ગુજરાત

gujarat

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હાથમાં પકડશે ઝાડું

By

Published : Oct 29, 2022, 8:34 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખ હવે ગમે ત્યારે જાહેર થવાના આરે છે. એવામાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પરત લેવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ નિર્ણય લેવાતા નહીં. આખરે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર (Convener of Patidar Anamat Andolan Samiti) અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે આમ આદમી પાર્ટીમાં ( Aam Aadmi Party) જોડાવા જઈ. રહ્યા છે. 30મી ઓક્ટોબર 2022ના રોજ ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથીરીયા આપ આદમી પાર્ટીમાં જોડાશે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે ધારણ કરશે આમ આદમી પાર્ટી ખેસ
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે ધારણ કરશે આમ આદમી પાર્ટી ખેસ

સુરતપાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પરત લેવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ નિર્ણય લેવાતા નહીં. આખરે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર (Convener of Patidar Anamat Andolan Aamiti ) અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીનો હાથ પકડશે. અલ્પેશ કથીરિયા 30 ઓક્ટોબર 2022એ ગારિયાધારમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા હવે થશે AAPનાગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે અત્યાર સુધીનો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર (Convenor of Patidar Reserve Movement Committee) અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનનો (Patidar reservation movement) વધુ એક મોટો ચહેરો રાજકારણમાં ઝંપલાવશે.

AAPમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે અગાઉ હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસમાં અને હાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ચૂક્યા છે. જ્યારે હવે અલ્પેશ કથીરીયા આમ આદમી પાર્ટીમાં જોડાશે. 30મી ઓક્ટોબર 2022ના રોજ ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથીરીયા આપ આદમી પાર્ટીમાં જોડાશે. નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના AAPમાં જોડાવાથી રાજનીતિના સમીકરણો બદલાશે. અલ્પેશે સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.

ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાશેપાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવયા સહિતની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના (Patidar Reservation Movement Committee) કન્વીનર અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવિયા સહિતના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયા 30 ઓક્ટોબર 2022એ ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાશે. આ અંગે ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, અમારી સમગ્ર ટીમના આગ્રહથી અમો આંદોલનકારી નેતૃત્વથી હવે રાજકીય નેતૃત્વ તરફ આગળ વધી રહ્યા છીએ. તેની આવતી કાલે ઓફિસિયલ જાહેરાત થશે.

ABOUT THE AUTHOR

...view details