ગુજરાત

gujarat

સુરતમાંં જૂની અદાવતમાં યુવક પર ફાયરીંગ, પોલીસે તપાસ હાથ ધરી

By

Published : Jul 8, 2019, 7:13 PM IST

સુરતઃ શહેરમાં રવિવારે હત્યાના બનાવ બાદ ફરી લિંબાયત વિસ્તારમાં આવેલા આસપાસ-1માં ફાયરીંગની ઘટના બની છે. જૂની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat

સુરતના આસપાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે વિશાલ નામના યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. જો કે મીસ ફાયરીંગ થતાં યુવકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોના નિવેદનો લીધાં હતા.

સુરતમાં જૂની અદાવતમાં એક યુકવ પર ફાયરીંગ

ઉલ્લેખનીય છે કે, રવિવારે સુરતના લીંબયાત વિસ્તારમાં જ સરાજાહેર યુવાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

Intro:સુરતઃ ગઈકાલે હત્યાના બનાવ બાદ હવે આ જ લિંબાયત વિસ્તારમાં આવેલા આસપાસ-1 માં ફાયરીંગની ઘટના બની છે. જૂની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિશાલ નામક શખ્સ પર બે જેટલા ઈસમોએ ફાયરીંગ કર્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Body:સુરતના આસપાસ વિસ્તારમાં વિશાલ નામના યુવક પર યુવકો દ્વારા ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો જોકે મીસ ફાયરીંગ થતાં યુવકનો બચાવ થયો હતો. ઘટના ની જાણ થતાં પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોના નિવેદનો લીધાં હતાં.લિંબાયત વિસ્તારમાં આવેલા આસપાસ-1 માં ફાયરીંગની ઘટના બની છે. જૂની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Conclusion:ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતના લીંબયાત વિસ્તારમાં જ સરાજાહેર યુવાની કરપીણ હત્યા કરવામાં આવી હતી ...

ABOUT THE AUTHOR

...view details