ગુજરાત

gujarat

Surat Accident News : અંત્રોલી વેલંજા રોડ પર બેફામ પીક અપ ચાલક, દંપતિ સહિત 4નાં મોત

By

Published : Feb 27, 2023, 7:22 PM IST

કામરેજના અંત્રોલી વેલંજા રોડ પર બેફામ વાહન હંકારતાં પીકઅપ ચાલકે એક રાહદારીને કચડી નાખ્યો હતો. જ્યારે બે બાઇક સવાર પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ઇજાગ્રસ્ત દંપતિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આમ કુલ ચાર લોકોના મોત થયા હતા.

Surat Accident News : અંત્રોલી વેલંજા રોડ પર બેફામ પીક અપ ચાલક, દંપતિ સહિત 4નાં મોત
Surat Accident News : અંત્રોલી વેલંજા રોડ પર બેફામ પીક અપ ચાલક, દંપતિ સહિત 4નાં મોત

DYSPએ ઘટના સ્થળની મુલાકાત કરી હતી

સુરત : કામરેજના અંત્રોલી વેલંજા રોડ પર બેફામ બનેલા પીકઅપ ચાલકે ડીવાઈડર કુદાવી સામેના ટ્રેક પર રાહદારીને કચડી માર્યો હતો. આ અકસ્માતમાં બે બાઈક સવાર પૈકી એકનું ઘટના સ્થળે અને ઇજાગ્રસ્ત દંપતિનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયું હતું. આમ આ અકસ્માતમાં બેફામ બનેલા પીક અપ વાન ચાલકે કુલ ચાર વ્યક્તિઓને અડફેટે લેતાં તેના મોત નિપજાવ્યાં હતાં.

ઘટનાની વિગતસુરતના પુણા વિસ્તારમાં રહેતા ધ્રુમિલ કથીરીયા તેમના મિત્ર સહિત ત્રણ બાઈક પર સવાર માંગરોલના લીંડીયાત ખાતેના ફાર્મ હાઉસ પરથી પરત ફરી રહ્યા હતા. જેમાં બાઈક સવાર દંપતિ, અજાણ્યા રાહદારી તેમજ અન્ય બાઈક સવારને પીક અપ ચાલકે અડફેટે લેતાં તેમના મોત નિપજ્યા હતાં. વેલંજા તરફથી આવી રહેલા પીક અપ ચાલકે ડીવાઈર કુદાવતા રાહદારીને કચડી મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ બે બાઈકને અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે જ તેમજ અન્ય બાઈક સવાર દંપતિનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતાં મૃત્યુ આંક ચાર પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો Surat Accident: સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકોનું સુરતથી નવસારી હાઇવે ઉપર અકસ્માત થતા બંને યુવકોનું મોત

મૃતકોની વિગતપ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણાગામ વિસ્તારની મહાવીરનગર સોસાયટી ખાતે રહેતા ધ્રુમિલ જેરામભાઈ કથીરીયા રવિવારના સાંજે સાતેક વાગ્યા આસપાસ તેમના મિત્રો મિલનભાઈ,પૃથ્વીભાઈ, વિરેંનભાઈ, વિપુલભાઈ તેમજ વિપુલભાઇના પત્ની ગીતાબેન સાથે અલગ અલગ બાઈક પર માંગરોલ તાલુકાના લીંડીયાત ખાતેના ફાર્મ હાઉસ પરથી સુરત પરત ફરી રહ્યા હતા. ત્યારે અંત્રોલી રોડ પર વેલંજા તરફથી પુરપાટ ઝડપે બેફામ હંકારી આવેલા માતેલા સાંઢની જેમ ડીવાડર કુદાવી સામેના ટ્રેક પર આવી પડેલા પીક અપ નંબર RJ19GF-8840ના ચાલકે રાહદારીને કચડી મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે બાઈક નંબર GJ05LS-6601 અડફેટે લેતાં તેના પર સવારનું મોત નિપજ્યું હતું.જ્યારે ધ્રુમિલ કથીરીયા સાથે બાઈક નંબર GJ 05NG-8423 પર પરત ફરી રહેલા દંપતિ વિપુલભાઈ તેમજ પત્ની ગીતાબેન પણ તેની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતગ્રસ્ત વાહનો

કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇગંભીર ઇજાગ્રસ્ત દંપતિને 108 મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં દંપતીને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગીતાબેન વિપુલભાઈ ગોહિલ તેમજ વિપુલભાઈ ગોહિલ બંને પતિ પત્નીના મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટના અંગે સુરતના પુણાગામ વિસ્તારની મહાવીર નગર સોસાયટી ખાતે રહેતા ધ્રુમિલ જેરામભાઈ કથીરિયાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે પીક અપ નંબર RJ19GF- 8840 ના વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો Accidental Death in Surat : સુરતમાં સિટી બસે માતાપુત્રીને અડફેટે લીધી, એકનું મોત

DYSPએ ઘટના સ્થળની મુલાકાત કરી સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર અને કામરેજ પોલીસ મથકના પીઆઈ આર બી ભટોળએ ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સુરત ગ્રામ્ય DYSP બી કે વનારએ જણાવ્યું હતું કે બનેલી આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. એક યુવકને ઇજા થઇ છે અક્સ્માત સર્જી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો સ્થળ પરથી ક્લીનર ઝડપાયો હતો. ક્લીનરની પૂછપરછના આધારે ટેમ્પો ચાલકની ઓળખ હાલ થઈ છે. પોલીસે ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details