ગુજરાત

gujarat

Sabarkantha News : પશુપાલકના દીકરાએ કોઈપણ સુવિધા વગર ધો 12માં ગુજરાતમાં ત્રીજા નંબરે મેદાન માર્યું

By

Published : May 3, 2023, 4:56 PM IST

Updated : May 3, 2023, 5:26 PM IST

ઈડરના દલજીતપુરા ગામના પશુપાલન પર નભતા પરિવારના દીકરાએ ધોરણ 12માં અનોખી સિદ્ધિ મેળવી છે. થીયરીકલ રેન્કમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે મેદાન મારતા ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ દીકરાને ટ્યુશનનો મોહ છોડી જાત મહેનત જિંદાબાદના સૂત્ર દ્વારા સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું હતું.

Sabarkantha News : પશુપાલકના દીકરાએ કોઈપણ સુવિધા વગર ધો 12માં ગુજરાતમાં ત્રીજા નંબરે મેદાન માર્યું
Sabarkantha News : પશુપાલકના દીકરાએ કોઈપણ સુવિધા વગર ધો 12માં ગુજરાતમાં ત્રીજા નંબરે મેદાન માર્યું

ઈડરના પશુપાલન પર નભતા પરિવારના દીકરાએ ધોરણ 12માં અનોખી સિદ્ધિ મેળવી

સાબરકાંઠા : ઈડરના છેવાડાના દલજીતપુરા ગામે સામાન્ય ખેડૂત પરિવારના ઘરે ખુશીનો માહોલ જામ્યો છે. ખેતી અને પશુપાલન પર નભતા પરિવારના દીકરા પ્રિન્સ પટેલે 12 સાયન્સમાં અનોખી સિદ્ધિ મેળવી છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં એ વન ગ્રેડમાં માત્ર પ્રિન્સ પટેલ સફળ થયો છે. તેમજ સમગ્ર ગુજરાતમાં થિયરીકલ પર્સન્ટાઈલ રેન્કમાં પણ 99.99 મેળવી ત્રીજા નંબરે ઉત્તીર્ણ થતાં ખેડૂત પરિવાર સહિત પ્રિન્સના મિત્રોમાં ખુશી વ્યાપી છે.

મહેનત કરવાથી સારા પરિણામો : આ અંગે જણાવતા પ્રિન્સ પટેલે જણાવ્યું હતું કે, આજે 12 સાયન્સમાં સાબરકાંઠા જિલ્લામાં એ વન ગ્રેડમાં માત્ર હું ઉત્તીર્ણ થયો છું. તેનો શ્રેય મારા માતા પિતા સ્કૂલ તેમજ શિક્ષક પરિવાર અને મારા મિત્રોને જાય છે. સાથોસાથ આજના સમયમાં ટ્યુશનનો મોહ વધ્યો છે. તે છોડી જાત મહેનત કરવામાં આવે તો ટ્યુશન વિના પણ મારા જેવી સિદ્ધિ મેળવી શકાય છે. એટલે ટ્યુશોનોના સહારે રહેવા કરતાં મહેનત વધારે કરવાથી સારા પરિણામો મળે છે.

આ પણ વાંચો :Vadodara News : જમીન વેચીને 78 દિવસ વેન્ટિલેટર પર રહેલી દિકરીએ ધો 12માં મેળવી સફળતા, હવે મદદની આશા

સુવિધા વગર સિદ્ધિ મેળવી :સામાન્ય રીતે પોતાનો બાળક વિશેષ સિદ્ધિ હાંસલ કરે એટલે પરિવારને ખુશી થાય તે સ્વાભાવિક છે, પરંતુ પ્રિન્સ પટેલને વિશેષ કોઈપણ પ્રકારની સુખ સગવડ આપ્યા વિના સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત કક્ષાએ ત્રીજા નંબરે ઉત્તીર્ણ થતા તેમના પિતાએ જણાવ્યું હતું કે, મારા બાળકને વધારાની કોઈ સુવિધા આપી નથી. છતાં તેને પોતાની મહેનતથી આજે ગામ પરિવાર સહિત અમને ગૌરવ અપાવ્યું છે. જેની અમને ખુશી છે. જોકે કોઈપણ ટ્યુશન વિના આવી સિદ્ધિ મોટાભાગે મળતી નથી, ત્યારે ગ્રામ્ય કક્ષાએ કોઈપણ પ્રકારના ટ્યુશન વિના સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તેમજ ગુજરાત રાજ્યકક્ષાએ ત્રીજા ક્રમે રહેતા તેમના પિતાએ પણ આ મામલે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :HSC Science Result: પરિવારને આર્થિક મુશ્કેલીમાં જોઈ સંકલ્પ લીધો અને ધો.12 સાયન્સમાં ડંકો વગાડ્યો

ટ્યુશનની માયા રાફડો ફાટ્યો : જોકે એક તરફ આજના સમયમાં ટ્યુશન કરનારાઓનો રાફડો ફાટ્યો છે. તેમજ વિદ્યાર્થીને વિશેષ શિક્ષણ આપવાના મામલે લાખો રૂપિયા ટ્યુશન પાછળ ખર્ચાઈ રહ્યા છે, ત્યારે પ્રિન્સ પટેલે વિના ટ્યુશને મેળવેલી સિદ્ધિ આગામી સમયમાં અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થી માટે ઉદાહરણ સ્વરૂપ રહેશે તે નક્કી બાબત છે.

Last Updated :May 3, 2023, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details