ગુજરાત

gujarat

સાયણ સુગરે ખેડૂતોને ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે 60 રૂપિયા ચૂકવવવાનું નક્કી કર્યું

By

Published : May 12, 2021, 8:47 AM IST

સુરતમાં સાયણ સુગરે ખેડૂત સભાસદોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સાયણ સુગર ખેડૂતોને પ્રતિ ટને શેરડીના 60 રૂપિયા ઇનસેન્ટિવનો વધારો આપશે. મે-2021માં શેરડી પિલાણ થવાની હોયએ તેવા ખેડૂતોને 140થી વધીને 200 ઇનસેન્ટિવ આપવામાં આવશે. સુગર મિલોમાં શેરડીની કાપણી લંબાતા ખેડૂત સભાસદોને વળતર પેટે વધારાનું ઇનસેન્ટિવ આપવાનું નક્કી કરાયું છે.

ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે 60 રૂપિયા ચૂકવવવાનું નક્કી કર્યું
ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે 60 રૂપિયા ચૂકવવવાનું નક્કી કર્યું

  • ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે નક્કી કર્યા મુજબ વધારાની રકમ આપવામાં આવી
  • ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે રૂપિયા 60નો વધારો આપવાનું નક્કી કર્યું હતુ
  • મજૂરોને કામગીરીમાં પોત્સાહન મળે અને તેઓને સારું વળતર મળે હેતુ નિર્ણય

સુરત : દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આજીવિકા સમાન સુગરમિલોમાં શેરડીની કાપણી લંબાતા ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે નક્કી કર્યા મુજબ વધારાની રકમ આપવામાં આવી છે. ત્યારે હાલ સુગરોમાં ચાલી રહેલ પીલાણની સિઝનમાં સાયણ સુગરે 1મે 2021માં શેરડી પીલાણ થવાની હોવાથી શેરડીના ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે રૂપિયા 60નો વધારો આપવાનો ખેડૂત સભાસદોના હિતમાં નક્કી કર્યું હતું. કારણ કે, જિલ્લામાં પ્રકોપ તડકો પડી રહ્યો છે. જેને લઈને શેરડીના ઉત્પાદનમાં ઘટાડો અને શેરડીમાં વજન ઓછું આવી રહ્યું છે. જેથી ખેડૂતોને વધુ ફટકો ન પડે તે માટે સુગરે નિર્ણય લીધો હતો.

ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે 60 રૂપિયા ચૂકવવવાનું નક્કી કર્યું

આ પણ વાંચો : સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત

ટન દીઠ ખેડૂતોને 60 અને મજૂરોને 15 રૂપિયાનું વળતર અપાશે
સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલએ જણાવ્યું હતું કે, સાયણ સુગરના ખેડૂતો સભાસદોને વધુ વળતર આપવાના સાથે શેરડી કાપતા મજૂરોને કામગીરીમાં પોત્સાહન મળે અને તેઓને સારું વળતર મળે હેતુથી તેઓને ટન દીઠ 15 રૂપિયા વધુ આપવામાં આવશે. સાયણ સુગરએ ટન દીઠ ખેડૂતોને 60 અને મજૂરોને 15 રૂપિયાનું વળતર જાહેર કરતા ખેડૂત અને સભાસદોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યાનું કહેવાય છે.

આ પણ વાંચો : યુવા ખેડૂત કે જેણે પોતાના ખેતરને બદલ્યું પ્રયોગશાળામાં

ABOUT THE AUTHOR

...view details