ગુજરાત

gujarat

અમે પ્રજાને પૂછી-સર્વે કરીને મુખ્યપ્રધાન નક્કી કરીએ છીએ, ગુજરાતમાં એવું નથીઃ કેજરીવાલ

By

Published : Oct 29, 2022, 11:37 AM IST

Updated : Oct 29, 2022, 5:31 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષ લડી લેવાના મૂડમાં છે. મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દિવસ રાત એક કરી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટીએ (Arvind Kejriwal Surat) ગુજરાતમાં મુખ્યપ્રધાન પદના ચહેરા માટે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી જાહેર કરીને સર્વે શરૂ કર્યો છે. જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ મોબાઈલ નંબરથી કે ઈમેઈલથી પોતાનું મંતવ્ય જણાવે.

Breaking:આમ આદમી પાર્ટીએ શરૂ કર્યો CM પદ માટે સર્વે, મોબાઈલ નંબર જાહેર
Breaking:આમ આદમી પાર્ટીએ શરૂ કર્યો CM પદ માટે સર્વે, મોબાઈલ નંબર જાહેર

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરંતુ ગુજરાતની ચૂંટણી લડાઈમાં મક્કમતાથી ઉતરવાની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટી પંજાબની તર્જ પર ચૂંટણી લડશે. પાર્ટી સીએમ કેન્ડિડેટ ફેસ માટે પ્રચાર (Aam Admi party Gujarat) શરૂ કરી દીધો છે. જેમાં લોકોને મુખ્યપ્રધાનના ચહેરા વિશે પૂછવામાં આવી રહ્યું છે. આ અંગેની જાહેરાત સુરત ખાતે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કર્યું છે. તેમણે એક નંબર (Aap gujarat Surat) પણ જાહેર કરી દીધો છે. જેમાં ગુજરાતની પ્રજાનો સીએમ કેન્ડિડેટ કોન હશે તે અંગેની જાણકારી વોઇસ મેસેજ અથવા તો ટેક્સ મેસેજ થતી આપી શકશે એટલું જ નહીં. aapnocm@gmail.com ઈમેલ આઇડી પણ જાહેર કરવામાં આવ્યું છે

gfdg

રાજકીય હિલચાલઃ ગુજરાતમાં ભલે ચૂંટણીની જાહેરાત ન થઈ હોય, પરંતુ રાજકીય હલચલ વધી ગઈ છે. ગુજરાતમાં પુરી તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી પંજાબ ની જેમ દાવ રમી શકે છે. આમ આદમી પાર્ટી પંજાબની તર્જ પર લોકોને પૂછીને મુખ્યપ્રધાનનો ચહેરો નક્કી કરશે. પંજાબમાં પાર્ટીએ મોબાઈલ નંબર જારી કરીને લોકોને મુખ્યપ્રધાનનો ચહેરો જણાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. આ પછી પાર્ટીએ ભગવંત માનનું નામ નક્કી કર્યું હતું. એ જ રીતે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલે અભિયાનની શરૂઆત કરી છે. જેની જાહેરાત સુરત ખાતે તેઓ દ્વારા કરવામાં આવી છે.

સમગ્ર ગુજરતભરમાં બદલાવની આંધી ચાલી રહી છે.27 વર્ષ માં ભાજપ એ કઈ કર્યું નથી તેઓ માત્ર ને માત્ર આપ ને ગાળો આપી રહ્યા છે.તેઓ પાસે કોઈ પ્લાન નથી.આગામી 5 વર્ષ માં શું કરશે.લોકો મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. લોકોની અંદર આમ આદમી પાર્ટી એ દિલ્હી માં સારું કામ કર્યું છે. તે તમામ વાતો ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. ભાજપા એ એક વર્ષ માં પોતાની સરકાર બદલી નાખી. કેમ બદલી નાખી જનતાને તો પૂછ્યું જ નહિ. વિજયભાઈ રૂપાણી હટાવી એ કે નહિ.અમે જનતા ને પૂછી ને અમે મુખ્યમંત્રી બનાવીએ છે. જનતાની આધાર પર જ પંજાબમાં અમે મુખ્ય પ્રધાન ભગવંત માન ને બનાવ્યા.--અરવિંદ કેજરીવાલ

નબંર જાહેર કર્યોઃપોતાની વાત આગળ કરતા કહ્યું કે, અમેં ગુજરાતમાં કોને મુખ્યમંત્રી બનાવીએ તે અંગે જાણવા અમે એક નંબર જારી કરી રહ્યા છે. 6357000360 નંબર પર લોકો ટેક્સ મેસેજ અને વોઈસ મેસેજ થકી જણાવી શકશે. તેઓ આમ આદમી પાર્ટીથી કયા નેતાને મુખ્ય પ્રધાન જોવા માંગે છે એટલું જ નહીં તેઓ ઇમેલ એડ્રેસ પર પણ મેલ થકી જણાવી શકશે કે ભાવિ મુખ્યપ્રધાન કોણ રહેશે.

અમે ગુજરાતમાં જ્યારથી આવવા લાગ્યા છીએ. એમને દરેક સભામાં લોકોનો ભેગા થવાનો રેકોર્ડ થયો. લોકો પોતાની મરજીથી બહાર આવવા લાગ્યા છે.આમારો રૂટ બનવા લાગ્યો છે.લોકો સડકની બન્ને બાજુ ઊભા રહ્યા છે.વીજળી સોથી મોટો પ્રશ્ન છે.પેપર ફૂટી રહ્યા છે તે સાભળી યુવાની આંખો ભીની થઈ જાય છે. પેહલા લોકો દિલ્હી પંજાબમાં પીડિત હતા. લોકો ખુશ છે.વીજળી ના બિલ ઓછા આવતા થયા છે. ભ્રષ્ટાચાર માટે અમે હેલ્પ લાઈન શરૂ કરી છે. 200 થી વધુ લોકો ને પકડ્યા છે.---ભગવંત માન

Last Updated : Oct 29, 2022, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details