ગુજરાત

gujarat

Surat Crime: કોર્ટમાં ફિદાઇન હુમલો કરવાની હતી સુમેરા, સુરક્ષા ઘેરાને મજબૂત કરવા અંગેનો નિર્ણય

By

Published : Jun 15, 2023, 2:16 PM IST

Updated : Jun 15, 2023, 4:37 PM IST

સુરત કોર્ટમાં સહિત પોલીસ કાફલો વહેલી સવારે પહોંચી ગયો હતો અને કોર્ટમાં મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસએ ધરપકડ કરેલી સુમેરાબાનુની પૂછપરછમાં સુરત કોર્ટના ફિદાઇન હુમલો કરવાની કબૂલાત કરી હતી.

gujarat-ats-fidayeen-attack-on-court-in-surat-sumera-strengthen-security-cordon-in-court-premises
gujarat-ats-fidayeen-attack-on-court-in-surat-sumera-strengthen-security-cordon-in-court-premises

કોર્ટમાં મેટલ ડિટેક્ટર પણ મૂકવામાં આવ્યું

સુરત:ગુજરાત એટીએસએ સુરતના સૈયદપુરા વિસ્તારથી સુમેરાની ધરપકડ કરી છે તેની ઉપર ગંભીર આરોપો છે તે આતંકી સંગઠન સાથે સંકળાયેલી છે અને તેણે સુરત કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા માટેનો પણ પ્લાન બનાવ્યો હતો. જેથી સુરત કોર્ટના જજ અને બાર એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે મિટિંગ યોજાઇ હતી અને કોર્ટ પરિસરમાં સુરક્ષા ઘેરાને મજબૂત કરવા અંગેનો નિર્ણય કરાયો હતો.

સુરત કોર્ટમાં હુમલો કરવાની કબૂલાત:આઈએસકેપી આતંકી સંગઠન સાથે જોડાયેલી સુરતની સુમેરાએ તપાસમાં જણાવ્યું હતું કે, સુરત કોર્ટમાં તે વિદાય હુમલા કરવાની હતી જેથી સુરત કોર્ટમાં ગુરુવારે વહેલી સવારે મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યું હતું. ડોગસ્કોડ સહિતની બોમ્બ સ્કોડ ટીમ પણ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સુરત કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે અને દરેક લોકોની ચેકિંગ હાથ ધરવામાં આવી છે.

'થોડા દિવસ પહેલા સુરત કોર્ટમાંથી છરા મળી આવ્યા હતા અને ત્યારબાદ મર્ડર ની ઘટના બની હતી ત્યારબાદ પરિસરમાં સુરક્ષાને લઈ નિર્ણય લેવાયો હતો. હાલ એક મહિલા આતંકી ધરપકડ થઈ છે અને તેના ખુલાસા બાદ તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી અને નિર્ણય લેવાયો હતો કે કોર્ટ પરિસરમાં ગનમેન અને મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. વકીલો અને પક્ષકારોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે જેથી સવારથી જ જે પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.'-પરસોત્તમભાઈ રાણા, પ્રમુખ, વકીલ મંડળ

ફિદાઇન હુમલો કરવાની કબૂલાત:આવનાર લોકો સહિત વકીલોની પણ ચેકિંગ હાથ ધરાઈ છે. લોકો પાસેથી ઓળખ પત્રની પણ માંગણી કરવામાં આવી રહી છે. વકીલ બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ વચ્ચે થયેલી મીટીંગ બાદ કોર્ટમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માટે નિર્ણય કરાવ્યો હતો કારણ કે હાલમાં એટીએસએ જે ધરપકડ કરી હતી તેને જણાવ્યું હતું કે તે કોર્ટમાં ફિદાઇન હુમલો કરવા માંગતી હતી.

આર્થિક મદદ ક્યાંથી આવી?:ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડે પકડેલા આતંકી આઇએસકેપી સંગઠનના સોશિયલ મીડિયામાં જેહાદ અને ધાર્મિક કટ્ટરતાની ચેટ થતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસને સંખ્યાબંધ ક્યુ આર કોડ સ્કેનરના ફોટોગ્રાફ્સ આ ચેટમાં મળ્યા છે. ISISના વડા અલ બગદાદી માર્યા ગયા બાદ પણ એ સંગઠન કઇ રીતે એક્ટિવ રહ્યું છે તે જાણવું પોલીસ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ સંગઠન ચલાવવા માટે જરૂરી આર્થિક મદદ વિદેશથી આવી હોવાની પણ શંકાને પગલે પોલીસ તપાસ કરી રહી છે.

