ગુજરાત

gujarat

17 City Mayor Surat Visit : ઉત્તર પ્રદેશના 17 શહેરના મેયર સુરતની મુલાકાતે, સુરતના વિકાસમાંથી શીખ લેશે

By

Published : Aug 1, 2023, 10:35 PM IST

ડ્રેનેજ અને વેસ્ટ વોટરને ટ્રીટ કરી સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. ત્યારે સુરત મનપાના અન્ય પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે ઉત્તર પ્રદેશના 17 મેયર અને કમિશનર સુરતની મુલાકાતે આવ્યા છે. ઉત્તર પ્રદેશના નવનિયુક્ત મેયર સુરત આવે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઈચ્છતા હતા. જેથી સુરતના વિકાસ પ્રોજેક્ટ જોઈને આવી જ રીતે ઉત્તર પ્રદેશની પ્રગતિ કાર્ય કરી શકાય.

17 City Mayor Surat Visit
17 City Mayor Surat Visit

ઉત્તર પ્રદેશના 17 શહેરના મેયર સુરતની મુલાકાતે

સુરત :જ્યારે પણ સ્વચ્છ શહેરની વાત થાય અને વિકસિત શહેરોની ચર્ચા કરવામાં આવે તો સુરત મોખરે હોય છે. વારંવાર આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વક્તવ્યમાં આપી પણ ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના તમામ મેયરને સુરત ખાતે મોકલ્યા છે. જેથી સુરતની જેમ ઉત્તર પ્રદેશના પણ તમામ શહેરો વિકસિત થઈ શકે. ઉત્તર પ્રદેશના કુલ 17 શહેરના મેયર સહિત કમિશનર અને જનરલ મેનેજરની ટીમ સુરતના અલગ અલગ પ્રોજેક્ટની મુલાકાત લેશે.

17 શહેરના મેયર : ઉત્તર પ્રદેશના સહારનપુર, પ્રયાગરાજ, મુરાદાબાદ, મેરઠ, મથુરા, વૃંદાવન, લખનઉ, કાનપુર, ઝાંસી, ગોરખપુર, ગાજીયાબાદ, ફિરોઝાબાદ, બરેલી, અયોધ્યા, અલીગઢ, આગરા અને વારાણસી મનપાના કમિશનર અને મેયર હાલ સુરત ખાતે છે. તેમજ અર્બન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉના એડિશનલ ડિરેક્ટર પર સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ ઉત્તર પ્રદેશ સરકારે 17 જેટલા મેયરને સુરત ખાતે મોકલ્યા છે. સુરત આખા દેશ માટે એક રોલ મોડલ છે. અમે સમજવા, શીખવા અને જાણવા માટે આવ્યા છે કે, કઈ રીતે સુરત એ પોતાનો વિકાસ કર્યો છે. કેવી રીતે સુરત સ્વચ્છ છે. ખાસ કરીને નાણાકીય રીતે તે કઈ રીતે આગળ છે. હું પણ મારા શહેરમાં સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓને લઈ આવી જ રીતે કામ કરવા ઈચ્છું છું.-- ગીરીશ ત્રિપાઠી (મેયર, અયોધ્યા)

ટેક્સેશન સિસ્ટમ :અયોધ્યાના મેયર ગીરીશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, અમે સુરતના વિવિધ વિકાસ કાર્યોને જોવા માટે આવ્યા છીએ. ખાસ કરીને જે ટેક્સેશન સિસ્ટમ છે તેનાથી અમે પ્રભાવિત થયા છે. જેને ડિજિટલ કરવામાં આવ્યું છે. ઉપરાંત રોડ રસ્તાઓ ખૂબ જ પ્રશંસનીય છે. આ તમામ વસ્તુઓ અમે જાણીને પોતાના મહાનગરમાં પ્રસ્થાપિત કરીશું. ખાસ કરીને અયોધ્યામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને અહીં જેવી રહેવાની વ્યવસ્થા થાય તે માટે અમે પ્રયત્ન કરીશું.

વિકાસ તરફ હરણફાળ : સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, યુપીના 17 જેટલા મેયર હાલ સુરત શહેરના અનેક પ્રોજેક્ટ જોઈ રહ્યા છે. ખાસ કરીને આઈસીસી સેન્ટર ખાતે આ ટીમ આવી છે. જેમાં ડિજિટલ આઇઝેશન બતાવવામાં આવ્યા છે. આ સાથે સુરત મહાનગરપાલિકા વિકાસ તરફ કઈ રીતે આગળ વધી રહ્યું છે. તેમજ શહેરના અગત્યના મોટા પ્રોજેક્ટ આ લોકો નિહાળશે. સુરત શહેર વેસ્ટ વોટરને ટ્રીટ કરી કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ અંગે પણ તેમને જાણકારી આપવામાં આવી હતી.

  1. Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, હોસ્પિટલો તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ
  2. Surat News: ફરી કાળમુખી બની સીટી બસ, ચાલુ બસમાંથી ઉતરવા જતાં ટાયર નીચે આવી જતા યુવકનું મોત

ABOUT THE AUTHOR

...view details