ગુજરાત

gujarat

Sabarkantha News : સાદગીથી ખુરશી નાખીને લોકોના પ્રશ્નોનું નિકાલ કરતા ઈડરના ધારાસભ્ય, અનેક MLA માટે પ્રેરણા રૂપ

By

Published : Jun 7, 2023, 5:44 PM IST

ઈડર વિધાનસભાના ધારાસભ્ય ગુજરાતના ધારાસભ્યો માટે પ્રેરણા રુપ બન્યા છે. આ ધારાસભ્ય એ ગામડાઓમાં જઈને માઈક, મંચ કે હારમાળા વગર વૃક્ષ નીચે ખુરશીઓ નાખી લોકો સાથે સંવાદ કરીને 1500થી વધારે પ્રશ્નોનો સુખરૂપ નિકાલ કર્યો છે. ધારાસભ્ય મતદારોનો આભાર માનતા કહ્યં કોઈપણ માણસ પડતી મુશ્કેલીની રજૂઆત કરી શકે છે.

Sabarkantha News : સાદગીથી ખુરશી નાખીને લોકોના પ્રશ્નોનું નિકાલ કરતા ઈડરના ધારાસભ્ય, અનેક MLA માટે પ્રેરણા રૂપ
Sabarkantha News : સાદગીથી ખુરશી નાખીને લોકોના પ્રશ્નોનું નિકાલ કરતા ઈડરના ધારાસભ્ય, અનેક MLA માટે પ્રેરણા રૂપ

ઈડર વિધાનસભાના ધારાસભ્ય ગુજરાતના ધારાસભ્યો માટે પ્રેરણા રુપ બન્યા

સાબરકાંઠા : ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તેમજ ઈડર વિધાનસભા બેઠક પર છેલ્લા સાત ટર્મથી વિજેતા બનતા રહેલા રમણલાલ વોરાએ તાજેતરમાં ઈડર તેમજ વડાલી વિસ્તારના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે સાથે મંચ માઇક અને માલાનો ત્યાગ કરી સ્થાનિક લોકો સાથે ગ્રામ પંચાયતથી લઇ તાલુકા અને જિલ્લા પંચાયતના તમામ પ્રશ્નોનું ચોક્કસ સમય મર્યાદામાં નિરાકરણ લાવવાની નેમ સાથે મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જેના પગલે ઈડર વિધાનસભાના 500થી વધારે પ્રશ્નોનું નિરાકરણ કરી આગામી સમયમાં મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. જે ગુજરાતના તમામ ધારાસભ્યો માટે પ્રેરણા રૂપ પ્રયાસ છે.

પ્રશ્નોનું સ્થળ પર નિકાલ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ મોટાભાગના નેતાઓ મતદારો તેમજ જનતાને ભૂલી જતા હોય છે, ત્યારે સાબરકાંઠાના ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરાએ આજે હિંમતનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી વિધાનસભાના પરિણામથી આજદિન સુધીની કરેલી કામગીરી જણાવી હતી. તેમજ વિધાનસભામાં પાંચ કરોડથી વધારેના કામોની ફાળવણી સહિત 1500થી વધારે પ્રશ્નોનું સ્થળ પર નિકાલ કરી ગુજરાતભરના ધારાસભ્યો માટે કામકાજનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ

MLAનો ગામડાઓમાં લોકસંપર્ક : ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂરી થયા બાદ મોટાભાગના ધારાસભ્ય પોતપોતાના કામકાજમાં વ્યસ્ત થતાં હોય છે, ત્યારે સાબરકાંઠાના ઈડર વિધાનસભાના સતત સાત ટર્મથી ધારાસભ્ય રહેલા રમણલાલ વોરા એ આ ટર્મમાં સૌથી વધુ લીડથી જીત મેળવી છે. જોકે જીત મેળવ્યા બાદ રમણલાલ વોરાએ 22 ડિસેમ્બરથી પાંચ જૂન સુધી 260થી વધારે ગામડાઓનો લોકસંપર્ક કરી 1500થી વધારે પ્રશ્નોનો સુખરૂપ નિકાલ કરી તમામ ધારાસભ્યો માટે ઉદાહરણ બની રહ્યા છે. સામાન્ય રીતે તમામ નેતાઓ માટે માઈક મંચ અને ફુલહાર એ પાયાની જરૂરિયાતો બનતી હોય છે, ત્યારે રમણલાલ વોરાએ આ વખતે ઈડર વિધાનસભાના તમામ 267થી વધારે ગામડાઓમાં કોઈપણ વિશેષ સુવિધા વિના 1,500થી વધારે પાયારૂપ પ્રશ્નો નિકાલ કરી તમામ પંચાયતોમાં વિશેષ કામગીરી થઈ શકે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

