ગુજરાત

gujarat

દેશદ્રોહી દીપકને પાક. જાસુસનો મેસેજ હતો, તુ આજા પહેલે ફીર બાત કરતે હૈ

By

Published : Dec 15, 2022, 7:22 AM IST

Updated : Dec 15, 2022, 12:14 PM IST

સુરતમાંથી દેશદ્રોહી દીપક સાળુકેનું પાકિસ્તાનના જાસુસ (Pakistani ISI Agent) સાથેનું ક્નેક્શન સામે આવ્યું છે. દીપકે પ્રદીપ બનીને પાકિસ્તાન રહેલા હમીદ સાથે વાતચીત કરી હોવાની વાત પણ સામે આવી છે. સુરત SOGએ ઊંડી તપાસના અંતે શોધી કાઢ્યું હતું કે, તે વોટ્સએપ એપ્લિકેશન મારફતે ચેટિંગ કરી રહ્યો હતો. જેમાં તેણે ભારતીય આર્મીની (Indian Army Situation pokhran) પોખરણમાં રહેલી સ્થિતિની તસવીર શેર કરી હતી. નવેમ્બર મહિના સુધી કરેલા ચેટિંગમાંથી દેશદ્રોહને લગતા સંખ્યાબંધ પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા છે.

દેશદ્રોહી દીપકને પાક. જાસુસનો મેસેજ હતો, તુ આજા પહેલે ફીર બાત કરતે હૈ
દેશદ્રોહી દીપકને પાક. જાસુસનો મેસેજ હતો, તુ આજા પહેલે ફીર બાત કરતે હૈ

સુરત :પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI સાથે ભારતીય સેનાની ગુપ્ત માહિતી શેર કરનાર સુરતના દીપક સાળુકે (ISI informer Surat)ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ કેસમાં હવે એક મોટી અને મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. જેમાં એનું પાકિસ્તાનના જાસુસ (Pakistani ISI Agent) સાથેનું ક્નેક્શન સામે આવ્યું છે. આરોપી દિપક સાલુંકેના 7 દિવસના રિમાન્ડ મળ્યા છે. સુરત SOG દ્વારા આરોપીની કોર્ટમાં પેશવી કરીને 12 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. અલગ અલગ 7 મુદાઓ પર રિમાન્ડ માંગ્યા હતા. પણ કોર્ટે સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચોઃદિલ્હીની ફ્લાઈટ મારફતે સુરતમાં આવીને ચોરીનો તરખાટ મચાવનારી નેપાળી ગેંગ ઝડપાઈ

હમીદ ગાઈડ કરતોઃદીપક સાળુકેનો પાકિસ્તાની નાગરિક અને ISIના એજન્ટ હમીદ સાથેના કનેક્શન પ્રકરણમાં પોલીસે એની વોટ્સએપ પરની ચેટની તપાસ કરી છે. આરોપીની કોલ ડીટેલ , કોના સંપર્ક માં હતો, રૂપિયા કેવી રીતે આવ્યા તે બાબતે તપાસ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી. આ સાથે પૂછપરછ દરમિયાન (Surat SOG Investigation) વધુ ચોંકાવનારી વિગતો એ સામે આવી કે, દીપક મે 2022થી કરાચીના હમીદના સંપર્કમાં હતો. રાજસ્થાનના પોખરણ આર્મી (Indian Army Situation pokhran) બેઝના ફોટોસ હમીદને મોકલ્યા હતા. પોખરણ ખાતેની આર્મી મુવમેન્ટ જણાવવા બદલ તેણે રૂપિયા લીધા હતા. હમણાં સુધી કુલ 75,856 રૂપિયા એકાઉન્ટમાં મેળવ્યા હતા.

ફેસબુકમાંથી પાકિસ્તાન ક્નેક્શનઃઆ ગ્રૂપ પૈકીના એક ગ્રૂપથી તે પાકિસ્તાનના જાસુસના સંપર્કમાં આવ્યો હતો. જેનું નામ હમિદ છે. દીપક પાસે બે અલગ અલગ વ્હોટ્સએપ નંબર એક્ટિવ હતા. બંને નંબર પર તે અલગ અલગ ખોટા નામ સાથે એક્ટિવ હતો. બિઝનેસ વ્હોટ્સએપ પર તે પ્રદીપ BSF નામથી વાત કરતો હતો. પોલીસ ધરપકડ પહેલા તેણે તમામ વ્હોટ્સએપ ચેટ ડીલીટ કરી દીધી હતી. દિપક ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જર 'BINANCE' માં એકાઉન્ટ ધરાવતો હતો. પાકિસ્તાની હમીદે દીપકને 226 USDT ક્રિપ્ટો કરન્સી મોકલી હતી. ક્રિપ્ટો કરન્સી મોકલનાર મહંમદ નામક વ્યક્તિ નું નામ તપાસમાં ખુલ્યું છે. પ્રદીપ નામ અપનાવીને તે વાત કરતો હતો. દીપકે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક ઉપર ભરત રાજપુત નામથી એક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. પછી તે હવાલા પ્રવૃતિ કરતા ફેસબુકના કુલ 13 જેટલા ગ્રૂપમાં પણ જોડાયો હતો.

આ પણ વાંચોઃચપ્પુની અણીએ લૂંટ : વૃદ્ધે ગળાની ચેન આપતા લૂંટારાઓને કહ્યું મારવું હોય તો બંનેને મારી નાખજો

હવાલા ઑપરેટરઃભરત રાજપુત BSF એવું ડમી નામ તૈયાર કરીને તે હવાલા ઑપરેટર બનીને વાત કરતો હતો. સુરત પોલીસને ભારતીય સીમકાર્ડ નંબર 6913743765 અને 9876422718 મળી આવ્યા છે. બીજા સીમકાર્ડ પહોંચાડવાની વાત તેમણે કરી હતી. જેના બદલામાં પૈસા આપવા માટે વાતચીત કરી હતી. દીપક પોલીસને જણાવે છે કે, પહેલા પોતાની પાસે 17થી 18 સીમકાર્ડ હતા. પછી તારીખ 28મીએ 30 સીમકાર્ડ હોવાનું તે જણાવે છે. બીજી બાજું પાકિસ્તાની એજન્ટ સીમકાર્ડ માટે ઝડપથી આવી જવાનું કહે છે. દીપક પોતાની પાસે માત્ર 75856 રૂપિયા જણાવી રહ્યો હોવાનું કહેતા પોલીસને એના મોબાઈલનો સ્ક્રિન શોટ મળ્યો હતો.

+92એ શંકાને વિશ્વાસમાં બદલીઃએના મોબાઈલમાંથી પાકિસ્તાનનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો. +92 3028751109 નંબર સાથે 24000 રૂપિયા ટ્રાંસફર થયાની વિગત મળી આવી હતી. પાકિસ્તાનના શહેર કરાંચીની બેંક અલફલાહ ઈસ્લામિક બેંકના ખાતા ધારક અલીક્યુમ ખાને તારીખ 8 નવેમ્બરના રોજ પૈસા ટ્રાંસફર કર્યાનો ઉલ્લેખ કર્યો છે. હવે આ પૈસા ખરેખર મળ્યા છે કે નહીં એની પોલીસ તપાસ ચાલું છે. આમ તેણે પાકિસ્તાની જાસુસ પાસેથી નાણા ખંખેરી લીધા હતા. જોકે, પોલીસને એવી પણ આશંકા છે કે, આ કેસમાં કોઈ મોટા ખુલાસા થઈ શકે છે.

Last Updated : Dec 15, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details