ગુજરાત

gujarat

JEE એડવાન્સની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીએ મેદાન માર્યું 285નો સ્કોર

By

Published : Sep 11, 2022, 3:37 PM IST

IIT-JEE એડવાન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. દર વર્ષે આ પરીક્ષા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આપતા હોય છે. આ વખતે ગુજરાતમાંથી એક વિદ્યાર્થીએ આ પરીક્ષામાં ડંકો વગાડી દીધો છે. ગુજરાતના મહાનગર સુરતમાંથી મહિત ગઢીવાલાએ મેદાન માર્યું છે. ઓલ ઈન્ડિયા લેવલે તેમે 9 મો નંબર પ્રાપ્ત કર્યો છે. આ પરીક્ષા ગત તારીખ 26 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.

JEE એડવાન્સની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીએ મેદાન માર્યું 285નો સ્કોર
JEE એડવાન્સની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીએ મેદાન માર્યું 285નો સ્કોર

સુરતઃ IIT-JEE એડવાન્સનું પરિણામ (JEE Advanced 2022 Result) જાહેર થતા જ લાખો વિદ્યાર્થીઓનું ભાવિ તથા એડમિશન નક્કી થયું છે. પણ ગુજરાતના મહાનગર સુરતમાંથી એક વિદ્યાર્થીએ આ પરીક્ષામાં ડંકો વગાડી દીધો છે. સુરતના રહેવાસી મહિત ગઢીવાલાએ (AIR 9 Mahit Gadhiwala) 360માંથી 285 ગુણ મેળવીને ગુજરાતમાં પહેલો (NEET) ક્રમ મેળવ્યો છે. જ્યારે ઓલ ઈન્ડિયાસ્તરે નવમો ક્રમ મેળવ્યો છે. આ વખતે આ પરીક્ષામાં 1 લાખ 60 હજાર જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરિણામ મેળવા પાછળ દિવસના 13 થી 14 કલાક અભ્યાસ કરતો હતો.

JEE એડવાન્સની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીએ મેદાન માર્યું 285નો સ્કોર

વિદ્યાર્થીએ કહી મોટી વાતઃઆ બાબતે માહીત ગઢીવાલા જણાવ્યું કે, IIT- મુંબઈ દ્વારા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં મારું 360 માંથી 285 મેળવી ઓલ ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે. આ પરીક્ષા આપતા પહેલા JEE મેઈન પાસ કરવી પડે છે. એમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 29મોં આવ્યો હતો. તેની સાથે મેં ઓલિમ્પિયાડ ને પણ ટાર્ગેટ કરતો હતો. મેં બે વખતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

એક વખતે એશિયન ઓલિમ્પિયાડમાં મેડલ પ્રાપ્ત કર્યો છે. એક ઇન્ટરનેશનલ જુનિયર ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પરિણામ મેળવા પાછળ દિવસના 13 થી 14 કલાક જવાબદાર છે. આ પેહલા માહિતી JEE મૈન્સ માં બંને વખતે ગુજરાત ટોપર રહ્યો છે. આ બાબતે માહિતીના પિતા રાજેશ ગઢીવાલાએ જણાવ્યુંકે, મારાં છોકરાએ ખુબ જ સારુ પરિણામ પ્રાપ્ત કર્યું છે.આ વખતની જે IIT મુંબઈ દ્વારા લેવામાં આવેલ JEE એડવાન્સની પરીક્ષા ખુબ જ અઘરી હતી. માહિતએ મેન્ટલી પ્રિપેરેશન કરી આ પરીક્ષા આપી હતી.આ પેહલા માહિતી JEE મૈન્સ માં બંને વખતે ગુજરાત ટોપર રહ્યો છે.ત્યારે ઓલ ઇન્ડિયા રેન્ક 29મોં હતો.

ABOUT THE AUTHOR

...view details