ગુજરાત

gujarat

સુરત ગ્રામ્યમાં સોમવારે 6401 લોકોએ લીધી કોરાના રસી

By

Published : Jun 8, 2021, 2:10 PM IST

સુરત ગ્રામ્યમાં રસીકરણે વેગ પકડ્યો છે. સોમવારે 6401 લોકોએ કોરાના રસી લીધી હતી. 18થી 44 વર્ષના 4677 લોકોએ રસી લીધી, જ્યારે 60 વર્ષથી ઉપરના 247 લોકોએ રસી લીધી હતી.

Surat Rural News
Surat Rural News

  • સુરત ગ્રામ્યમાં રસીકરણ બન્યું વધુ તેજ
  • 18થી44 વયના 4677 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
  • 60 વર્ષથી ઉપરના 247 લોકોએ રસી લીધી

સુરત : ગ્રામ્ય વિસ્તારોમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લો કોરાના મુક્ત થાય તે માટે કોરાના રસીકરણ વધુ તેજ કરી દીધું છે. સોમવારે વધુ 6401 લોકોને કોરાના રસી આપી હતી. જેમાં 9 ફ્રન્ટલાઈન વર્કરોએ ફર્સ્ટ અને 5એ સેકેન્ડ ડોઝ લીધો હતો. જ્યારે 18થી 44 વર્ષના 4677 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. 45થી 59 ઉંમરના 1029 લોકોએ રસીનો પહેલો અને 434 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 179 વડીલોએ રસીનો પહેલો અને 68એ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ, રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન

રસીને લઈને ઓલપાડ તાલુકામા વધુ જાગૃતા

કોરાના રસીને લઈને છેલ્લા ઘણા સમયથી ઓલપાડ તાલુકાના લોકોમાં વધુ જાગૃતા જોવા મળી રહી છે. સોમવારે ઓલપાડમાં વધુ 1054 લોકોએ કોરાના રસી લીધી હતી. જ્યારે ચોર્યાસી 1020, કામરેજ 1043, પલસાણા 684, ઓલપાડ 1054, બારડોલી 811, માંડવી 423, માંગરોળ 569, ઉમરપાડા 194, મહુવા 603 લોકોએ રસી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details