ગુજરાત

gujarat

સુરતના વડોલી વાંક પાસે સર્જાયો અકસ્માત, એકનું મોત

By

Published : May 26, 2021, 9:53 PM IST

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી-ઓલપાડ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Surat News
Surat News

  • વડોલી વળાંકે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી
  • બાઈક સવારનું અકસમાતમાં ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું
  • અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

સુરત : ઓલપાડ તાલુકાના વડોલી-ઓલપાડ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડના કીમ ગામે શાંતિનગર સોસાયટીમાં રહેતા ભાલચંદ્રભાઈ રમણલાલ પુરોહિત ઉ.વ 63, વડોલી-ઓલપાડ રોડ પરથી વડોલી નજીકથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઈક નંબર GJ 5 EW 5563ને પાછળથી કોઈક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારતા બાઇક સાથે ચાલક જમીન પર પટકાયા હતા. જેમને માથાના અને શરીરના ભાગે તેમજ બન્ને પગે ફેક્ચર કરી ગંભીર ઇજા થઇ હતી.

સુરત

આ પણ વાંચો : ભચાઉના વોંધ નજીક દવા લેવા જઈ રહેલા દંપતિને અકસ્માત નડ્યો

પોલીસે ચાલકને પકડવા ચક્રોગતિમાન કર્યા

બાઈક સવારનું અકસમાતમાં ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details