ગુજરાત

gujarat

ન્યુ યર પર યાદગાર ગિફ્ટ આપવા ફરી ગ્રીટીંગ કાર્ડનો ક્રેઝ

By

Published : Dec 31, 2022, 8:40 PM IST

નવા વર્ષના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા (Happy New Year in Surat) મળી રહ્યો છે. યુવાઓ આ વર્ષને યાદગાર રાખવા માટે અવનવી ભેટ ખરીદી રહ્યા છે. ત્યારે આ વખતે ફરી એકવાર ગ્રીટીંગ કાર્ડનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભેટમાં આ વખતે લોકો સૌથી વધુ પસંદ એક એવા ટેડીબેરને કરી રહ્યા છે. જે એક બટન દબાવીને લોકોને હેપી ન્યૂ યર વિશ કરે છે. (Greeting card gift New Year)

ન્યુ યર પર યાદગાર ગિફ્ટ આપવા ફરી ગ્રીટીંગ કાર્ડનો ક્રેઝ
ન્યુ યર પર યાદગાર ગિફ્ટ આપવા ફરી ગ્રીટીંગ કાર્ડનો ક્રેઝ

સુરતમાં ફરી એકવાર ગ્રીટીંગ કાર્ડનો ક્રેઝ

સુરત :સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર લોકોને ખાસ (Greeting card gift New Year) દિવસ અને નવા વર્ષની શુભકામનાઓ લોકો મોકલતા હોય છે. પરંતુ આ વખતે નવા વર્ષ પર ફરી એક વખત ગ્રીટીંગ કાર્ડનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષો પહેલા લોકો ગ્રીટીંગ કાર્ડ એકબીજાને ન્યૂ યર પર આપતા હતા. પરંતુ ડિજિટલ યુગની શરૂઆત થતાં જ આ ચલણ લગભગ જોવા મળી રહી રહ્યું ન હતું. પરંતુ અત્યારે ફરીથી એક વખત લોકો ન્યુ યરના ઉપલક્ષમાં ગ્રીટીંગ કાર્ડની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. (Happy New Year in Surat)

નવી નવી ગિફ્ટ આઈટમલોકો નવા વર્ષની શુભકામનાઓના સંદેશ સાથે ખાસ ગ્રીટીંગ કાર્ડ પસંદ કરી રહ્યા છે. ન્યુયર સેલિબ્રેશન કરવાની સાથે મ્યુઝિકલ ફોટો ફ્રેમ, લાઇટિંગ કપલ ચોકલેટ, ટેડીબેર, કપલ સ્ટેચ્યુ, નંબરિંગ બલૂન જેવા આકર્ષક ગિફ્ટ લોકો ખરીદી રહ્યા છે. આ સાથે જ લોકો ગોલ્ડન અને રેડ કલરના આર્ટિફિશિયલ ફ્લાવર પણ ખરીદી રહ્યા છે. ગિફ્ટ ગેલેરીમાં નવા વર્ષને લઈ નવી નવી ગિફ્ટ આઈટમ જોવા મળી રહ્યા છે. (31st 2022 in Surat)

આ પણ વાંચોનશો કરનારાને માત્ર 10 મિનિટમાં પકડી પાડતી ડિવાઇસ શહેર પોલીસને મળી

ગિફ્ટ શોપ સંચાલિકાનું શું કહે છે સુરતના ગિફ્ટ શોપની સંચાલિકા પ્રેમ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભલે હાલ ડિજિટલ યુગ ચાલી રહ્યો હોય પરંતુ લોકો ગ્રીટીંગ કાર્ડ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પોતાના પ્રિયજનો માટે ખરીદી કરી રહ્યા છે. ચોકલેટ, પરફ્યુમ અને ખાસ કરીને એક એવા ટેડીબેર પસંદ કરી રહ્યા છે જે બટન દબાવવા પર લોકોને ન્યુ યર વિશ કરે છે. નવા વર્ષના ઉપલક્ષમાં અનેક લોકો રિલિજિયસ વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે. જેમાં ભગવાનની મૂર્તિઓ પણ સામેલ છે. ન્યુ ઇયર પર 500થી લઈને 5,000 સુધીના ગિફ્ટ આર્ટિકલ હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને યુવા વર્ગ દ્વારા તેની ખરીદી કરવામાં આવી રહી છે. (Happy New Year 2023)

આ પણ વાંચોબોટલ સાથે પકડાયા તો ખેર નહીં, 31 ડીસેમ્બરને લઈ એક્શન પ્લાન તૈયાર

આ એક હાર્ડકોપી જેવુંગ્રીટીંગ કાર્ડ ખરીદવા માટે આવેલી શગુને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં મેસેજ આવતા હોય છે. જે લોકો બીજા દિવસે ડીલીટ કરી દેતા હોય છે અથવા તો જે ઈમેજ (Gift on Happy New Year) સંદેશ આવે તેને થોડા દિવસોમાં લોકો ગેલેરીમાંથી કાઢી દે છે જેનું કોઈ મહત્વ નથી અને લોકો ભૂલી પણ જાય છે. આજ કારણ છે કે હું ગ્રીટીંગ કાર્ડ ખરીદવા આવી છું. આ એક હાર્ડકોપી જેવું છે જો વર્ષો સુધી સચવાયેલું રહે છે અને જ્યારે પણ લોકો આ ગ્રીટીંગ કાર્ડને જોશે, ત્યારે વર્ષ સાથે યાદ આવશે કે મેં તેમને નવા વર્ષના ઉપલક્ષમાં આ ગ્રીટીંગ કાર્ડ આપ્યું હતું. (greeting card craze)

ABOUT THE AUTHOR

...view details