ગુજરાત

gujarat

Income Tax Raid In Surat: સુરતમાં ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, ત્રણ ગ્રુપના 35 થી પણ વધુ સ્થળોએ દરોડા

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 11:21 AM IST

Updated : Sep 13, 2023, 11:56 AM IST

સુરતમાં ઇન્કમટેક્સનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર ત્રણ ગ્રુપના 35 થી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ ઉપર ઉતરેલી તવાઇથી ડાયમંડ નગરીમાં સન્નાટો મચી જવા પામ્યો છે.

income tax raid in surat Raids In More Than 35 Places Of Three Groups Benami Transactions From Parth, Akshar Group And Kantilal Jeweller
income tax raid in surat Raids In More Than 35 Places Of Three Groups Benami Transactions From Parth, Akshar Group And Kantilal Jeweller

સુરત:સુરતમાં વહેલી સવારે આવકવેરાના આશરે 100 કરતાં પણ વધુ અધિકારીઓની ટીમ દ્વારા 35 થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અક્ષર ગ્રુપ, કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ આ ત્રણ જ્વેલર્સ ને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે. અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી હાલ સર્જની કામગીરી હાથ ધરી છે. અહીં બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે. સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા આ ત્રણ મોટા નામો છે જ્યાં હાલ આવકવેરાના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સર્ચ ઓપરેશનના કારણે જ્વેલરી શોપ બંધ:માત્ર સુરત જ નહીં પરંતુ રાજકોટ શહેરમાં પણ બે સ્થળે સરચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્રણ ગ્રુપના ત્યાં 35 થી પણ વધુ સ્થળે હાલ ઇન્કમટેક્સ ઓફિસ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. પુરા શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તાર ખાતે આવેલા કાંતિલાલ બ્રધર્સના ત્યાં અધિકારીઓ વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને જ્વેલર્સ ની દુકાન આજે ચાલુ નહોતી. જ્વેલરી શોપ ની અંદર આજે ગ્રાહકો ની જગ્યાએ દ્વારા તમામ જ્વેલરીની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ સાથે આ ત્રણે ગ્રુપના દસ્તાવેજો અને વ્યવહારો પણ અધિકારીઓ તપાસી રહ્યા છે.

અલગ અલગ ટીમ બનાવી તપાસ:આવકવેરા અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ ત્રણે ગ્રુપ પાસેથી તેમના બેંક એકાઉન્ટ લોકર સહિતના અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. રોકડ રકમમાં થયેલ વ્યવહાર અંગે પણ પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓ અલગ અલગ ટીમ બનાવીને એક સાથે સરચ ઓપરેશન કરી રહ્યા છે. આ ગ્રુપના જેટલા પણ જ્વેલરી શોપ છે ત્યાં પણ અધિકારીઓ પહોંચી ગયા છે અને સાથે તેમના જે દસ્તાવેજો છે તે અંગેની ચકાસણી કર્યા બાદ તેને વધુ તપાસ માટે પણ લેવામાં આવશે.

  1. Karnataka Election 2023: આવકવિભાગની મોટી કામગીરી, 15 કરોડની કેશ જપ્ત
  2. IT Raid on G-Square: સ્ટાલિનના સહયોગીઓ પર દરોડા, 7 વર્ષ પહેલા કરાયેલા અન્ય દરોડાની પણ ચર્ચા ઉઠી
Last Updated : Sep 13, 2023, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details