ગુજરાત

gujarat

Weather news- સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી

By

Published : Jun 22, 2021, 7:22 PM IST

સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન (weather) કેવું રહેશે તે અંગે સુરત જિલ્લા કૃષિ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા હળવો વરસાદ (Rain) પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉમરપાડામાં બુધવારના રોજ અડધો ઈચ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી
સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી

  • હવામાન વિભાગે કરી આગાહી
  • આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના
  • ઉમરપાડામાં 23 જૂને અડધો ઇંચ વરસાદ પડવાની શક્યતા

સુરતઃ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. સુરત જિલ્લા કૃષિ હવામાન વિભાગ (Meteorological Department) ના જણાવ્યાં અનુસાર 23મી જૂનના રોજ ઉમરપાડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ (Rain) પડી શકે છે. 23થી 27 જૂન દરમિયાન કયા તાલુકામાં કેટલો વરસાદ પડશે અને હવામાન (weather) કેવું રહેશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી

બારડોલી તાલુકામાં હળવો વરસાદ પડી શકે છે

જિલ્લાના બારડોલી તાલુકામાં આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદ (Rain)ની સંભાવના છે. તાલુકામાં મહત્તમ તાપમાન 32.7°થી 33.8° સે. અને લઘુત્તમ તાપમાન 25.2°થી 25.8° સે.ની વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 43 થી 74 ટકા રહેશે. તેમજ નૈઋત્ય દિશા તરફથી 18 થી 24 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

ચોર્યાસીમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહે તેવી સંભાવના

ચોર્યાસી તાલુકામાં આગામી 23,24 અને 27 જૂનના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે જ્યારે 25 અને 26ના રોજ મુખ્યત્વે વાદળછાયું રહેશે. આગામી પાંચ દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33.1થી 33.8° સે. અને લઘુત્તમ તાપમાન 25.2 થી 25.9° સે. વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 43થી 71 ટકા રહેશે તેમજ નૈઋત્ય દિશા તરફથી 19 થી 25 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

કામરેજમાં 25 અને 26ના રોજ મુખ્યત્વે વાદળ છવાયેલા રહેશે

કામરેજ તાલુકામાં 23,24 અને 27મી જૂનના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું જ્યારે 25 અને 26ના રોજ મુખ્યત્વે વાદળછાયું રહેશે. કામરેજમાં પણ હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33.0 થી 33.9°સે. અને લઘુત્તમ તાપમાન 25.3 થી 25.9° સે. વચ્ચે રહે તેવી સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 43થી 71ટકા રહેશે તેમજ નૈઋત્ય દિશા તરફથી 19 થી 24 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

મહુવામાં 23 અને 27 તારીખે હળવો વરસાદ પડી શકે

મહુવા તાલુકામાં પણ કામરેજ અને ચોર્યાસીની જેમ 23, 24 અને 27ના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને 25 તેમજ 26 જૂનના રોજ આંશિકઅંશે વાદળ છવાયેલાં રહેશે. આગામી પાંચ દિવસ પૈકી 23 અને 27ના રોજ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે અન્ય દીવસોમાં વરસાદની કોઇ સંભાવના ન હોવાનું જણાવવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 33.9થી 34.4° સે. અને લઘુત્તમ તાપમાન 25.0થી 25.4° રહી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 48 થી 74 ટકા તેમજ નૈઋત્ય દિશા તરફથી 20 થી 27 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે.

માંડવીમાં આંશિક અંશે વાદળ છવાયેલા રહેશે

માંડવી તાલુકામાં આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ આંશિક અંશે વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદ (Rain)ની શક્યતા છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 64થી 79 ટકા અને નૈઋત્ય દિશા તરફથી 26 થી 38 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat Rain Update: ગ્રામ્યમાં 19 જૂને 103 MM વરસાદ નોંધાયો

માંગરોળમાં પણ પડી શકે છે અતિ હળવો વરસાદ

માંગરોળ તાલુકામાં આ દિવસો દરમિયાન આંશિક અંશે વાદળો છવાયેલા રહેવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 32.9 થી 33.8° સે અને લઘુત્તમ તાપમાન 25.9થી 26.4°સે.ની વચ્ચે રહેશે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 59 થી 77 ટકા રહેશે. તેમજ નૈઋત્ય દિશા તરફથી 22થી 28 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

ઓલપાડમાં 24થી 25 જૂન દરમિયાન વરસાદ પડવાની સંભાવના નહિવત

ઓલપાડ તાલુકામાં 23, 24 અને 27ના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને 25 તેમજ 26 જૂનના રોજ આકાશ આંશિક અંશે વાદળછાયું રહશે. 23 અને 27 જૂનના રોજ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી. મહત્તમ તાપમાન 33.1થી 33.9° સે. અને લઘુત્તમ તાપમાન 24.1થી 25.5° સે. ની વચ્ચે રહેશે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 55થી 73 ટકા રહેશે અને નૈઋત્ય દિશા તરફથી 22થી 30 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

વરસાદની શક્યતા

આ પણ વાંચોઃ Surat Rural Rain Update: ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન, નદીનાળા છલકાયા

પલસાણામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની શક્યતા

પલસાણા તાલુકામાં આગામી 23, 24 અને 27ના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને 25 તેમજ 26ના રોજ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહે તેવી સંભાવના છે. આગામી 5 દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 32.9થી 33.7° સે. અને લઘુત્તમ તાપમાન 25.4થી 25.9° સે. રહેશે. હવામાં ભેજનું પ્રમાણ 47થી 73 ટકા અને નૈઋત્ય દિશા તરફથી 18 થી 23કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ઉમરપાડામાં 23 તારીખના રોજ મધ્યમ વરસાદની સંભાવના

ઉમરપાડા તાલુકામાં 23, 25 અને 26ના રોજ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તેમજ 24 અને 27ના રોજ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. 23 જૂનના રોજ મધ્યમ વરસાદ અને બાકીના દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. મહત્તમ તાપમાન 33.3 થી 33.8°સે. અને લઘુત્તમ તાપમાન 25.1 થી 25.6° સે.ની વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 43 થી 78 ટકા રહેશે તેમજ નૈઋત્ય દિશા તરફથી 17 થી 24 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

ABOUT THE AUTHOR

...view details