ગુજરાત

gujarat

ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ

By

Published : Oct 20, 2022, 3:56 PM IST

સુરતમાં ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગ ઘી વેચાણ કરતા (ghee selling in Surat) વેપારીની ત્યાં દરોડા પાડતા અફરાતફરી મચી ગઈ છે. ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગ 30થી 40 કિલો ઘી ઝડપી પડ્યો છે. આ ઉપરાંત ઘીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપી વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. (Surat Fruit and Drug Department raids)

ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ
ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ

સુરત કોરોના કાળના બે વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રીના તહેવારની જેમ આ (ghee selling in Surat) હવે દિવાળીની પર્વને લઈને પણ લોકોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો દિવાળીના પર્વ પર ખરીદી કરી રહ્યા છે. આ પર્વ પર લોકોમાં મીઠાઈની લેતી દેતીની પરંપરા જોવા મળે છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય લઈને ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગે ઘીનું વેચાણ કરતા વેપારીના દરોડા પડતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘીના સેમ્પલ લઈને રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. (ghee traders raids in Katargam)

સુરતમાં ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગ ઘી વેચાણ કરતા વેપારીની ત્યાં દરોડા

શું છે સમગ્ર મામલો સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા શ્રીરામ ડેરીમાં ડુબલીકેટ ઘીનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગતરાતે ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગે દરોડા કરી 30થી 40 કિલો ઘી ઝડપી પડ્યો છે. આ ઉપરાંત ઘીનું સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. તેમજ જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી ઘી વેચાણ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. ડેરીમાં જઈ કુલ 38થી 40 લીટર ઘી મળી આવ્યું હતું. (Surat Fruit and Drug Department raids)

ઘીનું સેમ્પલ લેબોરેટરીમાં ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી સલૂનકે જણાવ્યું કે, હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. તહેવારમાં લોકો પોતાના ઘરે માવા, મીઠાઈ અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા હોય છે. ત્યારે અમને કતારગામ વિસ્તારમાં (Ghee Merchant in Surat) આવેલ શ્રી રામ ડેરી દ્વારા વેચાણ કરવામાં આવતું ઘી ડુબલીકેટ છે. આ ફરિયાદના આધારે અમે ગઈકાલે રાત્રે 10 વાગે ડેરીમાં જઈ કુલ 38 થી 40 લીટર ઘી મળી આવ્યું હતું. આ ઘીનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યું છે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘીને સીલ કરવામાં આવ્યા છે. જો ઘી નો રિપોર્ટ પોઝિટિવ આવે તો ડેરી માલિક વિરોધ કાયદેસરની કરવી કરવામાં આવશે. તે ઉપરાંત ડેરીનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. (Duplicate ghee seized in Surat)

ABOUT THE AUTHOR

...view details