મોટા ખુલાસા:પ્રારંભિક તપાસમાં ટેલિગ્રામના એક એકાઉન્ટમાં પાંચ લોકો સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. આ ગ્રુપ લોકશાહીનો વિરોધ અને શરિયતની ચર્ચા કરતા હતા. જમ્મુ કાશ્મીરના એક મકાનની દીવાલ પર દોરવામાં આવેલી ગ્રેફિટી પોલીસ માટે ખૂબ મહત્ત્વની કડી બની શકે છે કેમકે આ ગ્રૂપના તમામ લોકો આ ગ્રેફિટી વિશે રોજ ચર્ચા કરતા હતા.

શંકાસ્પદ વીડિયો મળી આવ્યા:પોલીસને મળેલા અલગ અલગ ક્યુઆર કોડ યુપીઆઈ આઇડી પણ આ ટ્રાન્જેક્શનમાં વપરાયા છે કે કેમ એની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને આ લોકોના મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે, તેમાં ઓડિયો ચેટ અને શંકાસ્પદ વીડિયો મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ઉબેદ નાસીર મીર, હનન અબ્દુલકયુમ હયાત સ્વાલ અને મોહમ્મદ હાજીમ શાહ દ્વારા ઉપયોગમાં લેવાતા મેગા ક્લાઉડ એપ્લિકેશનમાંથી કેટલીક ઇમેજ, ડોક્યુમેન્ટ, વીડિયો અને ઓડિયો ફાઇલ્સ કબજે લેવામાં આવેલી છે.

ISIS ને સ્મર્થન આપતી ગ્રેફિટી મળી:ઇમેજ ફાઇલ્સમાં ઇસ્લામિક સ્ટેટ્સના ઝંડા સામે આ ત્રણે આરોપી તથા આરોપી ઝુબેર અહેમદ મુનશી ફરસી અને છરા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે જોવા મળે છે. એક આરોપી દ્વારા શ્રીનગર પાસે કોઇ દીવાલ ઉપર આશરે એકાદ વર્ષ પહેલાં બનાવેલી એક ઇમેજ ISISને સ્મર્થન આપતી ગ્રાફિટી મળી છે. જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ ફાઇલ્સમાં જિહાદ, હિજરત, કુકર, ખિલાફત વગેરે વિશે તથા ISISમાં જોડાવાના પોતાના ઉદ્દેશ વિશે આ આરોપીઓએ લખાણ લખેલું છે.

ધર્મના લોકોને ચેતવણી:સુરતથી પકડાયેલી મહિલા આરોપી સુમેરા બાનુ મોહંમદ હનીફ મલેકના કબાટમાંથી ISKP લગતું ઉશ્કેરણીજનક અને કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યું હતું. આ સાહિત્યમાં મુસ્લિમોને જેહાદ કરવાનો, અન્ય ધર્મના લોકોને ચેતવણી આપતો, લોકશાહી વિરુદ્ધ મુસ્લિમોની ઉશ્કેરણી કરતો, મુસ્લિમ મહિલાઓને જિહાદમાં મદદરૂપ થવા માટેનો તેમજ કોઇ પણ પ્રકારે યુદ્ધ કરવાનો સંદેશો હોવાનું જણાઇ આવ્યું છે. આરોપી સુમેરા બાનુ પાસેથી એક ઇસ્લામિક ભાષામાં લખેલો કાગળ મળી આવેલો, જે ISKPના આમીરને આપવામાં આવતી બાયાહનો નમનો હોવાનું જણાય છે.

  1. ISKP Module: ISKPના આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા, મુંબઈમાં થયેલા 26/11 જેવો હુમલાનો પ્લાન, કમાન્ડન્ટના આદેશની હતી રાહ
  2. Surat News: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા
Last Updated : Jun 15, 2023, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details