ગુજરાત

gujarat

Surat News: બનારસી સાડીઓમાં સુરતમાં બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ, સ્કીનને કોઈ નુકસાન નહિ

By

Published : Aug 6, 2023, 1:27 PM IST

પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અટકાવવા માટે સુરતમાં ખાસ ઇકો ફ્રેન્ડલી જરી તૈયાર કરવામાં આવી છે. બનારસની જરી વર્ક સાડીઓમાં આ જરીનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે. જે સ્કીનને નુકસાન પહોંચાડતું નથી અને સહેલાઈથી ડિસ્પોસ થઈ જાય છે

Etv Bharat
Etv Bharat

100 ટકા પોલિએસ્ટરથી તૈયાર થનાર જરીમાં હવે 50થી 60 ટકા અમે નેચરલ ફાઇબર

સુરત: ટેક્સટાઇલ સિટી સુરતને જરી ઉદ્યોગ માટે પણ લોકો જાણે છે. અહીં તૈયાર જરીની ડિમાન્ડ દેશભરમાં હોય છે. ફેબ્રિક બનાવવા માટે અત્યાર સુધી પ્લાસ્ટીક જરીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ ફેબ્રિક બનાવવામાં થઇ રહ્યો છે. આ જરીનો ઉપયોગ ઉત્તર અને દક્ષિણ ભારતના વેપારીઓ કરી રહ્યા છે. કારણ કે આ સંપૂર્ણ રીતે પોલિએસ્ટર બેઝ નથી.

અત્યાર સુધી માર્કેટમાં પોલિએસ્ટરથી તૈયાર જરી ઉપલબ્ધ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20ની અંદર અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને રિસાયક્લિંગ ઉપર પણ ભાર મુક્યો છે. અમે પણ આ મુદ્દે કામ કરી રહ્યા છીએ. 100 ટકા પોલિએસ્ટરથી તૈયાર થનાર જરીમાં હવે 50થી 60 ટકા અમે નેચરલ ફાઇબર વાપરી રહ્યા છે જે ઇકો ફ્રેન્ડલી છે. બામ્બુ યાર્નથી આ ખાસ જરી તૈયાર થઈ છે. આવનાર દિવસોમાં ફેબ્રિક અને યાર્ન ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવશે. - મહેન્દ્ર ઝડપિયા ( વેપારી)

10થી 15 ટકા જ મોંઘુ:તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની જરી ડિસ્પોઝ થવામાં હજારથી 2000 વર્ષ લઇ છે બીજી બાજુ જો નેચરલ વસ્તુઓ હોય છે તે ડિસ્પોઝ પહેલા થઈ જતી હોય છે. પરંતુ હવે નેચરલ ફાઇબર ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. કિંમતની વાત કરવામાં આવે તો આ માત્ર 10થી 15 ટકા જ મોંઘુ પડશે. જોકે આવનાર દિવસોમાં અમે વધુ સંશોધન કરી આની કિંમત ઓછી થાય છે માટે પણ પ્રયત્નશીલ છીએ.

ઇકો ફ્રેન્ડલી જરી

સહેલાઈથી ડિસ્પોસ: આ ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ દરેક પ્રકારે કરી શકાય છે. ખાસ કરીને હાઇસ્પીડ ટેકનોલોજી અને કન્વેન્શનલ વિવિંગ વોટરજેટ, એરજેટ રેપિયર પર વિવિંગ માટે કરવામાં આવી રહ્યો છે. જોવામાં આ એકદમ સામાન્ય જરીની જેમ છે. પરંતુ આ સ્કીનને નુકસાન પહોંચાડતું નથી. સહેલાઈથી ડિસ્પોસ થઈ જાય છે અને એટલું જ નહીં સામાન્ય પોલિએસ્ટરથી તૈયાર જરીના સરખામણીમાં હલકું હોય છે. બનારસી સાડીઓમાં જે જરી કામ કરવામાં આવી રહ્યું છે તે સુરતમાં તૈયાર આ ઇકો ફ્રેન્ડલી જરી છે.

  1. Surat News : સુરતમાં 9 પાસ વ્યક્તિએ 250 લાકડાના ટુકડાઓને એસેમ્બલ કરી બનાવી ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ, વેચાય છે આટલી કિંમતમાં...
  2. શેરડીના કુચાનો ઉપયોગ કરી વિધાર્થીઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ

ABOUT THE AUTHOR

...view details