ગુજરાત

gujarat

Marriage on Valentine Day in Surat : એક વિવાહ ઐસા ભી, જેઠે જવતલ હોમી ભાઈની ખોટ પૂરી કરી

By

Published : Feb 16, 2023, 8:54 PM IST

લગ્નના માંડવે થતી રીતરસમોમાં કુટુંબના સભ્યોના કેટલાક કાર્યો નિયત હોય છે.જેમ કે બહેનના લગ્નમાં જવતલ હોમવાની વિધિ ભાઈ જ કરતો હોય છે. ત્યારે સુરતમાં દૂધાત પરિવારમાં યોજાયેલા લગ્નમાં કન્યાના જેઠે ભાઈ તરીકે જવતલ હોમ્યાં હતાં અને સમાજમાં નવો સંદેશ પાઠ્વ્યો હતો.

Marriage on Valentine Day in Surat  : એક વિવાહ ઐસા ભી, જેઠે જવતલ હોમી ભાઈની ખોટ પૂરી કરી
Marriage on Valentine Day in Surat : એક વિવાહ ઐસા ભી, જેઠે જવતલ હોમી ભાઈની ખોટ પૂરી કરી

સુરત : સુરતમાં એક લાગણીસભર અને અનોખા લગ્ન વેલેન્ટાઇન ડેના દિવસે યોજાઈ ગયાં. વરરાજાના માતાપિતાએ કન્યાને દીકરી ગણી તેમની તરફે રહી જાનનું સ્વાગત કર્યું હતું. જયારે કન્યાના માતાપિતાએ વરરાજાને દીકરો ગણી જાન લઈને આવ્યાં. ઢબૂકતા ઢોલે આવેલી જાનનું દીકરાના માતાપિતા અને વરપક્ષના મહેમાનોએ ભાવથી સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં કન્યાના જેઠે મોટાભાઈ બની જવતલ હોમ્યાં ત્યારે સજળ નેત્રે લોકોએ લાગણીને વધાવી હતી. ખરા અર્થમાં વહુને દીકરી ગણીને આવકારી હતી. સમાજમાં દાખલો બેસાડતાં આ લગ્ન લેવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

સમાજના લોકોને આગવો સંદેશ : મૂળ સૌરાષ્ટ્રના બળેલ પીપળીયાના વતની એવા રમેશભાઈ લક્ષ્મણભાઈ દૂધાતના નાના દીકરા હાર્દિકના લગ્ન કુંકાવાવના વતની વાલજીભાઈ લક્ષ્મણભાઈ ઠુંમરની દીકરી મહેશ્વરી સાથે તારીખ 14-02-2023 ના રોજ યોજાયા હતા. કન્યાના માતાપિતા ભાવનાબેન તથા વાલજીભાઈ ઠુંમરને સંતાનમાં માત્ર દીકરી હતી. દીકરો નથી. તેથી દીકરાને પરણાવવાના કોડ હોય તે સ્વાભાવિક છે અને વરરાજાના માતાપિતા રમેશભાઈ તથા કિરણબેનને દીકરી નથી. તેથી વરકન્યાની જાણે અદલાબદલી કરી કન્યાપક્ષે દીકરાને પરણાવવાના કોડ પૂરા કરવા અને વરપક્ષે દીકરીના કન્યાદાનનો હરખ પૂરો થાય તેવી સમજણ સધાઇ હતી. આ સમજણને સથવારે અનોખો લગ્નોત્સવ યોજાયો હતો જેને લોકો જોતા રહી ગયા હતા. આ લગ્નના કારણે સમાજના લોકોને આગવો સંદેશ પણ મળી રહ્યો છે.

આ પણ વાંચો કન્યા વિદાય વખતે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા વિશે જાણો...

નવયુગલને શુભેચ્છા તથા બંને પરિવારને ખાસ અભિનંદન: ​લગ્નમાં કન્યા તરફના મહેમાનો વરરાજાને લઈ ઢોલ વગાડતા મંડપે આવ્યા હતાં અને દીકરાના માતાપિતા અને મહેમાનો કન્યાને લઈ જાનનું સામૈયુ લઈને આવકારવા ગયા હતાં. માત્ર ઔપચારિકતા ન રહે તે માટે દીકરાના મોટાભાઈ ભાર્ગવ દૂધાત જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેમણે જવતલ હોમી ભાઈ તરીકેની ફરજ નિભાવી હતી. કન્યાને ભાઈની ખોટ પાડવા દીધી ન હતી. લગ્નવિધિ બાદ રમેશભાઈ તથા કિરણબેને વહુને પોતાના ઘેર દીકરી તરીકે લઈને ગયા હતા.

આ પણ વાંચો સાસુ સસરા બન્યા વિધવા પુત્ર વધુના માતા પિતા, તેમણે કર્યુ કન્યાદાન

​સામાજિક પરિવર્તન તરફ દિશા આપતી ઘટના : શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા તથા અશ્વિનભાઈ ગજેરા વગેરે ઉપસ્થિત રહી નવયુગલને શુભેચ્છા તથા બંને પરિવારને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ખૂબ સામાન્ય રોજગાર ધરાવતા રમેશભાઈ દૂધાતે બંને દીકરાને ભણાવીને એકને આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે અને બીજા દીકરા હાર્દિકને ગુજરાત ગેસ કંપનીમાં નોકરી સુધી પહોંચાડ્યા છે. ખૂબ સમજણા સાબિત થયેલા આ દૂધાત પરિવારે જનસમાજને મોટો સંદેશ આપ્યો છે.

લગ્નવિધિ બાદ રમેશભાઈ તથા કિરણબેને વહુને પોતાના ઘેર દીકરી તરીકે લઈને ગયા હતા.

જેઠ ભાર્ગવે ભાઇ બનીને શું કહ્યું ઈટીવી ભારત સાથે વાત કરતાં આ અંગે ભાર્ગવે જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વની લાગણી થઈ રહી છે કે મેં ભાઈ બનીને જ્વતલની રસમ કરી છે. હવે હું એની કાળજી એક ભાઈની જેમ રાખીશ. અમારી કોઈ બહેન નથી જેથી બહેન એક વ્યક્તિના જીવનમાં કેટલી જરૂરી હોય છે એ નાનપણથી અત્યાર સુધી અમને ખબર છે.

ABOUT THE AUTHOR

...view details