ગુજરાત

gujarat

Rahul Gandhi Case: સજા મળ્યા પછી રાહુલ ગાંધીએ રેસ્ટોરાંમાં કરી મજા, મન ભરીને ખાધું તુવેરનુંં શાક

By

Published : Mar 23, 2023, 8:07 PM IST

સુરતની કોર્ટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં સજા ફટકારી હતી. જોકે, કોર્ટમાંથી રાહુલ ગાંધી કોઈ ફાઈવ સ્ટાર હોટેલ નહીં, પરંતુ ગુજરાતી થાળીની મજા માણવા એક રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. અહીં તેમણે મન ભરીને તુવેરનું શાક ખાધું હતું.

Rahul Gandhi Case: સજા મળ્યા પછી રાહુલ ગાંધીએ રેસ્ટોરાંમાં કરી મજા, મન ભરીને ખાધું તુવેરનુંં શાક
Rahul Gandhi Case: સજા મળ્યા પછી રાહુલ ગાંધીએ રેસ્ટોરાંમાં કરી મજા, મન ભરીને ખાધું તુવેરનુંં શાક

કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થતાં રાહુલ ગાંધી પહોંચ્યા રેસ્ટોરાં

સુરતઃવર્ષ 2019ના માનહાનીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. જોકે, આ સજા મળ્યા પછી રાહુલ ગાંધી મજા કરવા એક રેસ્ટોરાં પહોંચ્યા હતા. તેઓ અચાનક જ આ રેસ્ટોરાં પહોંચીને ગુજરાતી થાળીનો આનંદ ઉઠાવ્યો હતો. જોકે, થાળીમાં સામેલ એક તુવેર અને મિક્સ કઠોળનું શાક તેમને આટલી હદે ભાવી ગયું હતું કે, તેઓએ 6 વાટકી શાક લીધું હતું.

આ પણ વાંચોઃRahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા

કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થતાં રાહુલ ગાંધી પહોંચ્યા રેસ્ટોરાંઃ કોર્ટની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક ગુજરાતી થાળી જમવા રેસ્ટોરાં પહોંચ્યા હતા. તેમની સાથે કાર્યકર્તાઓ પણ હતા. અહીં તેમણે ગુજરાતી ભાખરીની માગ કરી હતી. એટલું જ નહીં, તુવેર અને કઠોળનું શાક તેમણે 6 વાર મગાવ્યું હતું. મીઠાઈ પણ તેમને ભાવી ગઈ હતી અને તેના વખાણ પણ કર્યા હતા. જમ્યા બાદ તેમણે રેસ્ટોરાંના સ્ટાફ સાથે ફોટો પણ પાડ્યો હતો.

ગુજરાતી ભાખરીની માગ કરીઃહોટેલના માલિક સંજય ગજેરાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમવા આવ્યા હતા. તેમણે ખાસ ગુજરાતી થાળીની માગ કરી હતી. કોઈએ અમને જણાવ્યું નહતું કે, તેઓ જમવા અહીં આવશે. અમે એ પણ સાંભળ્યું હતું કે, તેઓ જમવા માટે બીજી જગ્યાએ જવાના હતા, પરંતુ તેમણે ગુજરાતી થાળી જમવાની માગ કરી અને તેઓ તરત જ અહીં આવી ગયા હતા.

આ પણ વાંચોઃRahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો

શાક છ વાર મગાવ્યુંઃતેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી થાળીમાં બે પ્રકારની મીઠાઈ હતી. રબડી સાથે મગની દાળનો હલવો હતો. હલવો તેમને ખૂબ જ ભાવ્યો હતો. તો આ થાળીમાં એક તુવેરનું શાક પણ તેમને ઘણું પસંદ આવ્યું હતું. તેમણે આ શાક 6 વાર મગાવ્યું હતું. તુવેર અને કઠોળનું જે શાક હોય છે. તે દહીં અને ચણાના લોટથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ખાટો, મીઠો અને તીખો સ્વાદ મળે છે. આ જ કારણ છે કે, તેમને આ શાક ખૂબ જ પસંદ આવ્યું હતું, જે તેમણે વારંવાર મગાવ્યું હતું. અમે ડિનરના સમયે ભાખરી આપીએ છીએ, પરંતુ તેઓએ આ ભાખરીની પણ ડિમાન્ડ લન્ચમાં કરી હતી.

ABOUT THE AUTHOR

...view details