ગુજરાત

gujarat

Board Exams 2023 Surat : સુરતમાં લાજપોર જેલમાં કેદીઓ આપશે પરીક્ષા, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને લઇ તંત્રની તૈયારીઓ જૂઓ

By

Published : Mar 13, 2023, 8:04 PM IST

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ 14 માર્ચથી શરુ થવા જઇ રહી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં કુલ 160538 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ થઇ છે. લાજપોર જેલમાં પરીક્ષા આપી રહેલા કેદીઓની પણ કેવી વ્યવસ્થા છે તે વિશે જાણકારી મળી છે.

Board Exams 2023 Surat : સુરતમાં લાજપોર જેલમાં કેદીઓ આપશે પરીક્ષા, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને લઇ તંત્રની તૈયારીઓ જૂઓ
Board Exams 2023 Surat : સુરતમાં લાજપોર જેલમાં કેદીઓ આપશે પરીક્ષા, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓને લઇ તંત્રની તૈયારીઓ જૂઓ

લાજપોર જેલમાં પણ પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે

સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર બોર્ડ દ્વારા આવતીકાલથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર સહિત જિલ્લામાં પરીક્ષાને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ધોરણ 10 અને 12માં કુલ 160538 જેટલાં વિદ્યાર્થીઓ આવતીકાલે બોર્ડની પરીક્ષા આપશે.

પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી સાથે સજ્જ હોય તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી : આ બાબતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ડી.એચ.દરજીએ જણાવ્યું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર બોર્ડ દ્વારા આવતીકાલથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત જિલ્લાઓમાં પરીક્ષાને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કલેકટરના માર્ગદર્શન હેઠળ પરીક્ષાને લઈને અમે બધી મીટીંગો પણ પૂર્ણ કરી દીધી છે. તથા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સારી રીતે થાય તથા પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી સાથે સજ્જ હોય તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરીક્ષા આપી શકશે તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો Board Exam: વાંચન સમયે ચોકલેટ ખાવા બોર્ડના વિદ્યાર્થીઓને સલાહ, શિક્ષણવિદે્ આપી વિવિધ ટિપ્સ

કુલ 160538 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે : સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ડી.એચ.દરજીએ વધુમાં જણાવ્યુંકે, સુરતમાં ધોરણ -10માં 90165 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-12માં સામાન્ય પ્રવાહમાં 55422 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-12માં વિજ્ઞાન પ્રવાહમાં 14952 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છેએમ સુરત શહેરમાં કુલ 160538 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે તે જે પરીક્ષા કેન્દ્રો ઉપર જશે ત્યાંના સંચાલકો જોડે મિટિંગ કરી દેવામાં આવી છે. તેઓ વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરીક્ષા આપી શકેે તે રીતે વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. કલાસરૂમો પણ સંપૂર્ણપણે CCTVથી સજ્જ કરવામાં આવ્યાં છે.

સુરતમાં કુલ 12 ઝોનમાં પરીક્ષાનું આયોજન : દરજીએ વધુમાં જણાવ્યું કે, તથા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રના સંચાલકોને સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રીમાં જ સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. સુરતમાં કુલ 12 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કુલ 540 પરીક્ષા કેન્દ્રો છે. તેમાં 5001 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તે ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર અધિકારીઓ જોડે મિટિંગ કરીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. જેથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ હાજર જ જોવા મળશે.

આ પણ વાંચો Board Exams 2023 : રાજકોટમાં મનોવિજ્ઞાનીઓએ ટિપ્સ આપી, બોર્ડની પરીક્ષાને લઈને 45000થી વધુ લોકોનું કાઉન્સેલિંગ

લાજપોર જેલમાં કુલ 27 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરના સાત ઝોનમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે ઉપરાંત લાજપોર જેલમાં પણ પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમાં ધોરણ-10માં 14 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 13 જેટલાં વિદ્યાર્થીઓ એમ લાજપોર જેલમાં કુલ 27 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ABOUT THE AUTHOR

...view details