ગુજરાત

gujarat

Rakshabandhan 2023 : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી, વૃદ્ધાશ્રમમાં જઇ રાખડી બંધાવી

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 3:11 PM IST

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના વૃદ્ધાશ્રમના 50 જેટલાં વૃદ્ધાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે. તેમણે વૃદ્ધાઓ પાસેથી રાખડી બંધાવી આશીર્વાદ મેળવ્યા છે. તે સાથે જ સુરત પોલીસની શી ટીમ દ્વારા પણ રાખડી બાંધવામાં આવી છે.

Rakshabandhan 2023 : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી, વૃદ્ધાશ્રમમાં જઇ રાખડી બંધાવી
Rakshabandhan 2023 : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી, વૃદ્ધાશ્રમમાં જઇ રાખડી બંધાવી

શી ટીમ દ્વારા પણ રાખડી બાંધવામાં આવી

સુરત : રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના વૃદ્ધાશ્રમના 50 જેટલાં વૃદ્ધાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે. ગૃહપ્રધાને વૃદ્ધાઓ પાસેથી રાખડી બંધાવી તેમના આશીર્વાદ મેળવ્યા છે. તે સાથે જ સુરત પોલીસની શી ટીમ દ્વારા પણ રાખડી બાંધવામાં આવી છે.

ગુજરાત પોલીસ માટે આશીર્વાદનો દિવસ : આ જ રીતનો પ્રોગ્રામ સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા આજરોજ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસની શી ટીમની બહેનોનએ પણ પોતપોતાના શહેર ગામડા ઓમાં આવેલ વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને રાખડી બાંધી તેમના આશીર્વાદ મેળવ્યા છે. આજનો દિવસ ગુજરાત પોલીસ માટે આશીર્વાદનો દિવસ છે. આપ સૌએ ગુજરાત પોલીસના માથે હાથ મૂકીને આશીર્વાદ મેળવ્યા છે તેમ આ અવસર પર રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગુજરાતભરમાં એક લાખ વૃદ્ધો રક્ષાબંધનની ઉજવણી : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતભરમાં શી ટીમ ફોર્સ દ્વારા ગુજરાતના વડીલોના આશીર્વાદ લેવા અને બહેનો દ્વારા વડીલ માતાઓ પાસે રાખડી બંધાવી આશીર્વાદ લીધા છે. આજ રીતના પ્રોગ્રામ રાજ્યના તમામ શહેર ગામડાઓ માં યોજવામાં આવ્યો છે. ગુજરાતભરના એક લાખ વૃધો સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઇ છે.

આજના આ રક્ષાબંધનના તહેવારમાં મેં એક અપીલ કરી છે કે, રાજ્યના સૌ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા મારા માતાપિતાઓને તેમના દીકરા દીકરી જોડે ભેગા કરાવવાનો પ્રયાસ જે આપણે ચાલુ કરવામાં આવ્યો છે તે તે કાર્યને હજી ઝડપથી કરવામાં આવે. આ પ્રયાસ આપણે ગત વર્ષે શરૂ કર્યો હતો. એમાં આપણને અનેક સફળતા પ્રાપ્ત થઇ છે. આ વર્ષે આપણે વધુ ઝડપથી આ કાર્યને આગળ વધારીશું. વૃદ્ધાશ્રમમાં રહેતા માતાપિતાઓને શા માટે આ આશ્રમમાં રહેવાનો વારો આવતો હોય છે અને તેમના બાળકોને મળાવવાનો પ્રયાસ છે. આપણો સમાજ લાગણીથી ભરાયેલો સમાજ છે. આસ્થાથી ભરેલો સમાજ છે..હર્ષ સંઘવી (રાજ્ય ગૃહપ્રધાન)

આનંદ નિકેતનના વડીલ વૃદ્ધાઓ પાસે રાખડી બંધાવી : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત શહેરમાં એવા કાર્યક્રમમાં આનંદ નિકેતનના વડીલ વૃદ્ધાઓ પાસે રાખડી બંધાવીને આશીર્વાદ લીધા છે. મા અંબાના ચરણોમાં અંબા સ્વરૂપ માતાઓ પાસે રાખડી બંધાવીને આશીર્વાદ લીધા છે. ખાસ કરીને શી ટીમની બેહનો પાસેથી પણ રાખડી બંધાવી છે. તથા વૃદ્ધ માતાઓ જોડે ચર્ચાઓ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધાઓને તેમના દીકરા દીકરી જોડે ભેગા કરાવવાનો પ્રયાસ કરી રહી છે.

  1. Rakshabandhan 2023: કચ્છની સરહદની રક્ષા કરતા જવાનોને કાંડે કચ્છી કોયલ ગીતા રબારીએ બાંધી રાખડી
  2. Raksha Bandhan 2023: રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી
  3. Rakshabandhan 2023 : સુરતમાં રક્ષાબંધનના દિવસે બહેનનું થયું મોત, બિમારીએ છિનવી ભાઇની લાડલીને

ABOUT THE AUTHOR

...view details