ગુજરાત

gujarat

સ્માર્ટ સિટીમાં સરકારી સાયકલોની 'ડર્ટી' હાલત, વાંચો આ અહેવાલ...

By

Published : Oct 5, 2019, 5:01 PM IST

સુરત: મહાનગરપાલિકાના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ હેઠળ 40 સાયકલો હાલ સ્ટેન્ડ પર પડી છે અને એક સાઇકલની કિંમત આશરે 60 હજાર જેટલી છે. પરંતુ આ સાઇકલની સ્થિતિ જોઈ તમે પણ સમજી જશો કે, વિદેશમાં ચાલતાં પ્રોજેક્ટને જોઈ સાઇકલો તો મંગાવી લેવામાં આવી. પરંતુ વિદેશોની જેમ સાયકલોનું મેન્ટેનન્સ અહીં થતુ નથી. આ વાત ત્યારે સામે આવી જ્યારે આ પ્રોજેકટ હેઠળ આવનાર દિવસોમાં વધુ 800 જેટલી સાઇકલ પાલિકા શહેરના 36 સ્ટેન્ડ પર મૂકવામાં આવી હતી.

etv bharat

પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક નિયમનના નામે સુરત મહાનગર પાલિકાએ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ માટે સરકારની અમૃત મિશન યોજના હેઠળ 8.70 કરોડની ગ્રાન્ટ મેળવી હતી. પ્રોજેક્ટ મુજબ પ્રથમ તબક્કામાં 40 જેટલી સાઇકલો પણ આવી ગઈ. તેમજ GPS સહિત અન્ય સુવિધાઓથી સજ્જ સાઈકલની વાત કરીએ તો એના પાર્ટ જર્મની અને તાઇવાનની કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ખાસ સાઇકલની કિંમત આશરે 60 હજારથી વધુ છે. વાત આ સાઇકલની ખાસિયતની નથી પરતું હાલની સાયકલની સ્થિતિ શું છે એ અંગેની છે.

સ્માર્ટ સિટીની સ્માર્ટ સાઇકલની સ્થિતિ દયનીય હાલતમાં

આ સાયકલો માટે સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર જ સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટેન્ડ એવી જગ્યા છે કે, સામાન્ય નાગરિકોને આ અંગે પહેલી વારમાં ખબર ન પડે કારણ કે, આ પાર્કિંગ એરિયાની અંદર આવે છે. આ વાત થઈ સ્ટેન્ડની હવે વાત સાઈકલની સ્થિતિ ઉપર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જેને આઠ મહિના થઈ ગયા છે. હાલ કેટલીક સાઇકલો ઉપર નજર ગઈ તો ખબર પડી કે કેટલીક સાયકલોની રીંગ નીકળી ગઈ છે. જેથી સાફ ખબર પડે છે કે, સાઇકલોનું મેન્ટેનન્સ સારી રીતે કરવામાં આવી રહ્યું નથી.

વિદેશોમાં સાયકલ શેરીંગ પ્રોજેક્ટથી પ્રભાવિત થઈ સ્માર્ટ સિટીના પાલિકાના સંચાલકો આ સ્માર્ટ સાઇકલ સુરત તો લઇ આવ્યા. પરંતુ તેના મેન્ટેનન્સના નામે કામગીરી શૂન્ય છે. જો કે, આવનાર દિવસોમાં 36 સાઈકલ સ્ટેન્ડ પર 800 જેટલી સાઇકલો મુકવામાં આવશે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, જે અગાઉ 40 જેટલી સાઇકલો મૂકવામાં આવી હતી. તેના મેન્ટેનન્સ નુ શું ? સુરતના ચોક વિસ્તારમાં વધુ એક સાઇકલ સ્ટેન્ડ પર નજર ગઈ ત્યારે ખબર પડી કે સ્ટેન્ડની ડિઝાઇનમાં જ ખામી છે. સાઈકલ 24 કલાક તડકા ,વરસાદ અને ધૂળમાં પડી રહે છે. તેમજ સ્ટેન્ડની જે છત છે તે સાઇકલથી ખૂબ જ દૂર છે. આ સમગ્ર બાબતે મેયર જગદીશ પટેલે જણાવ્યુ હતું કે, જો આવી ખામીઓ હશે તો આ બાબતે તપાસ કરવામાં આવશે.

