ગુજરાત

gujarat

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ

By

Published : Jan 14, 2022, 1:29 PM IST

Updated : Jan 14, 2022, 2:13 PM IST

સુરત વાસીઓ એટલે ખાવા-પીવાના પુરા શોખીન, ત્યારે આ મકરસંક્રાતિના ખાસ પર્વ (Makar sankranti 2022) પર સુરતીઓ ઉંધ્યુંને કેમ ભુલી જાય. ઉંધ્યા વગર મકરસંક્રાત ના કહેવાય. આ દરમિયાન એક જ દિવસમાં સુરતમાં 122 વર્ષ જૂની પેઢી દ્વારા આજે શુક્રવારના 700 કિલો જેટલું ખાસ સુરતી ઉધ્યું (Surat Special Undhyu) બનાવવામાં આવ્યું છે.

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ, સુરતીઓ મારશે કીક
Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ, સુરતીઓ મારશે કીક

સુરત: લોકો માટે ખાસ કેહવત છે કે, "સુરતનું જમણ અને કાસીનું મરણ એટલે સુરતમાં કોઈ પણ વાર તહેવારે હોય સુરતીઓ ખાવાનું છોડતાં નથી" તો આ સુરતીઓ ઉતરાયણના (Makar sankranti 2022) આ ખાસ તહેવાર ઉધ્યાંને કેમ ભુલી જાય. આ દરમિયાન એક જ દિવસમાં સુરતમાં 122 વર્ષ જૂની (Surat Special Undhyu) પેઢી દ્વારા આજે શુક્રવારના 700 કિલો જેટલું ખાસ સુરતી ઉધ્યું બનાવવામાં આવ્યું છે. જેનો ભાવ દરવર્ષની જેમ આ વર્ષે પણ એ જ રાખવામાં આવ્યો છે.

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ

122 વર્ષ જૂની પેઢીની દિલદારી

આ વખતે સુરતમાં બીજે બધે ઉધ્યાંનો કિલાનો ભાવ 450 રૂપિયા છે. કારણ કે, વર્ષ દરમિયાન માવઠું થવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે, પરંતુ સુરતની 122 વર્ષ જૂની પેઢીનું કહેવું છે કે, શાકભાજીના ભાવમાં ભલે વધારો થયો અમે દર વર્ષની જેમ ઉધ્યાંના ભાવમાં કોઇ વધારો નથીં કર્યો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉધ્યાંનો ભાવ 360 રૂપિયા કિલો જ છે.

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ, સુરતીઓ મારશે કીક

જાણો 122 વર્ષ જૂની પેઢીએ ખાસ પર્વ પર શું કહ્યું?

નીતિન ભજીયાવાળાએ જણાવ્યું હતું કે, ચૌટા બજાર ઘી શંકરનો હું માલિક છું અમારી દુકાન 122 વર્ષ જૂની પેઢી છે અને ખાસ કરીને સુરતની છાપ ખાણી પીણી માટે પ્રખ્યાત છે. સુરતમાં તહેવારો હિસાબે અલગ-અલગ વાનગી બનતી હોય છે, ત્યારે આજે શુક્રવારના ઉત્તરાયણનો તહેવાર ઉધ્યું, પતંગ અને દોરી વગરે વિના સુરતીઓનો તહેવાર અધૂરો કહેવાય.

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ, સુરતીઓ મારશે કીક

જાણો ઉધ્યું ઓરિજિનલ કોને કહેવાય?

આજના દિવસે સુરતીઓ ભલે સુખી સંપન્ન હશે કે પછી ભલે ઓછા પૈસા વાળા હશે પણ ઉધ્યું તો ખાસે જ, પરંતુ હવે જમાના પ્રમાણે વિવિધ પ્રકારના ઉધ્યું બનાવામાં આવી રહ્યા છે, પરંતુ ઓરીજનલ જે ઉધ્યું હોય તેમાં પાપળી, સાકરીયા, રાતાળું, બટાકા, રીંગણ, તમામ ભાજી આ શાકભાજીનો સમાવેશ હોય તેને ઓરિજિનલ ઉધ્યું કહેવાય છે અને આજે અમે એજ રીતે ઉધ્યું બનાવી રહ્યા છીએ.

Makar sankranti 2022: સંક્રાતિ પર્વ પર 122 વર્ષ જૂની પેઢીએ બનાવ્યું 700 કિલો ઉંધ્યુ, સુરતીઓ મારશે કીક

જાણો ઉધ્યું ક્યાં તેલમાં બનાવાય છે?

સૌથી મોટી વાત એ છે કે, અમે સિંગ તેલમાં ઉધ્યું બનાવીયે છીએ, જ્યારે અત્યારે તો વિવિધ તેલમાં ઉધ્યું બની રહ્યું છે અને જૂની એક કેહવત છેકે " ઓછે નફે બો વેપાર " એટલે કોઈ પણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. એટલે અમે 360 રૂપિયા (Surat Special Undhya price) કિલો જ ઉધ્યું વેચી રહ્યા છીએ અને સિગતેલમાં જ બનાવી વેચી રહ્યા છીએ. ઉધ્યું સાથે બટાકાનું શાક અને પુરી એ અમારી સ્પેશ્યાલિટી છે.એટલે આજે એની પણ માંગ રહેશે અને સાંજ સુધી આ ગ્રાહકી ચાલશે.

આ પણ વાંચો:

Makar Sankranti Festival in Gujarat : બનાસકાંઠામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બજારોમાં કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કોરોનાની કાળી થપાટ

Surat Donate Life Drive : ઉતરાયણના પર્વ પર 5 લાખ લોકો સુધી પહોંચશે પતંગ પર લખાયેલો અંગદાન સંદેશ

Last Updated :Jan 14, 2022, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details