ગુજરાત

gujarat

સુરત ગ્રામ્યમાં શનિવારે કોરોનાના નવા 14 કેસ નોંધાયા

By

Published : Jun 20, 2021, 9:47 AM IST

સુરત ગ્રામ્યમાં શનીવારે કોરાનાના 14 કેસ નોંધાયા હતા. કોરોના વાઈરસના કારણે વધુ એક દર્દીનું મોત થયું હતું. શનિવારે વધુ 69 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ગ્રામ્યમાં 226 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત ગ્રામ્યમાં શનિવારે કોરોનાના નવા 14 કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં શનિવારે કોરોનાના નવા 14 કેસ નોંધાયા

  • ગ્રામ્યમાં શનિવારે કોરોનાના નવા 14 કેસ અને 1 દર્દીનું મોત
  • 69 દર્દીઓ સ્વસ્થ થયા
  • હોસ્પિટલમાં હાલ 226 દર્દીઓ સારવાર હેઠળ

સૂરતઃ ગ્રામ્યમાં કોરાના કેસ ઘટી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને જૂન મહિનામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થતા લોકોએ અને આરોગ્ય વિભાગે રાહતો શ્વાસ લીધો છે. સુરત ગ્રામ્યમાં શનિવારે કોરોનાના માત્ર 14 કેસ નોંધાયા હતા. કોરોનાના લીધે ઓલપાડ તાલુકાની 48 વર્ષીય મહિલાનું મોત પણ થયું હતું.

સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 31,253 થઈ

સુરત ગ્રામ્યમાં શનિવારે વધુ 69 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. હાલ 226 લોકો હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,960 અને મુત્યુઆંક 481 પર પહોંચ્યો છે. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 31,253 થઈ છે.

આ પણ વાંચોઃ Surat Corona Update: સુરત ગ્રામ્યમાં આજે બુધવારે 26 કેસ નોંધાયા

જાણો ક્યા તાલુકામાં કેટલા કેસ નોંધાયા

ગ્રામ્યમાં શનિવારે એકપણ તાલુકામા 4થી વધુ કેસ નોંધાયા ન હતા. ઓલપાડમાં 04, ચૌર્યાસી 02, કામરેજ 02, પલસાણા 0, બારડોલી 01, મહુવા 03, માંડવી 01, માંગરોળ 02, ઉમરપાડા 0 કેસ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details