અમદાવાદ રાજકોટમાં પણ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, તેને પણ અપેક્ષા કરતાં સારું પ્રોત્સાહન મળ્યુ નથી. અને હાલ જ્યારે સુરતમાં વધુ 800 સાયકલો આવવાની છે. તો તેની સ્થિતિ કેવી થશે તેનો અંદાજ અત્યારથી જ આવી જાય છે. હાલ વાત કરીએ તો 40 સાયકલોમાંથી રોજ 10 થી 12 જેટલી સાઇકલોનો વપરાશ શહેરીજનો કરી રહ્યા છે.

ત્યારે વિપક્ષે આ પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવ્યો હતો. વિપક્ષ નેતા પપન તોગડીયાએ પ્રશ્ન ઉભો કર્યો છે કે, માત્ર સાયકલ લાવીને અને પોતાનું કાર્ય બતાવનાર સત્તા પક્ષના લોકો આ સાઇકલની સંભાળ કરવામાં અને સાયકલ સ્ટેન્ડ બનાવવામાં નિષ્ફળ ગયા છે.
આ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ માટે પહેલા શહેરીજનોને મોબાઇલ પર એપ ડાઉનલોડ કરવી પડે છે. અને ત્યારબાદ 500 રૂપિયા ડિપોઝીટ ભરવી પડતી હોય છે. બાદમાં બારકોડ મેળવીને આ સાઈકલથી તેઓ પોતાની સફર કરી શકે છે. જો કે, કેટલાક લોકો શિક્ષિત ના હોવાના કારણે આ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી.

Intro:સુરત : મહાનગરપાલિકાના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ હેઠળ 40 સાયકલો હાલ સાયકલ સ્ટેન્ડ પર પડી છે અને એક સાઇકલ ની કિંમત આશરે ૬૦ હજાર જેટલી છે.પરંતુ આ સાઇકલ ની સ્થિતિ જોઈ તમે પણ સમજી જશો કે વિદેશમાં ચાલતાં પ્રોજેક્ટને જોઈ સાઇકલો તો મંગાવી લેવામાં આવી પરંતુ વિદેશોની જેમ સાયકલો નુ મેન્ટેનન્સની અહીંથતુ નથી. આ વાત ત્યારે સામે આવી જ્યારે આ પ્રોજેકટ હેઠળ આવનાર દિવસોમાં વધુ 800 સાઇકલ પાલિકા શહેરના 36 સ્ટેન્ડ પર મૂકવા જઇ રહી છે.


Body:પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક નિયમનના નામે સુરત મહાનગર પાલિકાએ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ માટે સરકારની અમૃત મીશન યોજના હેઠળ 8.70 કરોડ ની ગ્રાંટ મેળવી હતી. પ્રોજેક્ટ મુજબ પ્રથમ તબક્કામાં ૪૦ જેટલી સાઇકલો પણ આવી ગઈ, જીપીએસ સહિત અન્ય સુવિધાઓ થી સજ્જ સાઈકલની વાત કરીએ તો એના પાર્ટ જર્મની અને તાઇવાન ની કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.આ ખાસ સાઇકલની કિંમત આશરે ૬૦ હજારથી વધુ છે હવે વાત તો આ સાઇકલ ની ખાસિયતની નથી હવે નજર કરીએ હાલની સાયકલની સ્થિતિ સુરતમાં શું છે ? સુરત મહાનગર પાલિકા કચેરીની બહાર જ આ સાયકલો માટે સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે.આ સ્ટેન્ડ એવી જગ્યા છે કે સામાન્ય નાગરિકોને આ અંગે પહેલી વારમાં ખબર જ ન પડે, કારણ કે આ પાર્કિંગ એરિયાની અંદર આવે છે. આ વાત થઈ સ્ટેન્ડની હવે વાત સાઈકલની સ્થિતિ ઉપર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હસ્તે આ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ જેને આઠ મહિના થઈ ગયા છે. હાલ કેટલીક સાઇકલો ઉપર નજર ગઈ તો ખબર પડી કે તેમને જંગ પણ લાગી ગયો છે. કેટલીક સાયકલો ની રીંગ સાયકલમાંથી નીકળી ગઈ છે જેથી સાફ ખબર પડે છે કે સાઇકલો નુ મેન્ટેનન્સ સારી રીતે કરવામાં આવી રહ્યું નથી.

