ગુજરાત

gujarat

Surat Accident News : સરકારી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 7:58 PM IST

કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ નજીક આજરોજ બપોરના સમયે સરકારી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે સરકારી બસમાં સવાર 10 લોકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક થઈ ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા ન હતા.

Surat Accident News
Surat Accident News

સરકારી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત

સુરત :જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ નજીક સરકારી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક કારચાલકને બચાવવા જતાં સરકારી બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બસ સામેના ટ્રેક પર ઘુસી કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઇ હતી.

ગોઝારો અકસ્માત : અકસ્માતના કારણે સરકારી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108 ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક થઈ ગયો હતો. સ્થળ પર સ્થાનિક પોલીસ અને NHAI વિભાગની ટીમે પહોંચી ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી હાથ ધરી હતી. જોકે અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિના સમાચાર ન મળતાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માતની ઘટનાને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ક્રેન બોલાવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ખેંચવામાં આવ્યા હતા. --રીન્કુભાઈ (સુપર વાઈઝર, NHAI)

હિટ એન્ડ રન : થોડા દિવસ અગાઉ પણ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. કામરેજ પોલીસની હદમાં નવી પારડી ગામની સીમમાં પશુનો ચારો લેવા માટે નવી પારડી ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ વસાવા જઈ રહ્યા હતા. તેઓ અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ડોકર ખાડી પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે હાઇવે ઉપર પુરપાટ જઈ રહેલા અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરપાટ અને ગફલતભરી રીતે હાંકી ભરત વસાવાને અડફેટે લીધા હતા. જેમાં તેઓને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતા કામરેજ પોલીસે અજાણ્યા કસૂરવાર વાહનચાલક વિરૂધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

  1. Surat Accident News : ઓલપાડ તાલુકામાં ટ્રક અડફેટે આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું
  2. Surat Accident News : ઝંખવાવ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, એક યુવકનું મોત

ABOUT THE AUTHOR

...view details