ગુજરાત

gujarat

સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

By

Published : Jun 15, 2021, 9:41 AM IST

સુરતના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાંથી 50 હજારના હીરા ચોરી કરી યુવક ફરાર થઇ ગયો હતો. આ મામલે હીરા કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી
સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

  • વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં થઇ ચોરી
  • 50 હજારના હીરા ચોરી કરી યુવક ફરાર
  • હીરા કારખાનાના માલિક દ્વારા વરાછા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

સુરતઃવરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં 4 દિવસ અગાઉ જ નોકરી પર આવેલા કારીગરે કારખાનામાંથી 50 હજારના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે હીરા કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

આ પણ વાંચોઃ 28 લાખના હીરા ચોરી કરનાર રત્નકલાકારની ધરપકડ

વરાછા વિસ્તારમાં હીરાચોરીની બની ઘટના

સુરતના ખોલવડ ખાતે રહેતા દિલિપકુમાર લાભશંકર ઓઝા વરાછા ચોકસી બજાર ખાતે હીરાનું કારખાનું ધરાવે છે. તેઓને ત્યાં ચાર દિવસ પહેલા જ મૂળ મધ્યપ્રદેશનો વતની પવનસિંગ ઉર્ફે બંટીસિંગ સુબારામ બનીયા નામનો કારીગર નોકરી પર લાગ્યો હતો. તે દરમિયાન ગત 10 જૂનના રોજ કારીગર કારખાનામાં આવેલી ઓફીસના ટેબલ ખાના તોડી તેમાંથી 72 કેરેટના 50 હજારની કિંમતના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે આ મામલે કારખાનામાં હીરા ચોરી થઇ હોવાનું માલુમ પડતા કારખાનાના માલિકે આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે કારીગર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પાણ વાંચોઃસુરતના કારખાનામાંથી કર્મચારી 1 કરોડના હીરા ચોરી કરીને ફરાર

હીરા ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ

હીરાના કારખાનામાં ચોરી થઇ હોવાનું જાણ થતા કારખાનાના માલિકે ત્યાં લાગેલા CCTV કેમેરા તપસ્યા હતા. જેમાં 4 દિવસ અગાઉ જ નોકરી પર લાગેલો કારીગર પવનસિંગ ઉર્ફે બંટીસિંગ સુબારામ બનીયા ચોરી કરતા નજરે ચડ્યો હતો. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, કારીગર ઓફિસમાં પ્રવેશે છે અને ઓફીસના ડ્રોઅર તોડી તેમાંથી 50 હજારની કિંમતના મુદ્દા માલ ચોરી કરી ફરાર થઇ જાય છે. આ ઘટના બાદ CCTV ફૂટેજના આધારે કારખાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details