ગુજરાત

gujarat

Baba Bageshwar in Gujarat: સુરતમાં બીજા દિવસે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, અમીરો માટે વૈભવી હોટલમાં VIP દરબાર

By

Published : May 27, 2023, 8:58 PM IST

બાબા બાગેશ્વરનો સુરત ખાતે ભવ્ય દિવ્ય દરબાર હાલ ચાલી રહ્યો છે. કથાની શરુઆત કરતા પહેલા આરતી કરવામાં આવી. કથા સાંભળવા માટે લોકોની મેદની ઉમટી હતી. બીજી તરફ સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ પણ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાઈ તેનું ધ્યાન રાખી રહી છે.

bageshwardham Dhirendra Shastri divya darbar in nilgiri ground surat second day
bageshwardham Dhirendra Shastri divya darbar in nilgiri ground surat second day

સુરતમાં બીજા દિવસે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર

સુરત:સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરની કથા ચાલી રહી છે. કથામાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. કલાકો પહેલાં જ તડકામાં ભાવિકો ઊમટ્યા હતા. કાર્યક્રમમાં દિવ્ય દરબારની શરૂઆતમાં બાબા બાગેશ્વરે સનાતનનો હુંકાર કર્યો હતો અને કહ્યું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.

ભાજપના ધારાસભ્યના ઘરે પહોંચ્યા બાબા

હોટલમાં VIP દરબાર:ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની જાણીતી હોટલમાં ઉદ્યોગકારોને મળવા માટે પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગકારોને મળવા માટેનું આયોજન સમિતિ દ્વારા પહેલાથી જ નક્કી કરી દેવાયું હતું. લિંબાયત વિસ્તારમાં દિવ્ય દરબાર અને ખાનગી હોટલની અંદર VIP દરબાર લગાડવામાં આવ્યો છે. ખાટું શ્યામ મંદિરની અંદર જે ભક્તો રાહ જોતા રહ્યા કલાકો સુધી તેમને મળવાનું મુનાશીબ ન માન્યું અને લાખો રૂપિયાના દર્શનાર્થીઓને મળવા માટે પહોંચી ગયા હતા.

ભાજપના ધારાસભ્યના ઘરે પહોંચ્યા બાબા:બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ધારાસભ્ય સંગીતા પાટીલના ઘરે બાબા પહોંચ્યા. બાબા બાગેશ્વરે સંગીતા પાટીલના ઘરે ચા પીધી. તો પરિવારજનોએ ફૂલ-હાર, તિલકથી બાબાનું સ્વાગત કર્યું. બાબાએ ઘરમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા. બાબા બાગેશ્વરે હજારો ભક્તોને દર્શન આપ્યા. આ સમયે સંગીતા પાટીલના ઘર અને આસપાસમાં ઉપસ્થિત હજારો ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા. તો બાબાએ સુરતથી હિંદુ રાષ્ટ્રનું અભિયાન વધુ વેગવાન બન્યાનું આહવાન કર્યું.

ખાટુશ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ:બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ થયો છે. થોડી વારમાં તેઓ ખાનગી હોટલમાં વીઆઈપીઓ સાથે મુલાકાત કરશે. બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

  1. Baba Bageshwar in Gujarat: બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ લેવા લોકોની પડાપડી, વહેલી સવારથી લાઈનો
  2. Baba Bageshwar in Gujarat: બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો, રાજકોટ આવશે બાબા

ABOUT THE AUTHOR

...view details