ગુજરાત

gujarat

સુરતમાં કોરોના સંક્રમણ વધતા બે દિવસ હીરા અને કાપડ માર્કેટ બંધ, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટક્યું

By

Published : Mar 20, 2021, 1:50 PM IST

સુરતમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા ડાયમંડ ઉધોગપતિઓ અને સુરત ટેકસટાઇલના કાપડ વેપારીઓ સાથે મિટીંગ કરી હતી. આ મિટિંગ બાદ નિર્ણય લેવાયો છે કે, આજે શનિવાર અને રવિવારના રોજ બે દિવસ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ બંધ રહેશે.

સુરતમાં કોરોના સંક્રમણ
સુરતમાં કોરોના સંક્રમણ

  • સુરતમાં 24 કલાકમાં 450 કોરોના પોઝિટિવ કેસ
  • સુરતમાં દરરોજ અંદાજે 500 કરોડ રૂપિયાનું કાપડ વેચાય
  • ટેકસટાઇલ,હીરાઉધોગના વેપારીઓ સાથે પાલિકાના અધિકારીઓની થઈ બેઠક

સુરત: આજે શનિવારે અને આવતીકાલે રવિવારે બે દિવસ માટે સુરતના હીરા બજારો અને ડાયમંડ મેન્યુફેક્ચર યુનિટ બંધ રહેશે. જ્યારે આ પહેલા કોર્પોરેશન સાથેની બેઠક બાદ શહેરના ટેક્સ્ટાઇલ માર્કેટ પણ શનિવાર અને રવિવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. સુરતમાં 24 કલાકમાં 450 જેટલા કોરોના પોઝિટિવ કેસો આવતા તંત્ર દોડતુ થયું છે. મહાનગરપાલિકા તંત્રની ચિંતા વધી ગઈ છે, જેથી ટેકસટાઇલ અને હીરાઉધોગના વેપારીઓ સાથે પાલિકાના અધિકારીઓ સતત બેઠક પણ કરી રહ્યા છે.

સુરતમાં કોરોના સંક્રમણ

આ પણ વાંચો:કોરોના ઇફેક્ટ : સુરતમાં 4 દિવસ સુધી તમામ કાપડ માર્કેટ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય

બે દિવસમાં 1 હજાર કરોડનું ટર્ન ઓવર અટકશે

સુરત ટેક્સટાઇલ વિસ્તાર અને હીરા બજારમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના આદેશાનુસાર સુરત વિસ્તારમાં તમામ કાપડ માર્કેટ બે દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે. સુરતની વાત કરવામાં આવે તો દરરોજ અંદાજે 500 કરોડ રૂપિયાનું કાપડ વેચાય છે. બે દિવસ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેવાની હોવાથી માત્ર ટેક્સ્ટાઇલ માર્કેટમાં બન્ને દિવસે એક હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર અટકશે. આ કારણે પણ કાપડના વેપારીઓ ચિંતાતુર થયા છે.

આ પણ વાંચો:સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસ ટેક્સટાઈલ માર્કેટમાં નોંધાયા

ABOUT THE AUTHOR

...view details