સહયોગ સ્વરૂપે ચીલો ચિતર્યો : ઈડર તેમજ વડાલી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વિકાસના અધૂરા રહેલા કાર્યોમાં પણ ઝડપતા આવી છે, ત્યારે ઈડર વિધાનસભા અંતર્ગત પાંચ કરોડથી વધારેની રકમની ફાળવણી પણ પ્રવાસ દરમિયાન કરવામાં આવી છે. સાથોસાથ ચોક્કસ સમયગાળા સાથે તમામ ગામડાઓનો પ્રવાસ યથાવત રહેવાની વાત કરવામાં આવી છે. જોકે તમામ ગામડાઓમાં રમણલાલ વોરાએ સભા સ્વરૂપે નહીં, પરંતુ સહયોગ સ્વરૂપે મુલાકાતો કરી એક નવીન ચીલો ચિતર્યો છે. જે આગામી સમયમાં અન્ય ધારાસભ્ય માટે પણ દિશા સૂચક બને તો નવાઈ નહીં.

ગામડાઓ જઈને પ્રશ્નોના નિરાકરણ કરતા ધારાસભ્ય

ઇડર વિધાનસભામાં 152 જેટલી ગ્રામપંચાયતો આવે છે. આ ગ્રામપંચાયતો તેના પેટા પળા કુલ મળીને 267 જગ્યાઓએ પ્રવાસ કર્યો છે. એમાં 34 દિવસ પ્રવાસ કર્યા છે. આ પ્રવાસ દરમિયાન કોઈપણ જગ્યાએ માઇકનો ઉપયોગ કે મંચ કે માળાનો ઉપયોગ નહીં કરવાનો એ સિવાય સીધેસીધા લોકોની સાથે મળીને જરૂર પડે તો ઝાડ નીચે ખુરશીઓ નાખીને અમે પ્રવાસ કર્યો છે. જ્યાં પણ ગામની પરસાળ કે ચોપાળમાં પણ મીટીંગ કરી છે. મતલબ કોઈપણ ઉપેક્ષા રાખ્યા સિવાય તેમજ આમારો કાર્યક્રમ હતો. - રમણલાલ વોરા (ઈડર ધારાસભ્ય)

કોઈપણ વ્યક્તિ પ્રશ્ન કરી શકે : વધુમાંં વોરાએ જણાવ્યું હતું કે, લોકોને બોલવાનો અમે ગામમાં જઈએ અને કહીએ કે તમે લોકોએ મત આપ્યો તમારા બધાનો ખુબ ખુબ આભાર. તમારા બાકી કામ હોય અધૂરા કામ હોય કે નવા કામો હોય તે જણાવો ત્યારે સરપંચ પોતાના કામો રજૂ કરે ગામનો ગરીબ માણસ હોય તેને પોતાની રજૂઆત હોય તે પણ કરે. તેમ મળીને કુલ 1591 લોકોએ સીધેસીધી તમારી સાથે સંવાદ કર્યો છે. એમ કહીએ તે પણ ખોટું નથી અને શિયાળાની કડકડતી ઠંડી હોય, ત્યારે પણ અને જ્યારે 45 ડિગ્રી તાપમાનમાં મે કામ કર્યું છે, ત્યારે અમારી સભામાં લગભગ 50 ટકા મહિલાઓની હાજરી હતી. એટલે 28 હજાર કરતા વધારે લોકો સીધેસીધા અમારા સંપર્કમાં હતા.

  1. Jignesh Mevani Demand : મેવાણીની ડીજીપીને રજૂઆત, કાકોશીમાં ક્રિકેટ મેચની બબાલમાં દલિત પર હુમલાની ઘટનામાં વધુ કલમો ઉમેરો
  2. Banaskantha News : ડીસાના ધારાસભ્ય દ્વારા વરસાદી નુકસાનીનો સર્વે કરવા માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી
  3. Amreli News : ચલાલામાં ગંદા પાણીના વિતરણથી ધારાસભ્યના સસરા નારાજ

ABOUT THE AUTHOR

...view details