ગુજરાત

gujarat

Pride of gujarat: સામાન્ય પરિવારથી આવતી સુરતની ધ્રુવી જસાણીની નાસા યુનિવર્સિટીમાં પસંદગી

By

Published : Jan 15, 2023, 12:42 PM IST

સામાન્ય પરિવારથી આવતી સુરતની ધ્રુવી જસાણીએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નાસા યુનિવર્સિટીના સ્પેસ આર્કિટેક અભ્યાસમાં તેની પસંદગી થઈ છે. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છે. તેને અભિવાદન આપવા માટે શિક્ષણ મંત્રી પોતે તેના ઘરે પહોંચી ગયા હતા.

Dhruvi Jasani got selected in NASA University
Dhruvi Jasani got selected in NASA University

સુરતની ધ્રુવી જસાણીની નાસા યુનિવર્સિટીમાં પસંદગી

સુરત:સુરતની દીકરીએ સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સ્પેસ આર્કિટેક અભ્યાસક્રમમાં તેની પસંદગી થઈ છે. માત્ર દેશમાંથી બે લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી એક પંજાબના યુવક અને સુરતની દીકરીનો આમાં સમાવેશ છે. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવી કિશોર જસાણી સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રોજેક્ટ ના અભ્યાસક્રમમાં સિદ્ધિ હાસલ કરી છે.ધ્રુવી જસાણીના પિતા હેન્ડલુમના વ્યવસાય સાથે સંકળાયેલા છે.જ્યારે માતા ઘર કામ કરે છે અને ભાઈ બહેન પણ અભ્યાસ કરે છે.નાસા યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં પસંદગી થતા પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે.

સુરતની ધ્રુવી જસાણીએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું

ગુજરાત માટે ગૌરવની બાબત:સુરતના ઉતરાયણ વિસ્તારમાં રહેતી ધ્રુવી જસાની હવે અમેરિકાના નાસા યુનિવર્સિટીમાં સ્પેસ આર્કિટેક અભ્યાસક્રમ ભણશે. હાલમાં જ તેની પસંદગી થવા પામી છે પરિવાર અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે. ધ્રુવીની પસંદગી થતા શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાએ પણ તેને મળવા ગયા હતા અને અભિવાદન આપ્યું હતું. ધ્રુવી જસાણી ની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેને નાસાના મંગલ અને ચંદ્ર પર સંશોધન મિશનમાં સ્પેસ આર્કિટેક જે અભ્યાસક્રમ હોય છે તેમાં તે હવે ભણશે.

રિસર્ચ કરવાનો શોખ:ધ્રુવીએ જણાવ્યું હતું કે, નાસા યુનિવર્સિટીમાં જવા માટે પરીક્ષા આપવી પડતી હોય છે અને પરીક્ષા આપવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યું છે એમની જે ટેકનોલોજી છે તેમાં રિસર્ચ કરવાનો મને શોખ હતો એક ભારતીય હોવાના કારણે આગળ જવા માટે હું ખૂબ જ પ્રયત્નશીલ હતી. તેમને રહેવા માટે જે વસ્તુની જરૂર છે. તેને રિસર્ચ કરીને પ્રોવાઇડ કરી શકું આ માટે મહેનત કરી હતી. છેલ્લા છ વર્ષ થી હું આના માટે મહેનત કરી રહી હતી.

આ પણ વાંચોVande Bharat Train: વડાપ્રધાને આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, આંધ્ર-તેલંગણા વચ્ચે દોડશે

ભારતમાંથી બે વિદ્યાર્થી:તેણે વધુમાં જણાવ્યું હતું કે, નાસા ચાર પરીક્ષા લેતી હોય છે. 10થી 12 વર્ષમાં તેઓ આર્કિટેકટને લેતા હોય છે અને ભારતમાંથી બે વિદ્યાર્થીઓને તેઓએ લીધો છે. જેમાંથી એક હું છું અને એક પંજાબનો યુવક સામેલ છે. મારા પરિવાર અને તમામ લોકોને આપવા માંગે જેવો એ મારી પાછળ મહેનત કરી છે અને મને પ્રેરણા આપી છે મારી ઈચ્છા છે કે યુવાઓ સ્પેસ ક્ષેત્રમાં વધારે આગળ આવે અને તેમાં ભાગ લે.

આ પણ વાંચોઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ

ગર્વની લાગણી અનુભવું છું:શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, નાસા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં બે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. જેમાંથી એક સુરતની ધ્રુવી છે જેથી હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. આવી સિદ્ધિઓ દીકરીઓ હાસિલ કરતી હોય ત્યારે સામેથી હું તેમના ઘરે આવીને અભિનંદન પાઠવવા આવ્યો છું.

ABOUT THE AUTHOR

...view details