ગુજરાત

gujarat

ખેડૂત આંદોલન નહીં થાય તો, દેશમાં ભૂખના આધારે રોટલીની કિંમત નક્કી થશે : રાકેશ ટિકૈત

By

Published : Apr 5, 2021, 11:07 PM IST

સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે, ગોડાઉનમાં ખડૂતોનો પાક સંગ્રહ કર્યા બાદ દેશમાં ભૂખ કેટલી છે, તેના આધારે રોટલીની કિંમત નક્કી થશે. રોટલી તિજોરીમાં બંધ થઈ જશે. આવું ન થાય તે માટે આંદોલન કરવું પડશે. રાકેશ ટિકૈતે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ખેડૂત આંદોલનમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન

  • બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે રાકેશ ટિકૈતની ખેડૂત મહા પંચાયત
  • ખેડૂતોને કોઈ પણ ડર વગર આંદોલનમાં જોડાવવા રાકેશ ટિકૈતે કરી અપીલ
  • સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી

બારડોલી : બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત સોમવારે સાંજે બારડોલી પહોંચ્યા હતા. તેમને સીધા સ્વરાજ આશ્રમ ખાત સરદાર પટેલના નિવાસ સ્થાને પહોંચી ત્યાં સરદાર અને ગાંધીજીને સૂતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યાર બાદ તેમને બારડોલી નજીક આવેલા પ્રસિદ્ધ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત સભા સ્થળ પર પહોંચ્યા હતા.

ગુજરાતના લોકો સંપૂર્ણ બંધનમાં છે

રાકેશ ટિકૈતે ખેડૂત મહા પંચાયતમાં સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની કોઈ માહિતી બહાર જતી નથી. ગુજરાતના લોકો પૂર્ણ રીતે બંધનમાં છે. અહીંના લોકોએ આંદોલનમાં દિલ્હી જવું હોય તો આબુ રોડથી જવું પડે છે. ગામના સરપંચ કે, પોલીસ જમાદારને ખબર ન પડે તે રીતે જવું પડે છે. ખેડૂતો શું કરે છે? અને ક્યાં જાય છે? તેનું તમામ પ્રકારનું રિપોર્ટિંગ થાય છે. ગુજરાતી વડાપ્રધાન બની શકે પણ અહીંના ખેડૂત દિલ્હીના આંદોલનમાં નહીં જઈ શકે એ ક્યાંનો ન્યાય છે. હવે તો નરેન્દ્ર મોદી પરત આવશે કે, અહીંના ખેડૂતો પણ દિલ્હી જશે.

ખેડૂત આંદોલન નહીં થાય તો, દેશમાં ભૂખના આધારે રોટલીની કિંમત નક્કી થશે : રાકેશ ટિકૈત

આ પણ વાંચો -બનાસકાંઠાના અંબાજીથી રાકેશ ટિકૈતે ખેડૂત સંવાદ યાત્રાનો કર્યો પ્રારંભ

શાંતિ અને ક્રાંતિ બન્ને આંદોલન માટે ખેડૂત તૈયાર

આ ખેડૂતોના આઝાદીની લડાઈ છે, એમ લોકોએ સામેલ થવું પડશે. આ સરદાર પટેલની ધરતી છે અહીંથી જ અંગ્રેજો સામે આંદોલન થયું. બન્ને પ્રકારના આંદોલન થશે. જો અહીં સરકાર શાંતિપૂર્ણ રીતે આંદોલન કરાવવા માગે છે, તો તે રીતે થશે અને ક્રાંતિથી કરાવવા માગે છે તો ક્રાંતિથી પણ આંદોલન કરવા તૈયાર છીએ.

આ પણ વાંચો -જરૂર પડશે તો ગાંધીનગરમાં પણ ટ્રેક્ટર રેલી થશે : રાકેશ ટિકૈત

ગુજરાત પોલીસ અંડરપ્રેશર કામ કરી રહી છે

પોલીસ અંગે ટિપ્પણી કરતા રાકેશ ટિકૈતએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પોલીસ તંત્ર અંડર પ્રેશર કામ કરે છે, જે હવે નહીં થાય. ગુજરાતની પોલીસ ફોર્સ ખૂબ જ એક્ટિવ છે. એમની પણ અવાજ ઉઠાવવી પડશે. એ પણ આપણા જ પરિવારના છે.

આ પણ વાંચો -ગુજરાતના ખેડૂતોએ આંદોલન કરવું પડશેઃ પાલનપુરમાં રાકેશ ટિકૈત

સરકારે કાનૂન નહીં પણ ખેડૂતોનો પાક સસ્તામાં વેચી કેવી વોટ લેવો તેનું ટેન્ડર બહાર પાડ્યું છે

જો કોઈ ખેડૂતની ધરપકડ થાય તો તેના પશુની પણ ધરપકડ કરાવવાની ફરજ પાડવી પડશે. વિરોધની ભાષા તો અહીંના તંત્રએ સાંભળી જ નથી. ગુજરાતના ખેડૂતો, દુકાનદારો, નવયુવાનોને આઝાદી મળશે અને અહીં આંદોલન પણ થશે. સરકારે કાનૂન નહીં પરંતુ સસ્તા ખેડૂતોનો પાક કેવી રીતે લૂંટવો તે માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે.

