ગુજરાત

gujarat

ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ, પોલીસ દોડતી થઈ

By

Published : Jul 26, 2022, 3:08 PM IST

Updated : Jul 27, 2022, 1:43 PM IST

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિંદ ગામે ઝેરી (Botad Lathakand Case)દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે. સુરત તાપી નદી કિનારે આવેલા કોઝવે ખાતે ત્રણ દારૂની ભઠ્ઠી મળતા પોલીસ(Liquor factory seized in Surat) દોડતી થઈ ગઈ છે. સ્થળની તપાસ કરતા ત્યાં દેશી દારૂ બનાવવા માટે રાખવામાં આવેલા ડ્રમ સહિતનો સામાન મળી આવ્યો છે.

તાપી નદી કિનારે ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઈ, પોલીસ દોડતી થઈ
તાપી નદી કિનારે ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઈ, પોલીસ દોડતી થઈ

સુરત: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ ત્રણ દારૂની ભટ્ટીઓ મળતા પોલીસ દોડતી થઈ છે. બોટાદ જિલ્લાના બરવાળાના રોજિંદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત(Botad Lathakand Case) થયા છે. સુરતમાં પણ દારૂની ભઠ્ઠી મળી આવતા (Liquor factory seized in Surat) પોલીસે દોડતી થઈ છે માત્ર સુરતના કોઝવે વિસ્તારમાં ત્રણ દારૂની ભટ્ટીઓઓ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃBotad Latthakand Case: લોકોએ લઠ્ઠાની જગ્યાએ ઝેરી કેમિકલ પીધું હોવાની આશંકા

ત્રણ દારૂની ભઠ્ઠી મળતા પોલીસ દોડતી -સુરત જિલ્લામાં અગાઉ લઠ્ઠાકાંડ બની ચૂક્યો છે. જેમાં કાયદેસરની કાર્યવાહી સાત જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરાયા હતા. હાલ વર્ષ 2009 બાદ આ સૌથી મોટો લઠ્ઠાકાંડ કહી શકાય. પોલીસ જણાવી રહી છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે જ્યારે બોટાદ થી દૂર સુરત જિલ્લામાં પણ દેશી દારૂની ભટ્ટીઓઓ( Death of people in Gujarat Lathtakand)મળી આવી છે. સુરત તાપી નદી કિનારે આવેલા કોઝવે ખાતે ત્રણ દારૂની ભઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. તાપી નદી કિનારે દેશી દારૂની ભટ્ટીઓ ધમધમી રહી હતી સ્થળની તપાસ કરતા ત્યાં દેશી દારૂ બનાવવા માટે રાખવામાં આવેલા ડ્રમ સહિતના ઉપકરણ મળી આવ્યા છે. આ ભટ્ટીને જોઈને ચોક્કસથી લાગશે કે છેલ્લા ઘણા સમયથી આ ભટ્ટીઓ કોઝવે નજીક ધમધમી રહી હતી અને પોલીસ આ બાબતથી અંજાણ હતી.

આ પણ વાંચોઃસરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ

દારૂના વેચાણને લઈને વિડીયો વાયરલ થઈ ચૂક્યા -ત્રણ દારૂની ભટ્ટીઓ મળતા સુરત પોલીસની ઊંઘ ઊડી જતા તે પણ દોડતી થઈ છે. એટલું જ નહીં પણતાબળ તોડ સર્જ માટે દોડેલી પોલીસને કોઝવેના કિનારેથી ત્રણ દેશી દારૂની ભટ્ટી મળી આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. પણ બીજા અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણ પર પોલીસે બાજુ નજર કરી શકત કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ સુરત શહેરમાંથી પણ અને એકવાર દેશી દારૂના વેચાણને લઈને વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને હાલ બોટાદ બાદ બનેલી ઘટના બાદ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી ત્રણ દેશી દારૂની ભટ્ટીઓ મળી આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Last Updated :Jul 27, 2022, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details