ગુજરાત

gujarat

Surat Crime : પેરોલ જમ્પ કરનાર કુખ્યાત આસિફ ગેંગના અજ્જુ ટામેટાની ધરપકડ

By

Published : Feb 1, 2023, 3:17 PM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચે પેરોલ જમ્પ કરનાર કુખ્યાત આસિફ ટામેટા ગેંગના અજ્જુ ટામેટાની ધરપકડ કરી છે. ગેંગના કુખ્યાત આરોપી અજજુ ટામેટા થોડાક દિવસો પહેલા પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. જેને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગેંગના 14 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.(Parole jumper Ajju Tomato Arrest)

Surat Crime : પેરોલ જમ્પ કરનાર કુખ્યાત આસિફ ગેંગના અજ્જુ ટામેટાની ધરપકડ
Surat Crime : પેરોલ જમ્પ કરનાર કુખ્યાત આસિફ ગેંગના અજ્જુ ટામેટાની ધરપકડ

પેરોલ જમ્પ કરનાર અજ્જુ ટામેટાની ધરપકડ

સુરત : પેરોલ જમ્પ કરનાર કુખ્યાત આસિફ ટામેટા ગેંગના અજ્જુ ટામેટાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આશીફ ટામેટા પોતાના સગીરતો સાથે મળી ગેંગ બનાવી હતી અને આ ગેંગના સાગરીતો ખુન, લૂંટ, ધાડ, અપહરણ, આમર્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ આચરતી હતી. સુરત શહેરમાં મુજ્જફર અલી ઉર્ફે આસિફ ટામેટા અને તેના સાગરીતો વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં 27 નવેમ્બર 2020માં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ગેંગના 14 સાગરીતોની ધરપકડ કરી હતી. તમામને જેલવાસ થતા છેલ્લા ઘણા સમયથી શહેરમાં ગેંગ વાર કે અન્ય અપરાધિક ઘટનાઓ માં બ્રેક લાગી છે. જોકે ગેંગનો કુખ્યાત આરોપી અસગર અલી ઉર્ફે અજ્જુ ટામેટા જાફર અલી સૈયદ વચગાળાના જામીન લઇ ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો :Junior Clerk Paper Leak : પેપર લીક કાંડના આરોપીઓને સાથે રાખી પોલીસ સર્ચ ઓપરેશનમાં ઊંડે ઊતરી

10 દિવસની રજા મેળવી હતી :પેરોલ જમ્પ કરી નાસી ગયેલા અજજુ ટામેટાને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતીના આધારે તેને માનદરવાજા ખાંડીપુલ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાંથી તારીખ 12મી ઓક્ટોબર 2022ના હુકમથી 10 દિવસની રજા મેળવી હતી. બાદમાં તારીખ 13મી ઓક્ટોબર 2022થી 14મી ઓક્ટોબર 2022 સુધીની રજા મેળવી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટના તારીખ 1લી નવેમ્બર 2022ના હુકમથી 2જી નવેમ્બર 2022 સુધી રજામાં વધારો કર્યો હતો, પરંતુ બાદમાં 3જી નવેમ્બર 2022ના રોજ તેને જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ આરોપી હાજર ન થઇ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો :Mahisagar Crime : 21 શખ્સોની પોલીસે તીન પત્તી અટકાવી, બે આરોપી વોન્ટેડ

પેરોલ લઇ જેલથી બહાર આવ્યો :સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, આરોપી અજજુ ટામેટા પેરોલ લઇ જેલથી બહાર આવ્યો હતો. પોલીસને જાણકારી મળી હતી કે, આરોપી છેલ્લા બે મહિનાથી અલગ અલગ વિસ્તારમાં ફરતો હતો. આ દરમિયાન માહિતી મળી હતી કે તે તેના ઘરે આવવાનો છે. જેથી તેને ઝડપી પાડી જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગેંગના લોકો સુરતમાં અનેક હિલેરિયસ ક્રાઈમ કરી ચૂક્યા છે. અનેક અપરાધિક ઘટના કરવાના કારણે ગેંગ ના લોકો પર ગુજસીકોટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details