ગુજરાત

gujarat

સૌના સાથ અને સહકારથી રાણી લક્ષ્મી બાઈની પ્રતિમા સ્થાપવામાં આવી : સી.આર. પાટીલ

By

Published : Feb 21, 2022, 8:28 AM IST

Updated : Feb 21, 2022, 9:20 AM IST

સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની (Rani Lakshmibai unveiled in Surat) પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ રાણી લક્ષ્મીબાઈને યાદ કર્યા હતા.

સૌના સાથ અને સહકારથી રાણી લક્ષ્મી બાઈની પ્રતિમા સ્થાપવામાં આવી છે : સી.આર. પાટીલ
સૌના સાથ અને સહકારથી રાણી લક્ષ્મી બાઈની પ્રતિમા સ્થાપવામાં આવી છે : સી.આર. પાટીલ

સુરત : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ પાસે રાણી લક્ષ્મીબાઈના પ્રતિમાનું (Rani Lakshmibai unveiled in Surat) ઢોલ નગારા, ફુલહાર કરવામાં આવ્યું હતું. રાણી લક્ષ્મીબાઈના ફુલહાર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે લોકાર્પણ (CR Patil in Surat) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ મોટી સંખ્યામાં લિંબાયત વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા રંગેચંગે સ્થાપના કરવામાં આવી

સી.આર. પાટીલે કહ્યું કે, ઇતિહાસ તેની નજર સમક્ષ દેખાતું હોય છે

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરતમાં ગઈકાલે લિંબાયત વિધાનસભાના જ્યાં અનેક મહાનુભાવોની પ્રતિમા સ્થાપવામાં આવી છે. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને ગઈકાલે રંગેચંગે સ્થાપના કરવામાં આવી છે. લોકોના સાથ અને સહકારથી એમની લાગણી એમને અહીં પ્રદર્શિત કરવા માટે ઘણા સમયથી મહાનગરપાલિકા પાસેથી જગ્યાની માંગણી કરી હતી. આ જગ્યા પર આ પ્રતિમા સ્થાપવા માટે દરેકનો સહયોગ મળે એના માટે જે પ્રયત્નો હતો તે આજે સફળ થયો છે. સૌના સાથ અને સૌના સહકારથી આ પ્રતિમા સ્થાપવામાં આવી છે. હું લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલને અને સૌ કાર્યકર્તાઓને એમની સાથે જોડાયેલા સૌ આગેવાનોને ખૂબ અભિનંદન આપું છું.

આ પણ વાંચોઃ Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ

ઇતિહાસ તેની નજર સમક્ષ દેખાતું હોય છે

સી.આર. પાટીલના હસ્તે રાણી લક્ષ્મીબાઈના પ્રતિમાનું લોકાર્પણ

વધુમાં કહ્યું હતું કે, સૌનો સાથ અને સહકારથી આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને સાકાર કરવા માટે સૌના સહયોગથી આ પ્રતિમા સ્થાપવામાં આવી છે. ખરેખર મહાનુભાવોની જે પ્રતિમા બનાવવામાં આવે છે. એમાં આવનારી પેઢીને એક મેસેજ મળતો હોય છે. ઇતિહાસ (Statue of Rani Lakshmibai in Surat) તેની નજર સમક્ષ દેખાતું હોય છે. તે પ્રેરણા આપતું હોય છે. એટલે જ આવા મહાન ભાવોની પ્રતિમાનું સ્થાપના કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ

Last Updated :Feb 21, 2022, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details