ગુજરાત

gujarat

ફાયર સેફ્ટીના અભાવના કારણે 6 સ્કૂલો સીલ

By

Published : Sep 26, 2019, 3:46 PM IST

સુરત: ફાયર સેફ્ટીના અભાવના કારણે શહેરની અલગ અલગ ઝોનની 6 સ્કૂલોને સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગની અલગ અલગ ટીમો બનાવી રાત્રીના સમયે કાર્યવાહી કરાઈ છે. જો કે, સ્કૂલોમાં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

etv bhaart surat

સુરતના સરથાણામાં ચાર મહિના પહેલા સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા સર્વે કરી ફાયર સુવિધા ઉભી કરવા માટે હાઈરાઈઝ ઈમારતો, કોમ્પલેક્ષ, સ્કૂલો સહિતને તંત્ર દ્રારા નોટીસ પાઠવવામાં આવી હતી. જોકે, હજુ પણ કેટલીક સ્કૂલો ફાયર સેફ્ટી ઉભી કરવાની દરકાર લઈ રહ્યી નથી. જેથી ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે અલગ અલગ ઝોનમાં ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સ્કૂલોમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને સીલ જોઈને ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો.

ફાયર સેફ્ટીના અભાવના કારણે 6 સ્કૂલોને સીલ કરાયું
જેમાં વેડરોડ પર આવેલી નિલકંઠ કન્યા વિદ્યાલય, મારૂતી વિદ્યાલય, શાહપુરમાં આવેલી સર જેજે સ્કૂલ, ગોડાદરા ખાતે આવેલી ધાર્મી એન્ડ લેવ, સીટીલાઈટ ખાતે આવેલી લોકભારતી સ્કૂલ અને સીબી ભંડારી સરસ્વતી વિદ્યાભવનને સીલ મારી દેવામાં આવ્યું હતું.
Intro:સુરત : ફાયર સેફ્ટીના અભાવના કારણે સુરત શહેરના અલગ અલગ ઝોનની 6 સ્કૂલોને સીલ મારી દેવામાં આવ્યું છે. અલગ અલગ ટીમો બનાવી રાત્રીના સમયે જ ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. જોકે, સ્કૂલોમાં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Body:સરથાણામાં ચાર મહિના પહેલા સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા સર્વે કરી ફાયર સુવિધા ઉભી કરવા માટે હાઈરાઈઝ ઈમારતો, કોમ્પલેક્ષ, સ્કૂલ સહિતનાને નોટીસ પાઠવવામાં આવી હતી. જોકે, હજુ પણ કેટલાક ફાયર સેફ્ટી ઉભી કરવાની દરકાર લઈ રહ્યા નથી. જેથી ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે અલગ અલગ ઝોનમાં ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ઝોનની 6 સ્કૂલોને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારી દેવામાં આવી છે. હાલ સ્કૂલોમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી સવારે વિદ્યાર્થીઓ સ્કૂલો આવતા સીલ જોઈને ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે. Conclusion:વેડરોડ પર આવેલી નિલકંઠ કન્યા વિદ્યાલય, મારૂતી વિદ્યાલય, શાહપુરમાં આવેલી સર જેજે સ્કૂલ, ગોડાદરા ખાતે આવેલી ધાર્મી એન્ડ લેવ, સિટીલાઈટ ખાતે આવેલી લોકભારતી સ્કૂલ અને સીબી ભંડારી સરસ્વતી વિદ્યાભવનને સીલ મારી દેવામાં આવ્યું છે..

બાઈટ : વસંત પરીખ ( ફાયર અધિકારી)

ABOUT THE AUTHOR

...view details