ગુજરાત

gujarat

Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By

Published : Jun 14, 2022, 10:45 PM IST

સુરતના જહાંગીરપુરામાં ગત 20મેના રોજ રાતે 2 વાગ્યે યુવક રેસીડેન્સીના ટેરેસ પરથી નીચે પટકાતા મોત થતું હતું. તેના CCTV સામે આવ્યા છે. પરિવાર દ્વારા આરોપ કરવામાં (Woman kills husband)આવ્યો કે તેની પત્નીએ હત્યા કરી છે. આ બાબતને લઈને પરિવારે હત્યાની કલમ ઉમેરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત શહેરના જાંગીપુરા વિસ્તારમાં આવેલ (Wife kills husband)જાનકી રેસીડેન્સીમાં રહેતો 28 વર્ષીય ચંદ્રશેખર કિશનકુમાર બાગડી જેઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ છેલ્લા પાંચ વર્ષથી માર્શલ તરીકે નોકરી કરતો હતો. તથા સંયુક્ત પરિવાર સાથે (Woman kills husband) રહેતો હતો. ગત 20મી મેના રોજ તેઓ જ્યારે પોતાના રેસિડેન્સીના અગાસી પર સૂતા હતા ત્યારે તેઓ ઉપરથી નીચે પટકાયા હતા અને તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે આ ઘટના સામે આવતા જ પરિવાર દ્વારા તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા( Murder in Jahangirpura)હતા. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં જાગીરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. તથા જાગીરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

CCTVમાં કેદ

ચંદ્રશેખર પટકાયો નથી તેની હત્યા કરી -ચંદ્રશેખર કિશનકુમાર બાગડીના મોત (Surat murder case)બાદ તેમના પરિવાર દ્વારા ચાર દિવસ બાદ બિલ્ડિંગના જ્યારે CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેમને માલુમ પડ્યું હતું કે, ચંદ્રશેખર પટકાયો નથી તેને ઉપરથી હત્યા કરી નીચે ફેંકી દેવામાં આવ્યો છે. CCTV ફુટેજમાં તેની પત્નીએ જોવા મળી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે, ચંદ્રશેખર અને તેની પત્ની દ્વારા જ તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ આ ઘટનામાં જાગીરપુરા પોલીસ દ્વારા પણ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા ન હતા. તથા જાગીરપુરા પોલીસને પરિવાર દ્વારા CCTV ફૂટે આપવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી.

આ પણ વાંચોઃMurder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો

CCTV ફૂટે જ સામે આવ્યા -આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. CCTVમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, ચંદ્રશેખર કિશનકુમાર બાગડી ઉપરથી નીચે પટકાય છે અને ત્યારબાદ થોડા ક્ષણોમાં તેની પત્ની ભારતી તેના આઠ મહિનાના બાળકને સાથે લઈને ચંદ્રશેખરના બોડી પાસે આવે છે અને ચંદ્રશેખરના ગળામાં ભારતીનું દુપટ્ટો અટવાયો હોય છે. તે દુપટ્ટો ભારતી ગળા માંથી કાઢીને પોતાની પાસે રાખે છે. ત્યારબાદ તરત જ ચંદ્રશેખરની માતા આવે છે. પરંતુ પોલીસે CCTV ફૂટેજ પણ ચેક કર્યા ન હતા.

ટેરેસ પરથી નીચે પટકાયો -આ ઘટના 2ના રોજ રાત્રે 2 વાગ્યે બની હતી. ટેરેસ પરથી નીચે પટકાયો છે અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરે છે. આ ઘટના આ બાબતે તેમની પત્ની પૂછવામાં આવ્યું ત્યારે તેમની પત્ની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેઓ સુતા હતા અને તેમનું બેલેન્સ બગડ્યું અને નીચે પટકાયા હતા. અમે તેમના પત્નીના વાત ઉપર વિશ્વાસ મૂક્યો હતો. પરંતુ ઘટના બાદ અમે જ્યારે CCTV ફૂટે જ ચેક કર્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા ન હતા. અને કોઈ પ્રકારની સબૂત મળે એમ પણ કબ્જે લીધું નઈ હતું.

આ પણ વાંચોઃSidhu Moose wala Murder case : સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ગુજરાત કનેક્શન? પોલીસને હાથ લાગી મોટી સફળતા

અમારું માનવું છેકે તેને તેના પત્નીએ હત્યા કરી -વધુમાં જણાવ્યું કે, અમે CCTV માં જોયું તો સ્પષ્ટ પણે જોવા મળે છેકે, ઉપરથી પડ્યોએ જીવતો નથી અને ચંદ્રશેખરની સાથે તેના ગળામાં પટ્ટો પણ હોય છે. ત્યારબાદ તેની પત્ની નીજે આવ્યા બાદ ચંદ્રશેખરના ગાળામાંથી દુપ્પટો હટાવે છે. દુપ્પટો ખોલવામાં તેને 8 મિનિટ લાગે છે. ત્યારેબાદ દુપ્પટો દૂર રાખે છે. અને ત્યારબાદ તે દેખાવ કરે છે. બોડીને આગળ પાછળ કરે છે. તેને શ્વાસ આપે છે.અને અમારો આરોપી છેકે તેની પત્નીએ તેની ઈરાદાપૂર્વક હત્યા કરી છે. પરંતુ આમાં પોલીસે પોતાની કાર્યવહી કરી છે. તેઓ અકસ્માતનો કેસ કર્યો હતો. હાલ જયારે CCTV ફૂટેજ બતાવામાં આવ્યા છે. અમારું માનવું છેકે તેને તેના પત્નીએ ઉપરથી નીચે ફેંકી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details