથી. જેને લઈને હવે આ કોર્સ થકી તેઓને જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે.

આ કોર્સ કોણ કરી શકે : આ બાબતે VNSGUના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નિયમ 2020 મુજબ સુરત VNSGUમાં 250 કરતા વધારે કોર્ષની માન્યતાઓ આપી છે. જેને કારણે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1 કરોડ 40 લાખ લોકોને સ્કિલ અને રોજગારીમાં પરિવર્તન થાય તેના ભાગરૂપે આ કોલેજ નવયુગ કોમર્સ કોલેજ સુરતની અંદર અગ્નિપથ યોજનાની અંદર વધારે વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ કરી શકશે.

કેટલું પ્રેક્ટીકલ કેટલું થિયરી હશે :વધુમાં જણાવ્યું કે, આ કોર્સમાં 80 ટકા જેટલું પ્રેક્ટીકલ હશે અને 20 ટકા જેટલું થિયરી હશે. તેમજ કોલેજ દ્વારા અલગ અલગ સેનાના જવાનોને સંપર્ક કરીને એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે થકી કોર્સ કરનાર વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. તે ઉપરાંત આ કોર્સના લીધે દક્ષિણ ગુજરાતના લોકો જે રીતે ભારતીય સૈન્યમાં ઓછા લોકો જાય છે. તે રીતે આ કોર્સ કરવાને કારણે આપ મેળે લોકોને લાભ થશે. આ કોર્સ માટે 3600 રૂપિયા જેટલી ફીસ રાખવામાં આવી છે. જો ફેરફાર કરવાનું હશે તો કોલેજ આ કોર્સની અંદર ફેરફાર પણ કરી શકશે.

કેટલા કલાકનો રહેશે કોર્સ : આ બાબતે નવયુગ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.વિનોદ પટેલે જણાવ્યું કે, આ વર્ષથી અમે નવા કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ભારત દેશના અનેક યુવાન અને યુવતીઓ છે. જેઓને ભારતીય સૈન્યમાં જવું હોય તો તેની માટે તેઓને કોઈ તાલીમ મળતી નથી. તો અમે આ રીતે એક નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કોર્સ 45 કલાકનો રહેશે. એટલે કે આ કોર્સ એક મહિના સુધી ચાલશે. યુવક અને યુવતીઓ બંને આ કોર્સ કરી શકે છે. આ કોર્સમાં 80 ટકા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે અને 20 ટકા જેટલું રિટર્ન ટેસ્ટ લેવામાં આવે તેવી તૈયારીઓ કરવામાં આવશે.

કેટલા વર્ષના લોકો આ કોર્સ કરી શકે : વધુમાં જણાવ્યું કે,તે ઉપરાંત આ કોર્સમાં 17થી 23 વર્ષ સુધીના યુવક યુવતીઓ કરી શકશે. આ કોર્સનું આજથી જ શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આજે 10થી 15 જેટલા યુવક યુવતીઓએ એડમિશન લીધું છે. ગુજરાતના યુવાનો ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. પછી તે યુવાનો ગામડાના હોય કે પછી શહેરના હોય તો ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેઓને આ માટે પ્લેટફોર્મ મળી રહ્યું નથી. તેઓને ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહ્યું નથી. તો હવે નવી કોલેજ દ્વારા આ કોર્સ થકી તેઓને ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવશે.

આ પણ વાંચો :Gujarat Budget Session 2023: સરકારના પૈસે ડોકટરો બની ગ્રામીણક્ષેત્રમાં સેવા કરવામાં નનૈયો, 359 ડૉકટર હાજર ન થયા

સફળતા પ્રાપ્ત કરશે : વધુમાં જણાવ્યું કે, આ કોર્સ માટે અમને યુનિવર્સિટી દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેની માટે યુનિવર્સિટી આ કોર્સના સર્ટિફિકેટ આપવાની મંજૂરી પણ બતાવી છે. જેને લઈને અમને વિશ્વાસ છે કે, દક્ષિણ ગુજરાતના કે પછી ગુજરાતના યુવક યુવતીઓ આ કોર્સમાં પોતાનો સહયોગ આપશે. તેમનું જે સપનું છે કે, ભારતીય સૈન્યમાં જઈને દેશની સેવા કરવાની છે. એમાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરશે.

આ પણ વાંચો :Surat News : મોબાઇલમાં ગેમ રમતાં કોલેજીયન નીચે પટકાયો, એકના એક દીકરાને ગુમાવતાં માતાપિતા

કેટલી ફીસ : વધુમાં જણાવ્યું કે, આ કોર્સ શરૂ કરવા પાછળનું કારણ એ છે કે, અમને ઘણી બધી જગ્યાઓથી કહેવામાં આવ્યું હતું કે,આ પ્રકારનો એક કોર્સ શરૂ કરવામાં આવે તે ઉપરાંત સુરતમાં ફ્રી મિલેટ્રીની ટ્રેનિંગ આપનાર વિરેનભાઈ એ પણ મને જણાવ્યું હતું. તેમની સાથે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ આ મામલે યુનિવર્સિટી સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. અમે અમારા એકેડમીકના ડો.મેહુલ શાહ તેઓ પણ આ કોર્સને લઈને ખૂબ જ ચિંતિત હતા. આ કોષમાં શરૂઆતમાં અમે 3600 રૂપિયા જેટલી ફીસ નક્કી કરવામાં આવી છે. કારણ કે ટ્રેનિંગ માટેનું જે સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમાં કેટલા ખર્ચો પણ થશે. આર્મીના રીટાયર્ડ અધિકારીઓને પણ આ કોર્ષમાં જોડીશું. જેથી તેઓ પોતાનો અનુભવ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપશે.

ABOUT THE AUTHOR

...view details