ગુજરાત

gujarat

Surat News: Vnsgu તમામ સંલગ્ન કોલેજોમાં તમામ કોર્સમાં હવેથી ફરજિયાત ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ શરૂ કરાશે

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 9:09 AM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ સંલગ્ન કોલેજોમાં તમામ કોર્સમા હવેથી ફરજિયાત ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ શરૂ કરાશે. નવી શિક્ષણ નીતિ મુજબ 2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા અભ્યાસક્રમમાં આવે તેવી જોગવાઈ હતી. તે મુજબ આ ઠરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટ દ્વારા પસાર કરવામાં આવેલ છે.

Vnsgu તમામ સંલગ્ન કોલેજોમાં તમામ કોર્સમાં હવેથી ફરજિયાત ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ શરૂ કરાશે
Vnsgu તમામ સંલગ્ન કોલેજોમાં તમામ કોર્સમાં હવેથી ફરજિયાત ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ શરૂ કરાશે

Vnsgu તમામ સંલગ્ન કોલેજોમાં તમામ કોર્સમાં હવેથી ફરજિયાત ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ શરૂ કરાશે

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ સંલગ્ન કોલેજોમાં તમામ કોર્સમા હવેથી ફરજિયાત ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ શરૂ કરાશે. નવી શિક્ષણ નીતિ મુજબ 2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા અભ્યાસક્રમમાં આવે તેવી જોગવાઈ હતી. તે મુજબ આ ઠરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટ દ્વારા પસાર કરવામાં આવેલ છે. જોકે આ અભ્યાસ UG સ્તરે આપવામાં આવશે. જે દક્ષિણ ગુજરાતની સાત જિલ્લાની 250થી વધુ કોલેજોમાં લાગુ થઈ છે. આ અભ્યાસ થકી વિદ્યાર્થીઓ ભારતની મૂળ સંસ્કૃતિની ચેતના સાથે જોડાશે. જે મારફતે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ સાથે વિચારતા તૈયાર થશે.

"રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ભારતીય જ્ઞાન પરંપરા તે અભ્યાસક્રમમાં આવે તેની જોગવાઈ હતી. તે અંતર્ગત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટર ફોર હિન્દૂસ સ્ટડય આઈકે સેન્ટર તરીકે સ્થાપિત થયું છે. કોમર્સ સાયન્સ, આર્ટસ એમ કોઈપણ વિદ્યાશાખાનો વિદ્યાર્થી તે એક પેપર ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસ ફરજિયાત અભ્યાસ કરશે. જેનો ઠરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટ દ્વારા પસાર કરવામાં આવેલ છે.."--બાલાજી રાજે ( સેન્ટર ફોર હિંન્દુ સ્ટડીઝના કોઓર્ડિનેટર )

સંસ્કૃતિની ચેતના સાથે જોડાશે: વધુમાં જણાવ્યું કે, ભારતના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છે. આ વિદ્યાર્થીઓમાં એક વિશેષ પ્રકારની કેપિસિટી છે. પરંતુ આજે આપણા ભારતનો વિદ્યાર્થી બહાર જતો રહે છે. તેને યુરોપ, કેનેડા, તો આ પ્રકારની સ્થિતિ શા માટે ઊભી થઈ રહી છે? તો શું તેમને ભારત સાથે લાગણી નથી કાંતો પછી ભારતનો જે પણ અભ્યાસક્રમ હોય છે. જે આપણી સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓ બહારના દેશમાંથી લેવામાં આવી છે. આપણા દેશમાં કશું નથી તેવું તેમના મનમાં થતું હોય છે. તો પછી આ અભ્યાસ થકી વિદ્યાર્થીઓ ભારતની મૂળ સંસ્કૃતિની ચેતના સાથે જોડાશે. જે મારફતે વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ સાથે વિચારતા તૈયાર થશે.

  1. Veer Narmad University : યુટિલિટી​​​​​​​ બિલ્ડિંગનું નબળું બાંધકામ પકડાયા બાદ VNSGU વહિવટી તંત્ર જાગ્યું
  2. Veer Narmad University : VNSGU વિદ્યાર્થીઓને હવે 100 માર્કની પરીક્ષા આપવી પડશે, જાણો અન્ય શું ફેરફાર આવ્યા ?

ABOUT THE AUTHOR

...view details