ગુજરાત

gujarat

Surat news: નળમાંથી પાણી નહિ પરંતુ કીચડ નીકળ્યું, વરાછાવાસીઓનો રોષ ફાટ્યો

By

Published : Feb 14, 2023, 7:59 AM IST

સુરતના વરાછા સ્થિત વિઠ્ઠલ નગર સોસાયટીમાં ભર શિયાળે જાણે ચોમાસું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહી નળમાંથી પાણી નહિ પરંતુ કાદવ નીકળી રહ્યો છે. જેને લઈને સમગ્ર સોસાયટીમાં કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે મેટ્રોની કામગીરીને લઈને આ સમસ્યા સર્જાઈ હતી. બીજી તરફ આ ઘટના બાદ મનપા અને મેટ્રોના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા

not-water-but-mud-came-out-of-the-tap-anger-of-varachha-residents-erupted
not-water-but-mud-came-out-of-the-tap-anger-of-varachha-residents-erupted

વરાછાવાસીઓનો રોષ ફાટ્યો

સુરત: સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય છે. જેને લઈને પાણી ભરાતા કાદવનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં તો ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. આખી સોસાયટી અને રહીશોના ઘરોમાં જાણે કાદવનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સોસાયટીમાં રહેતા રહીશોના ઘરોમાં નળમાં પાણીની જગ્યાએ કાદવ નીકળી રહ્યો છે અને તે જોઇને રહીશો પણ ચોકી ઉઠ્યા છે.

નળમાંથી પાણી નહિ પરંતુ કીચડ નીકળ્યું

મેટ્રોના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા:સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીની પાસે મેટ્રોની કામગીરી થઇ રહી છે અને મેટ્રોની કામગીરીને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ આખી સોસાયટી અને રહીશોના ઘરમાં કાદવ જ કાદવ જોવા મળતા રહીશો રોષે ભરાયા હતા આ ઘટના બાદ મનપા અને મેટ્રોના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા આ સમગ્ર મામલે મેટ્રો અને મનપાની અધિકારીઓની ટીમે આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ઘરના સામાનને પણ નુકશાન:રહીશોએ જણાવ્યું હતું કે આજુ બાજુ મેટ્રોની કામગીરી થઇ રહી છે અને આ જ કામગીરીને લઈને સોસાયટીમાં કાદવ ઉભરાયો છે. ઘરોમાં કાદવ નીકળતા ઘરવખરી તેમજ ઘરના સર સમાનને પણ નુકશાન થયું છે. તેમજ આખી સોસાયટીના રહીશો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. રહીશો દ્વારા કાદવ ઘરમાં પ્રવેશે નહી તે માટે ઇંટની આડાશ મુકવી પડી છે.

આ પણ વાંચોGujarat High Court: HCએ રખડતા ઢોરની કામગીરીનું 24 કલાક મોનિટરીંગ કરવા AMCને આપ્યો આદેશ

રહીશોમાં રોષ:ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પુર ઝડપે થઇ રહી છે ત્યારે સોસાયટીમાં કાદવ નીકળવાનું કારણ રહીશો દ્વારા મેટ્રોની કામગીરીમાં થયેલી બેદરકારી ગણાવી છે. બીજી તરફ મનપા અને મેટ્રોના અધિકારીઓ સ્થળ તપાસ કરી આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે અને તેનું કારણ શું છે તે અંગે તપાસ શરુ કરી છે. જો કે હજુ ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી. પરંતુ જે હિસાબે સોસાયટીમાં કાદવનું સામ્રાજ્ય છવાયું છે તેને લઈને રહીશોને ખુબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોAtal Bhujal Yojana 2023: ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ થશે અટલ ભૂજલ યોજના, 10 NGO ને સોંપાઈ કામગીરી

નુકશાન મેટ્રો કામગીરી કરતી કંપની ચુકવશે:સુરતના વરાછામાં મેટ્રોની કામગીરી દરમ્યાન પાણી નીકળવા મામલે સુરત મેટ્રોના મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં થયેલ નુકશાન મેટ્રો કામગીરી કરતી કંપની ચુકવશે. ફરી આવી રીતે કોઈ ફોલ્ટ ન થાય તે માટે તાકેદોરી રાખવાં આવશે. કાપોદ્રાના આજુબાજુ સોસાયટીમાં ફરી સર્વે કરવામાં આવશે. લોકોએ કોઈ ગભરાવવાની જરૂર નથી કોઈ ઘરોમાં નુકશાન નહીં થાય.

ABOUT THE AUTHOR

...view details