ગુજરાત

gujarat

સુરતમાં 16 દેશોના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો

By

Published : Jan 10, 2023, 4:00 PM IST

સુરત શહેરમાં 11મી જાન્યુઆરીના રોજ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય (international kite festival in Surat) કાઇટ ફેસ્ટિવલ યોજાશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 16 દેશો અને 3 રાજ્યમાંથી અંદાજીત 80 પતંગબાજો ભાગ લેશે. જેને લઈને હાલ સુરતીલાલાઓમાં પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. (Adajan Riverfront international kite festival)

સુરતમાં 16 દેશોના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો
સુરતમાં 16 દેશોના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો

સુરત : કોરોના કાળમાં ભવ્ય આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની ઉજવણી થઈ (Surat Riverfront international kite festival) શકી નહોતી, પરંતુ આ વર્ષે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પૂર્વ તૈયારીઓ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આગામી તારીખ 11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. (international kite festival in Surat)

80 પતંગબાજો ભાગ લેશેઆ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના (international kite festival) વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 16 દેશો અને 3 રાજ્યમાંથી અંદાજીત 80 પતંગબાજો ભાગ લેશે. પતંગબાજોને લઇને ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. (Adajan Riverfront international kite festival)

આ પણ વાંચોInternational kite festival: વડોદરામાં વિદેશી પતંગબાજોની રમઝટ

જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજોરાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી (international kite festival 2023) દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટરે પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી. (Surat international kite festival 2023)

આ પણ વાંચોવડોદરાના નવલખી મેદાન ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્ત્સવનો પ્રારંભ

50 સહિત 139 જેટલા કિટિસ્ટોએ ભાગ લીધો હતોવર્ષ 2020માં આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી કિટિસ્ટોએ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ડ્રેગન, માછલી, ધ્વજ, રાણી વગેરે આકારની પતંગો ઉડાવી હતી. સ્થાનિક લોકોના (Kite Festival celebration Surat) પતંગોએ ધાર્મિક વિષયોમાંથી પ્રેરણા લીધી. આ કાર્યક્રમમાં વિદેશના 50 સહિત 139 જેટલા કિટિસ્ટોએ ભાગ લીધો હતો. ફ્રાન્સ, નેપાળ, નેધરલેન્ડ, રશિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટ્યુનિશિયા, USA, તુર્કી, થાઈલેન્ડ, યુક્રેન, યુકે અને વિયેતનામના કિટિસ્ટોએ બાદમાં આ પ્રસંગે રજૂ કરેલા સાંસ્કૃતિક વારસાગત અનુભવ લોકોને પહોંચાડ્યા હતા.(International Kite Festival Gujarat)

ABOUT THE AUTHOR

...view details