ગુજરાત

gujarat

સુરતના ખડસદ ગામે પિતાએ જ બાળકોને તળાવમાં ફેંકી જાતે આત્મહત્યા કરીઃ પોલીસ અનુમાન

By

Published : Nov 19, 2021, 3:51 PM IST

સુરતના ખડસદ ગામે પિતાએ જ બાળકોને તળાવમાં ફેંકી જાતે આત્મહત્યા કરીઃ પોલીસ અનુમાન

કામરેજ તાલુકાના ખડસદ ગામના(Khadsad village of Kamaraj taluka) તળાવમાં થોડા દિવસ પેલા બપોરના સમયે મળી આવેલી બે બાળકો અને તરુણીના મુતદેહમાં પિતાએ જ પોતાના સંતાનોને તળાવમાં ફેંકી આત્મહત્યા(Suicide) કરી લીધી તેવું હાલ પોલીસે અનુમાન લગાડ્યું છે.

  • કામરેજના ખડસદ ગામના તળાવમાં બે બાળકોને એક તરુણી મુતદેહ મળી આવ્યા હતા
  • પિતાએ બાળકોને તળાવમાં ફેંકી જાતે આત્મહત્યા કરીઃ પોલીસનું અનુમાન
  • રોજગારી ન હોવાથી મહારાષ્ટ્ર છોડી સુરત આવ્યા હતા

સુરતઃ કામરેજ તાલુકાના ખડસદ ગામના(Khadsad village of Kamaraj taluka) કૃત્રિમ તળાવ માંથી થોડા દિવસ પેલા બપોરના સમયે બે નાના બાળકો અને એક તરુણીની મૃતક હાલમાં લાશ(Corpse from the lake) મળી આવી હતી. આ ઘટનાની જાણ પોલીસ(Surat Police) અને ફાયર વિભાગ ટીમને જાણ થતાં પોલીસ અને ફાયરની(Surat Fire Department) ટીમ દોડતી થઈ હતી. આ લાશોને બહાર કાઢી વાલી વારસા સુધી પહોંચવા ટીમ કામે લાગી ગઈ હતી. ત્યારે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતકોની ઓળખ થઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે મૂળ મહારાષ્ટ્ર રાજ્યના ગોન્દીયા જિલ્લાના હતા અને મોટા વરાછા(Surat Mota Varachha) રહેતા હતા.

મૃતક ત્રણેય ભાઈ બહેન છે

આ ઉપરાંત પોલીસની તપાસ દરમિયાન માહિતી મળી કે, તેઓ મહારાષ્ટ્ર રાજ્યના ગોન્દીયા જિલ્લાના અને મોટા વરાછા ખાતે લજામણી ચોક, અંડર કન્ટ્રક્શન સાઇટ પાસે રહેતા હતા. આ ઘટનામાં ગ્રેસી સુરેશ ઓળકે(12 વર્ષ), રૂદ સુરેશ ઓળકે(06 વર્ષ), અને મોક્ષ સુરેશ ઓળકે(03 વર્ષ) આ ત્રણેય ભાઈ બહેન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરતા મૃતક ત્રણેય સંતાનોના પિતા સુરેશ ઓળકે લાશ ગત 15મી સોમવારના રોજ ખડસદ ગામના નજીક એક-બે કિલોમીટરના અંતર પરથી બે ભાન હાલતમાં મળી આવ્યા હતા. મૃતકના પિતા બે ભાન હાલતમાં મળી આવતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.

રોજગારી ન હોવાથી વતન છોડી સુરતની દોટ મુકી હતી

પિતા અને સંતાનોની લાશ મળી આવતા પોલીસે મૃતક સુરેશ ઓળકેના ભાઈની પૂછપરછ કરી હતી. મૃતક સુરેશ ઓળકેના ભાઈએ જણાવ્યુ હતું કે, છેલ્લા લાંબા સમયથી પોતાની બનેં પત્નીઓ સાથે છૂટાછેડા થઈ જતા ચિંતામાં રહેતો અને તે પોતાના ત્રણ સંતાનોને સભાળતો હતો. પરંતુ ગામમાં રોજગારી ન હોવાથી તે પોતાના સંતાનોને લઈને સુરત આવ્યો હતો.

મૃતક સુરેશ ઓળકેના ભાઈએ પોલીસને આ નિવેદન આપતા પોલીસે મૃતક સુરેશે જ પોતાની બન્ને પત્નીઓ એ છૂટાછેડા લઈ લેતા તે પોતાના ત્રણેય સંતાનોની સારસંભાળ ન રાખી શકતા તેને સંતાનોને તળાવમાં ફેંકી જાતે આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન લગાડ્યું હતું. જો કે યોગ્ય કારણ તો પોલીસની તપાસ પૂર્ણ થશે ત્યારે જ જાણવા મળશે.

આ પણ વાંચોઃ સુરતના ખડસદ ગામના તળાવમાંથી 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી

આ પણ વાંચોઃ ભૂજના દેશલસર તળાવમાં ફરી ઉગી ઝેરી વનસ્પતિ જળકુંભી, આ સ્થળને પ્રવાસન સ્થળ જાહેર કરવાનો વિપક્ષે કર્યો કટાક્ષ

ABOUT THE AUTHOR

...view details