આ પણ વાંચો -ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતએ સરદાર ગૃહ કરમસદની લીધી મુલાકાત

સમગ્ર દેશને પાર્ટી નહીં પણ કંપનીઓ ચલાવી રહી છે

ખેડૂતોએ પકવેલું અનાજ કંપનીના ગોડાઉનમાં બંધ હશે અને ચાવી મુંબઈમાં રહેશે. મુંબઈથી ભૂખના આધારે દેશમાં રોટલીની કિંમત નક્કી થશે. તેમને ખેડૂતોના ઉત્પાદન ખર્ચના 50 ટકા નફો મળશે, તે અંગે વડાપ્રધાને અહીંથી કહ્યું હતું અને એ જ સ્વામીનાથન કમિટીની રિપોર્ટ હતી છતાં લાગુ નથી થયું. સમગ્ર દેશને મોટી કંપનીઓ ચલાવી રહી છે. ભાજપના વિચારધારક છે. તેમને એવા વહેમમાં ન રહેતા કે આ કોઈ પાર્ટીની સરકાર છે. જો પાર્ટની સરકાર હોત તો તે ખેડૂતો સાથે ચોક્કસ વાત કરતે. સરકાર તો કંપનીની છે. સરકાર રેલવે, એરપોર્ટ, બીએસએનએલ, પેટ્રોલિયમ કંપની બધું જ વેચવા પર છે. હવે તો બોર્ડ લગાવવામાં આવશે, કે હિન્દુસ્તાન વેચાઈ રહ્યું છે કોણે કોણે ખરીદવું છે.

સરકાર સત્ય અને અહિંસાનું ખૂન કરી રહી છે : શંકરસિંહ વાઘેલા

આ પણ વાંચો -ખેડૂત આંદોલન હજૂ આગળ વધશે: રાકેશ ટિકૈત

જમીન બચાવવા માટે આંદોલન જરૂરી

એમને ન તો કોઈ તિરંગા સાથે લગાવ છે કે ન તો દેશ સાથે તેમને માત્ર મત સાથે લગાવ છે. સત્તા મેળવી દેશને વેચવા માટેનો લગાવ છે. આ રોકવું હશે તો આંદોલન કરવું પડશે. આંદોલન વગર કાઈ નહીં થાય. ગુજરાતનો ખેડૂત નવયુવાન બંધનમાં છે. તેને મુક્તિ અપાવી પડશે. જ્યારે બારડોલીની ધરતીથી 10-12 યુવક ખુલ્લેઆમ દિલ્હી આંદોલનમાં આવશે ત્યારે ખરી આઝાદી ગણાશે. સરદાર પટેલની કર્મભૂમિ પરથી આગળ વધવું પડશે. જમીન બચાવવી છે તો આંદોલન કરવું પડશે.

ખેડૂત આંદોલનને શાહીન બાગ સમજવાની ભૂલ ન કરે સરકાર

કોરોનાનું બહાનું કાઢી લોકડાઉનનો ઉપયોગ કરશે પણ સરકાર સાંભળી લે કે આ ખેડૂતોનું આંદોલન છે એને શાહીન બાગ નહીં સમજતા. કોરોના આવે કે કોરોનાનો બાપ આવે આંદોલન ખતમ નહીં થાય.

આ પણ વાંચો -ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું ભારતભ્રમણ, વડોદરામાં ગુરૂદ્વારાના કર્યા દર્શન

સરકાર સત્ય અને અહિંસાનું ખૂન કરી રહી છે : શંકરસિંહ વાઘેલા

આ પ્રસંગે રાજયના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર અને સરકારી અધિકારીઓ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓને ભાજપ પર બહુ પ્રેમ હોય તો ભાજપનો પટ્ટો પહેરી લો. તમારું ઘરબાર અમારાથી ચાલે છે. મહેરબાની કરીને પાર્ટીની ખુશામત નહીં કરવાની. તેમને ખેડૂતોને પૂરા જોશ સાથે આંદોલનમાં જોડાવવાની અપીલ કરી હતી. તેમને સરકારને જુઠ્ઠાણાની સરકાર ગણાવી હતી. ગાંધીજીના વિરોધમાં સત્ય અને અહિંસાનું ખૂન આ સરકાર કરી રહી છે. વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારનું રાજ રહ્યું તો ગાંધી આશ્રમ પણ મોહન મધુકર ભાગવતના નામે ઓળખાશે.

આ પણ વાંચો -સસ્તામાં ખેડૂતોનો પાકને લૂંટવા બનાવ્યા છે આ 3 કૃષિ કાયદા : રાકેશ ટિકૈત

ABOUT THE AUTHOR

...view details