ગુજરાત

gujarat

તંત્રની લાલ આંખ: ફાયર સેફ્ટી ન ધરાવતી 200થી વધુ મિલકતો સીલ

By

Published : Jan 8, 2023, 1:05 PM IST

Updated : Jan 8, 2023, 2:22 PM IST

હાઇકોર્ટમાં થયેલી PILને લઈ રિજનલ ફાયર ઓફીસ દ્વારા દક્ષિણ ગુજરાતની તમામ નગરપાલિકાને ફાયર સેફટી(Fire Safety Certificate) વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવા તાકીદ કરી(sealing of non fire safety properties in bardoli) હતી. જેના ભાગ રૂપે બારડોલી નગરપાલિકા દ્વારા આજ રોજ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી સાંજ સુધીમાં નગરપાલિકા વિસ્તારમાં 200થી પણ વધુ મિલકતો સીલ કરવામાં આવી(Sealed over 200 properties lacking fire safety) હતી.

Sealed over 200 properties lacking fire safety
Sealed over 200 properties lacking fire safety

Sealed over 200 properties lacking fire safety

બારડોલી: નગરપાલિકા દ્વારા શનિવારે બપોર બાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન (Fire Safety Certificate) ધરાવતી કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરવામાં આવી (sealing of non fire safety properties in bardoli) હતી. શહેરની મિલેનિયમ મોલ શોપિંગ સેન્ટર અને રવિરાજ કોમ્પ્લેકસની દુકાનો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 67 જેટલા કોમ્પ્લેક્સ પણ સીલ કરવામાં આવશે એમ નગરપાલિકાના સત્તાવાળાઓએ જણાવ્યુ (Sealed over 200 properties lacking fire safety)હતું.

પ્રાદેશિક અગ્નિશમન કાર્યાલય દ્વારા સૂચના આપવામાં આવી: ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી પીઆઇએલ 118/2020 અન્વયે તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા બાબતે કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડીંગોને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત જે બિલ્ડીંગોએ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી ન હોય તેમની સામે કડક કાર્યવાહી કરી બિલ્ડીંગ સીલ કરવા માટે પ્રાદેશિક અગ્નિશમન કાર્યાલય દ્વારા જેતે નગરપાલિકાને લેખિત સૂચના આપવામાં આવી હતી.

નોટિસ છતાં ફાયર સેફટી ન ઉભી કરનાર મિલકતો સામે કાર્યવાહી:જે સૂચનાને આધારે બારડોલી નગરપાલિકા દ્વારા શનિવારે બપોર બાદ નોટિસ છતાં ફાયર સેફ્ટી ઊભી ન કરનાર મિકલતોને સીલ કરવા માટે નીકળી હતી. બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા સૌ પ્રથમ સ્ટેશન રોડ પર આવેલા મિલેનિયમ મોલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં અંદાજિત તમામ 80 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજની બાજુમાં આવેલા રવિરાજ કોમ્પ્લેક્સમાં પણ નગરપાલિકા દ્વારા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Petition in Gujarat High Court : દેવ કોમ્પલેકસની આગ મુદ્દે અરજી, શી છે રજૂઆતો જાણો

શહેરમાં કુલ 67 મિલકતો સામે કાર્યવાહી કરાશે:બારડોલી શહેર વિસ્તારમાં આવી 67 જેટલી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટી અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું નથી. આ તમામ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. શનિવારે મોડીસાંજ સુધીમાં શહેરના ત્રણથી વધુ શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સની 200 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:Fire Safety Ceiling in Vadodara : બેદરકારી દાખવતા વડોદરાના સીતાડેલ કોમ્પ્લેક્સને ફાયર બ્રિગેડે સીલ કર્યું

રહેણાંક ઇમારતોને નોટિસ અપાશે: આ ઉપરાંત રહેણાક બહુમાળી ઇમારતોને પણ હાલ નોટિસ આપવામાં આવી રહી છે. જો તેમાં પણ અગ્નિશમનની સુવિધા ઉપલબ્ધ ન થાય તો રહેણાક ઇમારતોને પણ સીલ કરવામાં આવશે એમ બારડોલી ફાયર વિભાગના અધિકારી પીબી ગઢવીએ જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યુ કે ફાયર સેફ્ટીને વારંવાર નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે છતાં સુવિધા ઊભી નહીં થતાં પ્રાદેશિક કચેરીની સૂચના મુજબ સીલિંગ કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

Last Updated : Jan 8, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details