વિદેશોમાં સાયકલ શેરીંગ પ્રોજેક્ટ થી પ્રભાવિત થઈ સ્માર્ટ સિટીના પાલિકાના સંચાલકો આ સ્માર્ટ સાઇકલ સુરત તો લઇ આવ્યા પરંતુ તેના મેન્ટેનન્સ ના નામે કામગીરી શૂન્ય છે.જોકે આવનાર દિવસોમાં 36 સાઈકલ સ્ટેન્ડ પર ૮૦૦ જેટલી સાઇકલો મુકવામાં આવશે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે જે અગાઉ 40 જેટલી સાઇકલો મૂકવામાં આવી છે તેના મેન્ટેનન્સ નુ શું ? સુરતના ચોક વિસ્તારમાં વધુ એક સાઇકલ સ્ટેન્ડ પર નજર ગઈ ત્યારે ખબર પડી કે સ્ટેન્ડની ડિઝાઇનમાંજ ખામી છે cycle 24 કલાક તડકા વરસાદ અને ધૂળ માં પડી રહે છે, સ્ટેન્ડની જે છત છે તે સાઇકલ થી ખૂબ જ દૂર છે.. આ સમગ્ર બાબતે મેયર જગદીશ પટેલે જણાવ્યુ હતુ કે જો આવી ખામીઓ હશે તો ચોક્કસથી તપાસ કરવામાં આવશે.

અમદાવાદ રાજકોટમાં પણ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો હતો જોકે તેને અપેક્ષા કરતાં સારું પ્રોત્સાહન મળ્યુ નથી અને હાલ જ્યારે સુરતમાં વધુ 800 સાયકલો આવવાની છે તો તેની સ્થિતિ કેવી થશે એનો અંદાજ અત્યારથી જ આવી જાય છે. હાલ વાત કરીએ તો 40 સાયકલો માંથી રોજ 10 થી 12 જેટલી સાઇકલો નો વપરાશ શહેરીજનો કરી રહ્યા છે.ત્યારે વિપક્ષે આ પ્રોજેક્ટ ને ફેલ ગણાવ્યો છે. વિપક્ષ નેતા પપન તોગડીયાએ પ્રશ્ન ઉભો કર્યો છે કે માત્ર સાયકલ લાવીને અને પોતાનું કાર્ય બતાવનાર સત્તા પક્ષના લોકો આ સાઇકલ ની સંભાળ કરવામાં અને સાયકલ સ્ટેન્ડ બનાવવામાં ફેલ ગયા છે.

Conclusion:આ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ માટે પહેલા શહેરીજનોને મોબાઇલ પર એપ ડાઉનલોડ કરવી પડશે અને ત્યારબાદ 500 રૂપિયા ડિપોઝિટ ભરવી પડેતી હોય છે અને ત્યારબાદ બારકોડ મેળવીને આ સાઈકલ થી તેઓ પોતાની સફર કરી શકે છે . જો કે કેટલાક લોકો શિક્ષિત ના હોવાના કારણે આ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી.. આટલી મોટી પ્રક્રિયા સાથે સાઈકલનુ ભાડું, પ્રથમ 30 મિનિટ માટે ફ્રી રહેશે

પ્રથમ 30 મિનિટ ફ્રી

30 મિનિટથી કલાક રૂા.5

2 કલાક રૂા.10

2 કલાકથી 3 કલાક રૂા.25

3 કલાકથી 4 કલાક રૂા.50

4 કલાકથી 6 કલાક રૂા.100

6 કલાકથી 8 કલાક રૂા.200

8 કલાકથી વધારે રૂા.350

બાઈટ : ડૉ જગદીશ પટેલ (મેયર)
બાઈટ: પપન તોગડીયા (વિપક્ષ નેતા)

ABOUT THE AUTHOR

...view details