ગુજરાત

gujarat

ચક્રવાત 'મૈડુસ'ને લઈને ખેડૂતો ચિંતામાં, પાકને ભારે નુકસાનીનો ભય

By

Published : Dec 11, 2022, 7:54 PM IST

ચક્રવાતી તોફાન 'મૈડૂસ' એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી(Effect of cyclonic storm Maidoos) મચાવી છે. હજારો લોકોએ પોતાના ઘર છોડીને શેલ્ટર હોમમાં જવું પડ્યું છે. તેની અસર ગુજરાતમાં(Normal rainfall forecast in South Gujarat) થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. માવઠાંથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાનો ભય(fear heavy damage to the crops of the farmers) તોળાઈ રહ્યો છે.

પાકને ભારે નુકસાનની ભીતિ
પાકને ભારે નુકસાનની ભીતિ

માવઠાંથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાનો ભય

સુરત:દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન "મૈડૂસ"ની અસર(Effect of cyclonic storm Maidoos) જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની આગાહી(Normal rainfall forecast in South Gujarat) કરાઈ છે. "મૈડૂસ" પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. છ કલાકે 12 km નું અંતર કાપી રહ્યું છે. આવતીકાલે ગુજરાતના વાતાવરણ પર અસર કરશે.

ખેડૂતો ચિંતામાં:કમોસમી વરસાદને ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મૈડુસને લઈને હાલ તો ખેડૂતો ચિંતામાં છે. જો કમોસમી વરસાદ વરસશે તો શાકભાજી સહિત બાગાયતી પાકોને નુકશાન થશે અને ખેડૂતોનું વર્ષ બગડવાની સંભાવના છે. કમોસમી વરસાદના કારણે અવાર નવાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી જાય છે અને ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદ ન વરસે તેની ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે

પાકને ભારે નુકસાનની ભીતિ:ઓલપાડ તાલુકાના કુડસદ ગામના ખેડૂત ભાવિક પટેલએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા જ અમારી ચિંતામાં વધારો થયો છે,સામાન્ય કમોસમી વરસાદ પડશે તો પણ શાકભાજીમાં વધુ નુકશાન થશે અને શાકભાજીમાં જીવાત પડશે અને ખર્ચ પણ વધી જશે તેમજ વધુ વરસાદ પડશે તો સુગર ફેકટરીઓ પણ બંધ થઈ શકે છે.

ત્રણ રાજ્યોમાં એલર્ટ: ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન "મૈડૂસ" સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગએ મૈડૂસ ચક્રવાત અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડોપ્લર વેધર રડાર કરાઈકલ ચેન્નઈ ચક્રવાત પર નજર રાખી રહ્યું છે

ABOUT THE AUTHOR

...view details